👉કોઈપણ સ્ત્રી હોય તેને સુંદર દેખાવું ગમતું હોય છે. તેની સુંદરતામાં સહેજ પણ ઝાંખપ આવે કે તરત તેને નિખારવા માટેના પ્રયત્નો કરવા લાગતી હોય છે. તેમાં ચહેરા પરનો ગ્લો જળવાય રહે તેના માટે પાર્લરમાં જઈ ફેસિયલ, બ્લીચિંગ, ડિ-ટેન, મસાજ વગેરે વસ્તુ ફેસ પર કરાવતી હોય છે, જેનાથી ચહેરો સુંદર દેખાય.
👉તમારા હાથની કોણી અને પગના ઘૂંટણ તથા એડી તમારી સુંદરતામાં અવરોધ લાવતા હોય છે. કેમ કે ગમે તેટલા સારા શોટ્સ, સ્લીવલેસ, ગાઉન, વન પીસ વગેરે જેવી વસ્તુ પહેરીએ ત્યારે કોણીની અને પગના ઢીંચણની કાળાશ દરેક વ્યક્તિને નજરે ચઢતી હોય છે. તેના લીધે ઘણી વખત આપણને શોટ્સ, સ્કટ કે સ્લિવલેસ પહેરતા શરમ અનુભવાતી હોય છે. તો તેની કેર કરવા માટે કેટલીક ખાસ ટ્રિક જણાવીશું, જેથી ચહેરાની જેમ તે સ્કીન પણ ચમકવા લાગશે.
🍯હળદર અને મિલ્ક– આ પેક બનાવવા માટે તમારે 3 ચમચી હળદર, અક ચમચી મધ અને તેમાં બે ચમચી જેટલું મિલ્ક એડ કરવાનું રહેશે. આ પેકને બરાબર મિક્સ કરી કોણી કે શરીરને જે સ્કીન કાળી હોય તેની પર લગાવવું. ઓછામાં ઓછી 20 મિનિટ સુધી લગાવ્યા બાદ પાણી વડે સાફ કરી નાખવું.
🍅ટામેટાનો રસ- ટામેટાનો રસ કાઢી કાળી પડી ગયેલી સ્કીન પર લગાવામાં આવે તો કાળાશ સરળતાથી દૂર કરી શકાય છે. કેમ કે ટામેટાંમાં એન્ટી ઓક્સીડેન્ટ હોવાથી શરીરના કોઈપણ ભાગમાં ગંદકી જમા થઈ હોય તો આસાનીથી દૂર કરે છે. આ રસને નહાવા જાવ તેના અડધો એક કલાક પહેલા લગાવો, તે સમયે થોડો વખત ઘસવો, પછી ચોખ્ખા પાણીથી સાફ કરી નાખવો. આ પ્રયોગ અઠવાડિયામાં બે કે ત્રણ વાર જરૂર કરવો જોઈએ.
🍋લીંબુ અને મધ- કોણી અને ઘૂંટણ પર રહેલી કાળાશને દૂર કરવા માટે લીંબુ અને મધનું મિશ્રણ ઘસવું. જેથી કાળાશ ધીમેધીમે દૂર થઈ જશે, લીંબુ ક્લીંઝરનું કામ કરે છે. તેથી રોજ રાત્રે સૂતાં પહેલાં આ મિશ્રણ લગાવવું. અડધો કલાક બાદ તેને ધોઈ નાખવું. એક વાતનું ધ્યાન રાખવું કે સૂવાનો સમય હોય તેના અડધો કે કલાક પહેલા લગાવવું.
🥛સોડા અને દૂધ- વધારે પડતી કોણી કાળી પડી ગઈ હોય ત્યારે બેકિંગ સોડામાં થોડું દૂધ મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરવું, આ મિશ્રણમાં તમે એલોવેરા જેલ પણ એડ કરી શકો છો. જેનાથી ઝડપથી અસર થતી દેખાશે. આ મિશ્રણને મસાજ કરતાં હોય તે રીતે લગાવવું અને થોડી વાર સુકાવા દેવું પછી તેને ચોખ્ખા પાણીથી સાફ કરી નાખવું. અઠવાડિયામાં 3-4 વખત પ્રયોગ જરૂર કરવો.
🥥નારિયેળ તેલ- નારિયેળના તેલથી પણ કોણીની કાળાશ સાફ કરી શકાય છે. કેમ કે તેમાં વિટામિન-ઇનું પ્રમાણ સારું હોય છે. જે સ્કીનને સોફ્ટ બનાવવાનું કામ કરે છે. જો તેની માલિશ કરવામાં આવે તો સ્કીન પર ગંદકી જમા થતી નથી.
🍊સંતરાની છાલ- સંતરાની છાલનો પાઉડર લો, તેમાં ગુલાબજળ અને દૂધ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરવી. હવે તેને કોણી અને ગોઠણ પર લગાવો. થોડા દિવસ આ રીતે ઉપાય કરવાથી કોણી અને ગોઠણની કાળાશ દૂર થવા લાગશે.
🥒કાકડીનો રસ- કાકડીના રસથી કોણી, ઢીંચણ, એડી, અંડરઆર્મ્સની કાળાશ દૂર કરી શકાય છે. કાકડીના રસમાં થોડી હળદર મિક્સ કરી ગાઢ પેસ્ટ તૈયાર કરવી. હવે આ પેસ્ટને કાળી પડી ગયેલી સ્કીન પર લગાવવી, અડધો કલાક બાદ ધોઈ નાખવી. થોડા દિવસમાં કાળાશથી છુટકારો મળી જશે.
જો આ ઘરેલુ નુસખા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.