👉 બધા લોકોને પોતાનો ચહેરો એકદમ સુંદર રાખવો હોય છે. જેના માટે લોકો ઘણા કોસ્મેટિક પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરતાં હોય છે. પરંતુ અમુક લોકોના ચહેરા પર અનિચ્છિત રુવાંટી આવી જતી હોય છે. જેનાથી ચહેરાની સુંદરતા ખોરવાઇ જાય છે. તેના માટે લોકો અનેક પ્રયાસો પણ કરતાં હોય છે. જેમાં અમુક ક્રીમ અને વેક્સિંગ પણ કરતાં હોય છે છતાં ચહેરા પર રુવાંટી આવી જાય છે.
👉 આજે અમે તમારા માટે એક એવી ચમત્કારી ટિપ્સ લઈને આવ્યા છીએ જેનાથી ચહેરા પરના અણગમતા વાળને સરળતાથી દૂર કરી શકાશે. જેમાં ફટકડી એ બેસ્ટ ઉપાય છે. ફટકડીના પ્રયોગથી ચહેરા પરની રુવાંટી દૂર થઈ જશે અને ચહેરા પર અલગ નિખાર આવી જશે. આપણે સૌપ્રથમ ફટકડીના ફાયદા જાણીશું ત્યાર બાદ રુવાંટીને દૂર કરવા માટેનો પ્રયોગ જણાવીશું.
👉 ફટકડીથી થતા ફાયદા :- ફટકડી ઘણી જગ્યાએ કામ આવે છે. જેમાં શેવિંગ કર્યા બાદ ફટકડીને તેના પર ઘસવાથી બળતરાથી બચી શકાય છે. ઉપરાંત શરીરમાં કોઈ પણ જગ્યાએ લાગેલા ઘાં અથવા ચીરા પર હળવે હાથે ઘસવાથી ઘાવમાં રૂઝ આવી જાય છે. ઘણી વાર ઘા લાગ્યો હોય તેમાં લોહી બંધ ન થતું હોય ત્યારે ફટકડીના ઉપયોગથી લોહીને રોકી શકાય છે. ઉપરાંત ફટકડીના ઉપયોગથી ત્વચા પર પડેલા દાગને પણ દૂર કરી શકાય છે.
👉 ફટકડીના ફાયદા આપણાં આયુર્વેદમાં પણ લખેલા છે. તેથી પ્રાચીન કાળથી લોકો ફટકડીનો ઉપયોગ કરતાં આવ્યા છે. ફટકડીના પ્રયોગથી તમે ચહેરા પર રહેલી અણગમતી રુવાંટીને સરળતાથી દૂર કરી શકશો. ઉપરાંત ફટકડી ત્વચામાં જરા પણ નુકશાન કરતી નથી. ફટકડીને તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો. જેમાં તેનું પેસ્ટ કરી અથવા પાવડર કરી પણ તેનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે જાણીશું ફટકડીના પ્રયોગ દ્વારા ચહેરા પરની રુવાંટી કઈ રીતે દૂર કરી શકાય.
👉 રુવાંટીને દૂર કરવા માટે ફટકડીનો પ્રયોગ :-
👉 સામગ્રી :- અડધી ચમચી લીંબુનો રસ, 2 ચમચી ફટકડી પાવડર, 4 ચમચી ગુલાબ જળ, અડધી ચમચી હળદર,
👉 પેસ્ટ બનાવવાની રીત :- સૌપ્રથમ ફટકડીને લઈ અને તેનો ભૂકો કરી પાવડર તૈયાર કરીલો ત્યાર બાદ તેને એક બાઉલમાં નાખી દેવો હવે તેમાં લીંબુનો રસ, ગુલાબ જળ, હળદર મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લેવી.
👉 પેસ્ટને ઉપયોગ કરવાની રીત :- આ પેસ્ટને લગાવતા પહેલા ચહેરાને નોર્મલ પાણીથી સાફ કરી લેવું ત્યાર બાદ આ પેસ્ટને આખા ચહેરા પર લગાવી લેવી અને લગાવ્યા બાદ તેને 20 મિનિટ સુધી રહેવા દેવું. હવે ચહેરા પર આંગળિયો રાઉન્ડ શેઇપમાં ઘસવી અને ફટકડીના ફેસ પેકને આવી રીતે દૂર કરતાં જાઓ. આ પ્રયોગ કરવાથી ચહેરા પરના વાળના મૂળની પકડ ઢીલી થશે અને વાળ દૂર થતાં જશે.
👉 તમારા ચહેરા પર આ પ્રયોગ કરવાથી ફટકડીના કારણે ત્વચા સૂકી થઈ જાય છે. તેથી આ સમસ્યાને રોકવા માટે તમે પ્રયોગ કર્યા બાદ કોઈ ક્રીમ અથવા લોશન લગાવી શકો છો. જો તમારા ચહેરા પર રુવાંટી વધુ હોય તો તેને દૂર થતાં સમય લાગી શકે છે.
👉 આ ફટકડીના પ્રયોગને તમે અઠવાડિયામાં 2 વાર કરી શકો છો. જેથી ધીમે-ધીમે તમારા ચહેરા પર અણગમતા વાળ દૂર થઈ જશે. ઉપરાંત આ રુવાંટીને ફરી આવતા પણ અટકાવે છે. જેથી આ પ્રયોગ કરવાથી તમારી સુંદરતાને ઓછી કરતી રુવાંટીની સમસ્યા જડ-મૂળમાંથી દૂર થઈ જશે અને તમારી સુંદરતાને ચાર ચાંદ લાગી જશે.
જો આ વાસણ પરના સ્ટીકર દૂર કરવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.