આજકાલ અનિયમિત જીવનશૈલી અને ખોટું ખાવાપીવાના કારણે શરીર ખરાબ થાય છે. વધારે પડતું ફ્રેન્ડ સર્કલ જોડે બહાર ફરવા જવું, રાત્રે મોડા સુધી ઉજાગરા કરવા, હોટલોનું જમવાનું, ગમે તે સમયે નોકરીથી ઘરે આવવું, રાત્રે મોડા જમવું અથવા તો જમ્યા હોઈએ તે છતાં પણ બહારના નાસ્તા કરવા, નાઈટ પાર્ટીઓ કરવી જેવા ઘણા બધા કારણોને લીધે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. જેના કારણે તમને કોલેસ્ટ્રોલ, હાઈ બીપી, હાર્ટ એટેક, સ્ટ્રોક, હૃદયને લગતી બીમારીઓ થવા લાગતી હોય છે.
વધારે પડતી મેંદા વાળી વસ્તુ ખાવાથી નસમાં કોલેસ્ટ્રોલ જમા થવાનું શરૂ થઈ જતું હોય છે. જેના કારણે નસ દિવસેને દિવસે સંકુચિત થવા લાગે છે. નસ આપણા શરીરના દરેક અંગોમાં ઓક્સીજન પહોંચાડવાનું કામ કરે છે. જેનાથી બધા અંગો કામ કરે છે. પરંતુ જો તમારા શરીરની નસ ધીમેધીમે સંકુચિત થવા લાગે તો લોહીનું સર્ક્યુલેશન પણ ઓછું થવા લાગે છે જેની અસર સીધી હૃદય પર પડે છે અંતે હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ વગેરે જેવી નાની મોટી બીમારી શરીરમાં થવા લાગે છે.
નસમાં કોલેસ્ટ્રોલ જમા થાય તેને આપણે નસ બ્લોક થઈ ગઈ કહીએ છીએ જેને ડૉક્ટર એથેરોસ્કલેરોસીસ કહે છે. ઘણાં લોકોને નસ બ્લોક થઈ જાય તો ઓપરેશન કરી સ્ટેન્ડ મૂકવું પડતું હોય છે. તેવું પણ જાણવા મળતું હોય છે. કોઈપણ વ્યક્તિ હોય પોતાના શરીરનું ધ્યાન જાતે જ રાખવાનું હોય છે. નસ બ્લોક ન થાય તે માટે કેટલાક ઘરેલુ ઉપચાર કરી શકો છો. તેમાં તમારે કોઈ વધારાનો ખર્ચ કરવાનો નહીં રહે અને સરળતાથી શરીરમાં જમા થયેલી ચરબી ઓગળી જશે. આપણા ઘરમાં ઘણી બધી એવી વસ્તુ એવી હોય છે જેને આપણે નકામી કે બેસ્વાદ સમજતા હોઈએ છીએ, પરંતુ તે ઔષધીનું કામ કરે છે. જેનાથી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું નથી. તમે ઘણી બીમારીથી બચી શકો છો.
- અળસીના બી-
આરોગ્ય માટે વરદાન રૂપ છે અળસી. અળસીના બીજને flax seeds પણ કહેવામાં આવે છે. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અળસી. નિયમિત તમે અળસીના બીજ ખાશો તો હૃદય સંબંધિત બીમારીથી દૂર રહી શકશો. કારણ કે તે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે. એ ઉપરાંત પણ વાળ, ત્વચા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે. તેથી જ અળસીના બીજને વરદાન રૂપ માનવામાં આવે છે.
અળસીના બીજમાં ઓમેગા-3 ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે. બીજા પણ ઘણાં પોષક તત્વો જેમ કે આર્યન, પોટેશિયન, ફોસ્ફરસ, કેલ્શિયમ, સોડિયમ તમને અળસીમાંથી મળશે. જેથી તમે દરરોજ તેનું સેવન કરશો તો નસમાં જમા થતું કોલેસ્ટ્રોલ ઘટાડી શકશો સાથે અન્ય બીમારીથી પણ બચી શકશો.
- ખાટા ફળ-
શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડવા માટે ખાટા ફળો દવાનું કામ કરે છે. આપણા શરીરમાં બે પ્રકારનું કોલેસ્ટ્રોલ હોય છે. જેમાંથી તે સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે. શિયાળાની ઋતુમાં વિવિધ પ્રકારના ખાટા ફળો આવતા હોય છે. સંતરા, દ્રાક્ષ, અને લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન-સી હોય છે. જે વજન તો ઓછું કરે જ છે સાથે સાથે ઘણા ઓછા લોકો જાણે છે કે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં કરવામાં ફાયદો કરે છે. દ્રાક્ષમાં રહેલ ફાઈબર અને એન્ટીઓક્સિડેન્ટ કોલેસ્ટ્રોલને સારી રીતે નિયંત્રણમાં લાવી શકે છે.
એવું જ એક ફળ છે એવોકાડો જેને મોનોઅનસેચ્યુરેડેટ ચરબી અને ફાઈબરનો ભરપૂર સ્ત્રોત માનવામાં આવે છે. આ ફળ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારું કોલેસ્ટ્રોલ શરીરમાં વધારે છે. જેના કારણે તમારા શરીરમાં એથેરોસ્કરોસીસનું જોખમ ઓછું કરે છે.
- બદામ અને પિસ્તા-
ઘણા લોકો એવું માને છે કે ડ્રાય ફ્રૂટ્સ એટલે ચરબી શરીરમાં જમા કરવાનો ભંડાર. પણ તે માન્યતા ખોટી છે. કેટલાક ડ્રાયફ્રૂટ્સમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન-ઈ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે આરોગ્ય માટે ખૂબ જ સારા છે. કેમ કે તેમાં હેલ્ધી ફેટી એસિડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં આપણને મદદરૂપ થાય છે. બદામ અને પિસ્તા બંનેમાં ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરી સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.
જેને વજન વધી જવાનો ભય લાગતો હોય તેવા બદામનું સેવન કરતા નથી. તો ચિંતામુક્ત થઈને તેવા લોકો બદામ ખાઈ શકે છે. જે શરીરમાં ઊર્જા વધારશે સાથે તંદુરસ્ત બનાવશે. એક વાતનું ખાસ ધ્યાન રાખવું જેને હૃદયને લગતી ગંભીર બીમારી હોય તેમણે ડૉક્ટરની સલાહ લઈને બદામનું સેવન કરવું જોઈએ.
- માછલી-
માછલી જે લોકો માંસાહારી છે તેમના માટે એક પૌષ્ટિક ખોરાક છે. માછલીમાંથી ભરપૂર પ્રમાણમાં પોષકતત્ત્વો મળી રહે છે. પ્રાચીન કાળથી માછલીને માંસાહારી લોકો પોષણનો એક ભાગ માને છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આર્યન, જસત, આયોડિન, પોટેશિયમ જેવા ખનિજો તેમાંથી મળી રહે છે.
તે ઉપરાંત ઓમેગા-3 ફેટી એસિડ્સ નામનો સ્ત્રોત માછલીમાં હોય છે. જેથી તેને તંદુરસ્ત ખોરાક માનવામાં આવે છે, જે ખાસ કરીને હૃદય માટે સારું છે. માંસાહારી લોકો માછલીનું રોજ સેવન કરે તો તેને હૃદયરોગનો હુમલો આવવાનું જોખમ ઓછું રહે છે. બીજી પણ અનેક રીતે ફાયદાકારક છે જેમ કે, આંખની દ્રષ્ટિ સારી કરે છે, અસ્થમાનું જોખમ ઘટાડે છે. મગજનું આરોગ્ય સુધારે છે, રોગપ્રતિકારક શક્તિ જાળવવામાં પણ મદદ કરે છે. આ રીતે માછલી ખાવાથી બીજા અનેક સ્વાસ્થ્યને લગતા લાભ થાય છે.
- ડુંગળી અને લસણ-
ઘણા લોકો લસણ અને ડુંગળી તેમાં રહેલી સુગંધના કારણ ખાતા નથી હોતો. અથવા કોઈ નિયમના કારણે ખાતા નથી. પરંતુ લસણ અને ડુંગળી કોલેસ્ટ્રોલ ઓછું કરી શકે છે. લસણમાં રહેલું મેન્ગેનીઝ ખનીજ જે શરીરમાં નુકશાનકારક એલડીએલ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. અને એચડીએલનું પ્રમાણ વધારે છે. ખોરાકમાં જો તમે નિયમિત લસણનું સેવન કરો તો લોહીનું પરિભ્રમણ સુધરશે જેના કારણે હૃદયને લગતી બીમારીથી દૂર રહી શકશો.
ડુંગળી મોટાભાગના લોકો ખાતા હોય છે. કેટલાકને કાચી ખાવી ગમતી હોય છે. ઘણા કાચી ડુંગળી મોંઢામાંથી દુર્ગંધ આવતી હોવાના કારણે ખાતા નથી. પણ તેનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય તો લકવો અથવા હાર્ટ એટેકનું જોખમ વધી જતું હોય છે. તમને ડુંગળીમાંથી મળતું ફાઈબર શરીરમાં કોલેસ્ટ્રોલની માત્રાને નિયંત્રણમાં રાખે છે. જેના કારણે હૃદયને લગતી કોઈ પણ બીમારીથી તમે બચી શકો છો. એ ઉપરાંત ડુંગળી ઈમ્યૂનિટી વધારે છે, પાચનતંત્ર પણ સારું કરે છે.
- ટામેટાં-
ટામેટાં વગર ભારતીય રસોઈ અધૂરી માનવામાં આવે છે. શાકભાજીમાં તેની ભૂમિકા મહત્ત્વની છે. ટામેટાંનો ઉપયોગ રસોડામાં અન્ય શાકભાજી કરતાં વધુ થતો હોય છે. જો ઘરમાં ટામેટાં ન હોય તો જાણે કંઈ શાક નથી એવું લાગવા લાગે છે. ટામેટાંનું સેવન આપણે સૂપ, સલાડ, શાક, ચટણી એમ અલગ-અલગ રીતે કરી શકીએ છીએ.
સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ટામેટાંમાં કાર્ડિયો પ્રોટેક્ટિવ ગુણ હોય છે. સાથે લાઈકોપીન, બીટા કેરોટીન, પોટેશિયમ, વિટામીન-સી, ફ્લેવોનોઈડ જેવા ભરપૂર તત્ત્વો હોય છે. જેના કારણે ટામેટાં કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશરને રોકવામાં મદદરૂપ થાય છે. જો કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહેશે તો હૃદયને લગતી કોઈ પણ બીમારી થશે નહીં.
- ફણસી-
ગ્રીન બીન્સ જેને ગુજરાતીમાં આપણે ફણસી કહીએ છીએ. પંજાબી સબ્જી તેમજ સૂપ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ફણસીમાં પૌષ્ટિક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં એન્ટીઓક્સિડેન્ટ, વિટામિન-એ અને બી પણ સારી માત્રામાં જોવા મળે છે. તે સિવાય તેમાં મિનરલ્સ, જેવા કે આયર્ન, પોટેશિયમ, કોપર, બીટા કેરોટિન તેમજ પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે.
જેના કારણે તમારા શરીરમાં રહેલા કોલેસ્ટ્રોલને કંટ્રોલને કરે છે. જેનાથી ધમનીઓ બંધ થવાનો ભય ઓછો રહે છે. અને ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. આ રીતે તમે હૃદય રોગની બીમારીને અટકાવી શકો છો.
આર્યુર્વેદમાં જણાવ્યા પ્રમાણે તમે નિયમિત યોગ કરશો અને શરીરને અનુરૂપ કસરત કરશો તો પણ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં લાવી શકશો. સવારના સમયે તમે મોર્નિંગ વોક પર પણ જઈ શકો છો. ઓટ્સમાં પણ ભરપૂર વિટામિન, મિનરલ્સ હોવાથી તમે તેને પણ સવારના નાસ્તામાં સામેલ કરી શકો. જેથી રોજ સવારનો હેવી બ્રેકફાસ્ટ ન લેતા હલકો ફૂલકો નાસ્તો લેવાનું રાખો.
આ રીતે ઘણા બધા ઘરેલું ઉપાય કરીને તમે શરીર પર વધતી વધારાની ચરબીને ઓગાળી શકો અને કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમં રાખી શકો છો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.