💁 દરેક સ્ત્રીને શોખ હોય છે કે પોતાના વાળ લાંબા હોય. પોતાના વાળને લાંબા બનાવવા માટે તે પોતાનાથી બનતા તમામ પ્રયત્ન પણ કરતી જ હોય છે. શું તમને એ વાતની ખબર છે કે વાળના વિકાસ માટે સૌથી જરૂરી શું છે ? હેલ્ધી ડાયટ અને વાળની ખાસ કાળજી જો આ બંને વાત પર ધ્યાન અપાય તો વાળ લાંબા થાય છે.
💁 બને ત્યાં સુધી તમે તમારા વાળને કેમિકલથી બચાવો, જેથી તમારા વાળનો ગ્રોથ સારો રહે. જો તમે કેટલીક પ્રાકૃતિક વસ્તુઓ વાપરીને વાળની કાળજી લેશો તો વાળનો વિકાસ સારો થશે. તો ચાલો જોઈએ તે વસ્તુ કઈ છે અને તેનો ઉપયોગ વાળમાં કેવી રીતે કરવો.
🍋( 1 ) લીંબુનો રસ : જ્યારે તમે વાળ માટે લીંબુનો પ્રયોગ કરો તો એક વાતનું ધ્યાન અવશ્ય રાખવું કે લીંબુનો રસ સીધો જ ઉપયોગમાં કયારેય પણ ના લેવો. લીંબુના પ્રયોગમાં તમારે લીંબુના રસને સાદા પાણીમાં મિક્સ કરીને પછી જ વાળમાં લગાવવો. લીંબુમાં જે વિટામિન- સી અને આયર્નના ગુણ છે તેના કારણે વાળને પોષણ મળે છે.
🍋આ પ્રયોગમાં તમારે 100 મિલી પાણીમાં 2 લીંબુનો રસ મીક્ષ કરીને જ્યારે તમારા વાળ ધોયેલાં હોય તે દિવસે વાળ ધોયા બાદ થોડા થોડા કોરા કરીને તે વાળમાં આ લીંબુ મિક્સ પાણી વાળમાં એવી રીતે લગાવીદો કે વાળ સંપૂર્ણ તેના વડે પલળી જાય. આ મુજબ તમારે અઠવાડિયામાં 2 થી 3 વાર કરવાનું છે.
🍋ફાયદા : જેનાથી વાળની મજબૂતાઈ વધે છે, તેના ગ્રોથમાં પણ ઘણો જ વધારો થાય છે. જે લોકોને ખૂબ જ પાંખા વાળ છે તેઓને પણ વાળ ઊગવા લાગશે. સાથે જો તમારે ડેન્ડ્રફ જેવી સમસ્યા સતાવે છે તો તેમાંથી પણ મુક્તિ મળી જશે.
🥥( 2 ) એલોવેરા જેલ અને નાળિયેર તેલ : આ પ્રયોગમાં તમારે સૌ પ્રથમ એક પેનમાં 1 ટેબલસ્પૂન નાળિયેર તેલ લેવું અને તેમાં 1 મુઠ્ઠી મીઠા લીમડાના પાન ઉમેરો અને તેને ગરમ કરો. જ્યારે આ પાન બળવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો અને તેલ ઠંડુ થાય પછી તેને ગાળી લો.
lam
🥥હવે એક બાઉલમાં 2 ટેબલસ્પૂન એલોવેરા જેલ લો અને તેમાં આ તેલ મિક્સ કરો. આ મિશ્રણને વાળના મૂળથી લઈને છેડા સુધી લગાવો. આને તમારે આખી રાત વાળમાં રહેવા દેવાનું છે. ત્યારબાદ સવારે વાળને શેમ્પૂથી ધોઈ નાખવાનું છે. આ પ્રયોગ તમારે ઓછામાં ઓછા અઠવાડિયામાં 2 વાર કરવો.
🥥ફાયદા : આ ઉપાય એકદમ પ્રાકૃતિક છે. તે કરવાથી તમારા વાળ એકદમ મુલાયમ તો બનશે જ સાથે તેની લંબાઈ પણ ખૂબ જ વધશે.
🌾( 3 ) ચોખાનું પાણી : ચોખાના પાણીનો જે પ્રયોગ અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ તે કોઈ સામાન્ય નથી. આ પ્રયોગ માટે એવું સાંભળ્યું છે કે ચીનનો એક પ્રાંત છે કે ત્યાંની મહિલાઓ ચોખાના પાણીથી પોતાના વાળ ધોવે છે. અને તે પ્રાંતની મેક્સિમમ લેડિસના વાળ ઘૂટણ સુધીના છે. એક બીજી ખાસ વાત કે આ વાત માટે આ પ્રાંતનું નામ ગિનસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.
🌾ચોખા પર ઘણા રિસર્ચ થયેલા છે. ચોખામાં એમીનો એસિડ ભરપૂર સમાયેલ છે. જેના કારણે વાળ મજબૂત અને લાંબા પણ થાય છે. ચોખાના પાણીનો બે રીતે ઉપયોગ કરી શકાય છે. આમાંથી કોઈ પણ પ્રયોગ કરો એટલે શ્રેષ્ઠ જ પરિણામ મળશે.
🌾ચોખાને આખી રાત પલાળીને પછી તે પાણી વડે વાળ ધોવા અથવા તો રાંધેલા ભાતનું જે ઓસામણ નીકળે તેના વડે પણ વાળ ધીવામાં આવે તો વાળને સારો એવો સ્ટાર્ચ મળી શકે છે.
🌾ફાયદા : વાળ લાંબા, મજબૂત તો થશે જ અને તેની સાથે જો તમારા વાળ બે મુખા હશે તો તે પણ ઠીક થઈ જશે. ગ્રોથમાં પણ ખાસ્સો એવો ફાયદો જણાશે.
જો આ વાળ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.