🪳દોસ્તો, દરેક ઘરમાં મહિલાઓ પોતાના રસોડાને લઈને ખૂબ જ સજાગ હોય છે તે પોતાના રસોડાને ખૂબ જ ચીવટથી સાફ-સુફ રાખતી હોય છે. મહિલાઓ પોતાના પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત હોય છે. આ વંદાઓ પોતાના દેખાવથી તો ખરાબ છે જ પરંતુ તેના કારણે બીમારીઓ પણ ફેલાય છે.
🪳મહિલાઓ તેને પોતાનો દુશ્મન સમજે છે તેને દૂર કરવાના કોઈ પણ ઉપાય કરવા તે હંમેશા તૈયાર જ હોય છે. પરંતુ અમુક ઉપાય કરવાથી નુકશાન આપણને પણ થઈ શકે છે. તો આજે અમે એક એવો ઉપાય લઈને આવ્યા છીએ કે જેનાથી તમને કોઈ નુકશાન નહીં થાય અને વંદાઓનો ખાતમો થઈ જશે.
🪳વંદાઓ દરેક ઘરમાં રસોડામાં કે વોશરૂમમાં જોવા મળે છે તેને લઈને લોકો ખૂબ જ પરેશાન રહે છે તેને દૂર કરવા માટે બજારમાં અનેક એવા કેમિકલયુક્ત સ્પ્રે મળી રહે છે, જે પોતાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી સાબિત થાય છે. પરંતુ અમે તમને જે ટિપ્સ આપવા જઈએ છીએ તે માત્ર વંદાઓને જ ખતમ કરે છે આપણને તેનું કોઈ જ નુકશાન થતું નથી. તેથી આ ઉપાય તમે અપનાવીને પોતાના પરિવારને બિમારીઓથી બચાવી શકો છો.
🪳જો તમે તમારા રસોડાને કાયમ માટે વંદાથી મુક્ત બનાવવા માંગતા હોય તો આ એક એવી ઘરેલુ ટિપ્સ છે કે જેનાથી તમે ઘરમાં જ એક એવો ઈલાજ કરી શકો કે તેનાથી વંદાઓ હંમેશ માટે ગાયબ થઇ જશે. તે ટિપ્સમાં જોઈતી તમામ સામગ્રી પણ તમને તમારા ઘરમાં જ તમને મળી જાશે માત્ર એક બોરિક પાઉડર જ તમારે બજારમાંથી ખરીદવો પડશે અને તે પણ તમને કોઈ પણ કરિયાણાના વેપારીની દુકાનેથી ખૂબ જ આસાનીથી મળી જશે.
🪳વંદાને મારવા માટેની ગોળીની જરૂરી સામગ્રી : બોરિક પાઉડર 25 ગ્રામ, દૂધ જોઈતા પ્રમાણમાં, ખાંડ 1 થી 2 ચમચી, 25 ગ્રામ ઘઉંનો લોટ.
🪳ગોળીઓ તૈયાર કરવા માટેની પધ્ધતિ : આ ટિપ્સ માટે સૌથી પહેલા ઘઉંનો લોટ અને બોરિક પાઉડરને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં દળેલી ખાંડ ને મિક્સ કરો. બાદ તેમાં જોઈતા પ્રમાણમાં દૂધ ઉમેરીને લોટ બાંધીએ તેવી કણક તૈયાર કરો. હવે એ કણકમાંથી નાની-નાની ગોળીઓ તૈયાર કરો. હવે તૈયાર કરેલી ગોળીઓને જ્યાં પણ વંદાઓનું આવન-જાવન વિશેષ રહેતું હોય તેવી જગ્યા પર ખૂણાઓમા રાખી દો.
🪳ગોળીઓ મૂક્યા બાદ માત્ર બે જ દિવસમાં ઘરના તમામ વંદાઓ ગાયબ થયેલા જોવા મળશે. જો તમે હમેશા વંદાઓથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો આ પ્રયોગ તમારે દર મહિને 1 વાર અવશ્ય કરવો. જો આ મુજબ તમે નિયમિત કરશો તો તમારા ઘરમાં ક્યારેય પણ વંદાઓ જોવા નહિ મળે.
🪳લોટ, બોરિક પાઉડર, ખાંડ અને દૂધ જ આમા કેમ ઉપયોગમાં લેવાય છે : વંદાઓના ત્રાસથી બચવા માટે આપણે કોઈ પણ ઉપાય કરીએ જ કેમ કે તે આપણને બીમારીઓ તરફ લઈ જાય છે તેથી તેને મારવા કે ભગાડવા માટે આપણે કોઈ પણ આઇડિયા કરીએ. આપણે જોયું કે આ રેસિપીમાં આપણે બોરીક પાઉડર, ખાંડ, દૂધ અને લોટ જેવી ચીજોને મિક્સ કરી તેનું શું કારણ એવો વિચાર આવે તો તેનું કારણ છે તે ચીજોના મિશ્રણથી એક ઝેર બને છે અને તેને જ્યારે વંદાઓ ખાય ત્યારે તેનું મૃત્યુ નિશ્ચિત છે.
🪳જ્યારે વંદો તે ગોળીને ખાશે કે થોડી જ મિનિટોમાં તેનું શરીર તેની અસર દેખાડવાનું શરૂ કરશે અને તે પોતાનો જીવ બચાવવા માટે ભાગશે અને તમને વંદાઓથી મુક્તિ મળી જશે.
જો આ વંદા ભાગવવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.