👉હાલના સમયમાં ઘણી મહિલાઓ તેના વધારે વજનને લઈ પરેશાન છે. કારણ કે તેમની સુંદરતામાં નડતરરૂપ બને છે. વજન ઘટાડવા માટે ઘણા નુસ્ખા અને ડાયટિંગ ફોલો કર્યું તેમ છતાં પૂરતો સંતોષ નથી મળતો હોતો. વજન વધવાથી શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થવા લાગતી હોય છે.
👉મોટાભાગની મહિલાઓ અત્યારે ઘર-પરિવારની જવાબદારી સાથે જોબ કરતી હોવાથી, પોતાના શરીર પર ધ્યાન આપી શકતી નથી. જો તે રોજિંદા જીવનમાં કેટલાક ફેરફાર કરે તો વજન સરળતાથી ઘટાડી શકાય છે. તેના માટે તમારે ઘરની બહાર જવાની પણ જરૂર નથી. એરોબિક એક્સરસાઈઝ કરીને તમે ઘરમાં રહીને કરી શકો છો. અથવા ગાર્ડન, જિમ કે ખુલ્લી જગ્યા પર પણ કરી શકાય છે. આ એક્સરસાઈઝથી ઝડપથી કેલરી બર્ન થતી હોય છે. આ એર ઇન્ડોર એક્સરસાઈઝ છે. સાયકલીંગ, પીટી, જોગિંગ, રસ્સી કુદ વગેરે પણ કરી શકો છો.
🚶♀️ચાલવું- રોજ સવારે વહેલા ઉઠીને તમારે નિયમિત ચાલવું જોઈએ. તેના માટે એક નિયમ બનાવો નિયમિત પાર્ક, રોડ, ગ્રાઉન્ડ, કે ઘરની અગાસી પર અથવા કોઈપણ ખુલ્લી જગ્યા હોય ત્યાં વોક કરવું જોઈએ. એક્સરસાઈઝને અનુરૂપ કપડાં અને શૂઝ પહેરી ચાલવું. જેથી પગમાં કે એડીમાં દુખાવો ન થાય.
🏃♀️જોગીંગ- જોગિંગમાં સ્પીડ વોકિંગ કરતાં થોડી વધારે હોય છે. આ એક હાર્ડ કાર્ડિયો એક્ટીવિટી છે. જે એરોબિક એક્સરસાઈઝનો એક પ્રકાર છે. જો તમે જોગિંગ કરશો તો વોકિંગ કરતાં પણ વધારે કેલરી બર્ન થશે. આ એક્સરસાઈઝ કર્યા બાદ તમારું માઈન્ડ વધારે એક્ટિવ થઈ જશે. આ એક્સરસાઈઝ તમે ઘરમાં કરી શકો છો.
🚴♀️સાયકલિંગ- પહેલા નાના હતા ત્યારે સ્કૂલમાં સાયકલ ચલાવી જતાં તે સમયે શરીર એકદમ ફિટ રહેતું હતું. હવે ફરી શરીર ઘટાડવા માટે સાયકલિંગ કરી શકો છો. આ એક્સરસાઈઝ ગમે તે ઉંમરના લોકો કરી શકે છે. જો તમે ઇન્ડોર સાયકલિંગ અથવા સ્પીન ક્લાસ કરો તો, સામાન્ય માણસ પણ 1,150 કેલેરી પ્રતિ કલાકે ઓછી કરી શકે છે.
💃ડાન્સિગ- આ એરોબિક એક્સરસાઈઝ બેસ્ટ છે. ડાન્સ કરવાથી શરીરમાં પરસેવો સારો એવો છૂટે છે. અને સાથે કેલરી પણ બર્ન થાય છે. વજન ઝડપથી ઓછું કરવાનો આ સારો ઉપાય છે. જો તમને સારો ડાન્સ આવડતો હોય તો ઘરમાં સમય મળે કે તમારી પસંદનું મ્યુઝિક સ્ટાટ કરી ડાન્સ કરી શકો છો.
👉જંપિંગ જેક- ઘણા લોકોને આ એક્સરસાઈઝ વધારે ગમતી હોય છે. આ એક્સરસાઈઝ તમે ગમે તે જગ્યા પર ગમે ત્યારે કરી શકો. ઘર, ગાર્ડન, આંગણામાં કે બાલ્કનીમાં. આમાં માત્ર કુદવાનું હોય છે. તેનાથી ખૂબ ઓછા સમયમાં હાર્ટ રેટ સરળ રીતે વધારી શકાય છે. તેનાથી તમારું વજન તો ઘટશે સાથે બોડી પણ ફિટ રહેશે.
🪜સીડી ચડવી- અત્યારે મોટાભાગના લોકો લીફ્ટનો ઉપયોગ કરતાં થઈ ગયા છે. પહેલો માળ તો પણ લિફ્ટમાં નીચે ઉતરતાં હોય છે. તેના બદલે દાદરો ચડવાનું-ઉતરવાનું રાખશો તો બોડીની સાથે ઝડપથી કેલરી બર્ન થશે. નિયમિત આ પ્રકારે કરવાથી આળસ દૂર થઈ શરીરની વધારાની ચરબી ઘટવા લાગશે. તમને જણાવીએ કે સીડી ચડવાથી વોકિંગ કરો તેના કરતાં પણ વધારે મસલ્સનો ઉપયોગ થાય છે.
👉ખાસ એક વાતનું ધ્યાન રાખવું કે જો તમને ઘૂંટણની તકલીફ હોય તો આ એક્સરસાઈઝ ન કરવી, કેમ કે ચડતી વખતે બધું વજન ઘૂંટણ પર આવે છે. આ એક્સરસાઈઝ સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે. જેમને બહાર જવાનો સમય ન હોય તો તે ઘરમાં રહીને પણ આ ઉપાય કરે તો વજન ઘટશે.
જો આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.