👉 આજના આધુનિક યુગમાં ઉધોગોની સંખ્યા વધારે થઈ ગઈ છે ઉપરાંત વાહનોના ધુંમાડાથી આપણાં શરીર પર ઘણી અસર થાય છે. ઉપરાંત માણસોની ખરાબ લાઈફ સ્ટાઈલને કારણે પણ શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે. જેના કારણે નાની ઉમરમાં સ્કીનમાં કરચલી થઈ જવી અને ઓછી ઉમર હોવા છતાં વૃદ્ધત્વ દેખાવા લાગે છે.
👉 આ સમસ્યાઓથી બચવા માટે લોકો અનેક બ્યુટી પ્રોડક્ટ્સનો પ્રયોગ કરતાં હોય છે. પરંતુ ઘણી વાર આવી પ્રોડક્ટ્સમાં કેમિકલ્સનો પ્રયોગ થયેલો હૉય છે તેથી તે સ્કીનમાં ફાયદો કરવાને બદલે નુકશાન વધુ કરે છે.
👉 ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે આયુર્વેદમાં ઘણા ઉપાયો જણાવ્યા છે. જે ત્વચાને જરા પણ નુકશાન કર્યા વગર તેના બધા પ્રોબ્લેમ્સને જડ-મૂળમાંથી દૂર કરે છે. જેથી આજે અમે તમારા માટે એવા આયુર્વેદિક ઉપાય લઈને આવ્યા છીએ જે તમારી ત્વચામાં કરચલી થવાની સમસ્યાનો રામબાણ ઈલાજ છે. તો હવે આ ઉપાયને વિગત વાર જાણીશું.
👉 સ્કીન માટેનો પ્રયોગ 1 :- સામગ્રી :- 1) 2 ચમચી ચણાનો લોટ, 2) 1.5 ચમચી હળદર, 3) 1 ચમચી ગુલાબ જળ
👉 પ્રોસેસ :- સૌપ્રથમ એક પાત્રમાં 2 ચમચી ચણાનો લોટ લેવો ત્યાર બાદ તેમાં 1.5 ચમચી હળદર ઉમેરવી હવે બંનેને એક બીજામાં ભળી જાય તેમ હલાવવું ત્યારબાદ તેમાં 1.5 ચમચી ગુલાબ જળ ઉમેરવું. આ બધુ સરખી રીતે મિક્સ કરશો એટલે તેનું પેસ્ટ બની જશે.
👉 ફેસ પર લગાવવાની રીત :- હવે આ પેસ્ટને તમારા ચહેરા પર હળવે હાથે લગાવવું, આખા ચહેરા પર લગવ્યા બાદ તેને 20 મિનિટ સુધી સુકાવા દેવું ત્યાર બાદ હર્બલ ફેસ વોશ વડે ચહેરો સાફ કરી લેવો. આ પ્રયોગ અઠવાડિયામાં 2 વાર કરવાથી તમારો ચહેરો એકદમ ચમક્વા લાગશે અને ચહેરા પરની કરચલી પણ દૂર થઈ જશે.
👉 સ્કીન માટેનો પ્રયોગ 2 :- સામગ્રી :- 1) 2 ચમચી એલોવેરા જેલ, 2) 2 વિટામિન E કેપ્સ્યુલ, 3) 7-8 લીમડાના પર્ણ
👉 પ્રોસેસ :- આ પ્રયોગ કરવા માટે તમારે સૌપ્રથમ એક પાત્રમાં એલોવેર જેલ લેવું જોશે. ત્યાર બાદ લીમડાના 7-8 પર્ણ લેવા અને તેને સરખી રીતે વાટી લેવા અને તેનું પેસ્ટ બનાવી લેવું. આ લીમડાના વાટેલાં પર્ણથી બનેલા પેસ્ટને તમારે એલોવેરા જેલની અંદર મિક્સ કરી દેવું, ત્યાર બાદ તમારે આ મિશ્રણમાં 2 વિટામિન E ની કેપ્સ્યુલ લેવી અને તેમાં કેપ્સ્યુલ ખોલીને એડ કરી દેવી આ બધુ સરખી રીતે મિક્સ કરી લેવું.
👉 ફેસ પર લગાવવાની રીત :- આ મિશ્રણને ફેસ પર લગાવતા પહેલા તમારે ચોખ્ખા પાણીથી ફેસ સાફ કરી લેવું ત્યાર બાદ આ પેસ્ટને ફેસ પર આંગળિયો વડે હળવો ભાર આપી રાઉન્ડ શેઇપમાં લગાવવાનું રહેશે.( સ્કબિંગ કરીએ એવી રીતે ) તેથી સ્કીનના અંદરના ભાગમાં આ પેસ્ટના ગૂણધર્મો પહોંચી શકે.
👉 ફેસ પર આ પેસ્ટ લગાવ્યા બાદ તેને 15-20 મિનિટ સુધી સુકાવા દેવું તેથી એલોવેરા, વિટામિન E અને લીમડાના ગુણકારી તત્વો ચામડીમાં અંદર ઉતરીને તેના ડેડ સેલ્સને હટાવે છે અને ચામડીને પોષણ પૂરું પાડે છે. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં 2 અથવા 3 વાર કરવો.
👉 ઉપર જણાવેલ સ્કીન માટેના આયુર્વેદિક ઊપાયોને કરવાથી તમારી સ્કીન એકદમ ચમક્વા લાગશે ઉપરાંત તેમાં રહેલી કરચલી દૂર થઈ અને તમે યુવાન દેખાવા લાગશો અર્થાત ઉમર વધવાની અસર તમારા ફેસની ચામડી પર નહીં પડે.
જો સ્કીન પર પડેલી કરચલી વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.