💁♀️ આજ-કાલ એવા-એવા રોગો મનુષ્યોને થાય છે કે, જેનો ઈલાજ શક્ય ન હોય જેના લીધે મનુષ્યની મૃત્યુ થઈ જાય છે. જેથી લોકો એવી ઔષધિની શોધમાં હોય છે. જેના સેવનથી અનેક રોગો શરીરમાં આવતા તે રોકી શકે અને શરીરને રક્ષણ આપશે.
💁♀️ મિત્રો અમે વાત કરી રહ્યા છીએ મહુવા નામની ઔષધિની. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે. આપણા આયુર્વેદમાં પણ મહુવાના ઘણા ફાયદાઓ દર્શાવામાં આવ્યા છે. આ ઔષધિની અંદર આયર્ન, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફેટ, કેલ્શિયમ જેવા અમૂલ્ય પોષક તત્વો રહેલા હોય છે. જે આપણા શરીરને ઘણો ફાયદો કરે છે. આજે આપણે જાણીશું કે, આ ઔષધિને દૂધમાં નાખી અને તેનું સેવન કરવામાં આવે તો શરીરમાં કયા-કયા ફાયદાઓ થાય છે.
💁♀️ મહુવાને દૂધની સાથે સેવન કરવાની રીત અને તેના ફાયદાઓ :-
👉 પેટની સમસ્યાઓ દૂર કરે છે :- ઘણા લોકોને પેટ સબંધિત સમસ્યાઓ વધારે હોય છે. જે અનેકો ઉપાય અને દવાઓ લેવા છતાં આ સમસ્યાથી છુટકારો મેળવી શકતા નથી. તેમના માટે મહુવા અને દૂધ સૌથી બેસ્ટ ઔષધિ છે. આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ એક ગ્લાસ દૂધ લેવું અને તેને ગરમ કરવું. હવે તેમાં તમારે 4 ગ્રામ મહુવાની છાલના ચૂર્ણને નાખી સરખી રીતે હલાવી લેવું. ત્યાર બાદ દૂધને સરખી રીતે ઉકળવા દેવું. આ મિશ્રણ તૈયાર થઈ ગયા બાદ તેનું સેવન કરવું જેનાથી પેટની સમસ્યા ગાયબ થઈ જશે.
👉 શરીર સ્ફૂર્તિલુ રહે છે :- ઘણા લોકોને એવી શિકાયત હોય છે કે, શરીરમાં રોગ ન હવો છતાં શરીરમાં શક્તિ ન હોય એવું લાગે અર્થાત શરીરમાં સ્ફૂર્તિ ન હોય એવું લાગતું હોય છે. આ સમસ્યાને પણ મહુવા અને દૂધનો પ્રયોગ દૂર કરે છે. આ ઉપાય કરવા માટે તમારે 40-50 ગ્રામ મહુવા લેવા અને તેને 1 ગ્લાસ દૂધમાં નાખી સરખી રીતે ઉકાળી લેવું. ત્યાર બાદ આ દૂધનું સેવન કરવાથી તમારા શરીરમાં સ્ફૂર્તિ આવી જશે.
👉 મહિલાઓને પિરિયડ્સ સમયે થતી સમસ્યાઓ દૂર કરે છે :- અમુક મહિલાઓને માસિક સમયે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેનાથી તેઓ ખૂબ પરેશાન હોય છે. આ સમસ્યાઓને પણ મહુવા અને દૂધ દૂર કરે છે. જેમાં અનિયમિત માસિક વધારે દુખાવો થવો જેવી સમસ્યાઓને દૂર કરવા માટેનો અકસીર ઈલાજ છે. આ ઉપાય કરવા માટે સૌપ્રથમ મહુવાના ફૂલને દૂધમાં નાખી અને તેને ઉકાળી લેવું. ત્યાર બાદ આ દૂધનું સેવન કરવાથી માસિક સમયની સમસ્યાઓમાંથી છુટકારો મળી જશે.
👉 ચામડીની સમસ્યાઓ દૂર કરે છે :- શરીરમાં ચામડીને લગતી સમસ્યા થાય એટલે તે ખૂબ પરેશાની ઊભી કરે છે. આ સમસ્યાથી બચવા માટેનો બેસ્ટ ઉપાય મહુવા અને દૂધ છે. જે ચામડીની સમસ્યા જડ-મૂળથી દૂર કરી નાખે છે. આ ઉપાય કરવા માટે સૌપ્રથમ મહુવાના પાન લેવા આની તેને વાટી અને તેનું પેસ્ટ બનાવી લેવું. હવે આ પેસ્ટને 1 ગ્લાસ દૂધમાં નાખી અને ઉકાળી લેવું. ત્યાર બાદ આ દૂધનું સેવન કરવામાં આવે તો ચામડીની બધી સમસ્યાઓથી છુટકારો મળી રહે છે.
👉 સૂકી ઉધરસમાં રાહત :- ઠંડીની ઋતુ આવે એટલે ચેપી બીમારીઓમાં શરદી-ઉધરસ મોખરે હોય છે. એવામાં સૌથી વધુ પરેશાન સૂકી ઉધરસ કરે છે. જે જલ્દીથી મટતી નથી આ સમસ્યાના નિવારણ માટે દૂધમાં મહુવાને દૂધમાં નાખી આ દૂધનું રોજ રાત્રે સૂતા સમયે સેવન કરવાથી ઉધરસમાં રાહત મળે છે.
👉 સ્પર્મ કાઉન્ટ વધારે છે :- ઘણા પુરુષોને આવી સમસ્યાઓ થતી હોય છે. જેમાં ઓછા સ્પર્મ કાઉન્ટ, શીઘ્ર પતન જેવી સમસ્યા થાય છે. આ સમસ્યાનું નિવારણ પણ આ ઉપાયથી થાય છે. જેના માટે તમારે મહુવાના સૂકા ફળ લઈ લેવા અને તેનો પાવડર કરી અને દૂધની અંદર મિક્સ કરી દૂધને ઉકાળી લેવું. હવે આ દૂધનું રોજ રાતે સેવન કરવાથી આ સમસ્યા માંથી રાહત મળી જાય છે.
💁♀️ ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો :- મહુવાનું સેવન કરવાથી આપણા શરીરને ઘણો ફાયદો તો થાય જ છે. પરંતુ જો તેને શરીરની અમુક તકલીફોમાં લેવામાં આવે તો તે નુકશાન કારક સાબિત થાય છે. જેમાં જે લોકોને વધારે શુગર લેવલ થઈ જવાની સમસ્યા હોય તેમાં મહુવાનું સેવન કરવામાં આવે તો નુકશાન કારક સાબિત થાય છે.
💁♀️ જે લોકો મહુવા અને દૂધનો ઉપાય કરે છે. તે લોકો એ ધ્યાન રાખવું કે, દૂધમાં મહુવાનું પ્રમાણ ઓછું હોવું જોઈએ. કારણ કે, વધારે માત્રામાં મહુવાનું સેવન સ્વાસ્થ્ય માટે નુકશાન કારક સાબિત થાય છે.
જો મહુવાનાં ફાયદા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.