💁થોડા જ સમયમાં આવી રહી છે શિયાળાની ઋતુ. આપણે ત્યાં આ શિયાળાની ઋતુને પૂરા વર્ષની તંદુરસ્તી બનાવી લેવાની ઋતુ પણ કહેવામાં આવે છે. અને એ તમામ વાતો સો ટકા સાચી પણ છે. પરંતુ દોસ્તો આ ઋતુમાં લોકોને સ્કીન ફાટવાની જે તકલીફ થાય છે તે પસંદ નથી હોતી એટલું જ નહીં પરંતુ અમુક લોકોને તો પગમાં ખૂબ જ મોટા ચીરા કે વાઢિયા પણ પડે છે અને તેનાથી તેઓને અસહ્ય પીડા થતી હોય છે.
💁દોસ્તો આજે આપણે આ વાઢિયાને માત્ર બે જ દિવસમાં કેવી રીતે મટાડી શકાય તે આ આર્ટિકલની મદદથી જોઈશું. અને તેના માટે તમારે કોઈ મોંઘી ટ્યુબ કે કોઈ દવાની પણ જરૂર નથી. તમારા જ ઘરમાં વપરાતી કોલગેટની મદદથી વાઢિયા મટાડીને પગને ફરી કોમળ અને મુલાયમ બનાવી શકાય છે.
💁આપણા શરીરના તમામ અંગો સુંદર હોય તે સૌ કોઈ ઈચ્છે છે. પરંતુ ઘણા લોકોની સ્કીનનો પ્રકાર ડ્રાઈ હોવાના કારણે તેઓને શિયાળામાં પગમાં વાઢિયા પાડવાનો મોટો પ્રશ્ન સતાવતો હોય છે. આ વાઢિયાની પીડા તો થાય જ છે સાથે તેના સુંદર પગ પણ ખરાબ દેખાય છે. તો આજે આપણે તેનો એકદમ સરળ અને ઘરેલુ ઉપચાર જોવા જઈએ છીએ જે તમને ઘણો જ ઉપયોગી થશે.
💁સૌ પ્રથમ તો તમારે એક નાનકડી વટકીમાં એક ચમચી ભરીને કોલગેટ કાઢવાની છે. ત્યારપછી તેમાં Evion-600 નામની એક કેપ્સૂલ અથવા વિટામિન E ની બીજી કોઈ કેપ્સૂલ લઈને તેમા ઉમેરવાની છે. આ કેપ્સૂલ તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાંથી સરળતાથી મળી શકે છે. આ કેપ્સૂલની કિંમત 30 કે 32 રૂપીયા હોય છે અને તેનો કલર પીળો હોય છે.
💁કોલગેટ વાળી વાટકીમાં આ કેપ્સૂલને પણ ઉમેરો. હવે આ બંનેને ખૂબ જ સારી રીતે મિશ્ર કરી લો. હવે તમને આ લેપનો રંગ થોડો પીળાશ પડતો જણાશે. તૈયાર કરેલા આ લેપને તમારે રાત્રે સૂતા પહેલા પગને સારીરીતે ધોઈને કોરા કરીને પછી વાઢિયા પર લગાવવાનો છે. આ લેપને તમારે પૂરી રાત રાખીને સવારે સાફ પાણીથી ધોઈ લેવાનો છે. આ પ્રયોગ માત્ર રાતના સમયે જ કરવાનો છે. આ ઉપાય તમારે માત્ર બે થી ત્રણ જ દિવસ કરવાનો રહેશે ત્યાં જ તમને તેનું 100 % પરિણામ જોવા મળશે. પગની ત્વચા કોમળ અને મુલાયમ બની જશે.
💁આ લેપમાં આપણે માત્ર બે જ વસ્તુ વાપરી છે તો કોલગેટ નો ગુણ છે કે તે સ્કિનને મુલાયમ બનાવે છે અને કેપ્સૂલ છે તે વિટામિન એ ની છે જે વાઢિયાંને રુજ આપીને તેને મટાડે છે. આમ આ લેપથી બે ત્રણ દિવસમાં પગ પહેલાના જેવા મુલાયમ બને છે.
💁દોસ્તો એક બીજો પણ ઉપાય છે જે પણ ખૂબ જ સારું એવું રિજલ્ટ આપે છે. તેમાં તમારે મીણબત્તીનો ઉપયોગ કરવાનો છે. આ મીણબત્તીમાં ખાસ્સું એવું મોઈસચુરાઈઝર રહેલું છે. જે તમારી સ્કિનની નમીને જાળવી રાખે છે. આમાં તમારે સૌથી પહેલા તો એક વાટકીમાં મીણબત્તીને ઓગાળવાની છે. ત્યારબાદ તેમાં કોપરેલ તેલ અથવા તો સરસવનું તેલ ઉમેરીને બરાબર મિક્સ કરીલો.
💁આ મિશ્રણને તમારે રાત્રે સૂતા પહેલા પગને ધોઈને કોરા કરીને પછી વાઢિયા પર લગાવી લેવાનું છે. અને તેના પર મોજા પહેરી લેવાના છે. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરવાનો છે. થોડા જ સમયમાં જુઓ તમારા પગ એકદમ મુલાયમ બની જશે.
👉આ પ્રયોગ તમારે મીણબત્તીનું મીણ એકદમ ઠંડુ થઈ જાય પછી જ કરવાનો છે. ક્યારેય ગરમ-ગરમ લગાવવું નહીં. અને બીજું કે જો તમને બ્લડપ્રેશર કે ડાયાબિટીસ જેવી બીમારીઓ છે તો આ પ્રયોગ ક્યારેય ના કરવો.