મિત્રો મોં માં પડતા ચાંદા ખુબ જ અસહનીય તકલીફ આપતા હોય છે. મોંમાં ચાંદા પડે છે ત્યારે સૌથી વધારે તકલીફ જમતી વખતે થતી હોય છે. અને ઘણા લોકો એવા હોય છે જેને મોં માં સામાન્ય ચાંદા પડતા હોય છે અને તેના માટે તેઓ દવા લેતા હોય છે પરંતુ દવા આપણા શરીરને અન્ય રીતે નુકશાન કરે છે. પરંતુ આજે અમે તમને મોંના ચાંદાથી છુટકારો મેળવવાના એવા ઘરેલું ઉપચાર જણાવશું જે તમને મોંના ચાંદાથી તરત જ છુટકારો અપાવશે.
- નારિયેળનું દૂધ
નારિયેળનું દૂધ મોંમાં પડેલા ચાંદના દુખાવામાં રાહત આપી તેને દુર કરે છે. તેના પ્રયોગ માટે એક ચમચી નારિયેળના દુધમાં થોડું મધ ઉમેરવું. ત્યાર બાદ જ્યાં ચાંદા પડ્યા હોય ત્યાં મોં માં લગાવવું અને હળવા હાથે ત્યાં મસાજ કરવી. જ્યાં સુધી ચાંદા દુર ન થાય ત્યાં સુધી નિયમિત દિવસમાં ત્રણ વખત આ રીતે મસાજ કરવી. જો તમે મધ ન હોય તો ખાલી નારીયેળના દુધનો પણ પ્રયોગ કરી શકો છો.
- ધાણા
ધાણા એ ચાંદાને દુર કરવા માટેનો સૌથી અસરકારક આયુર્વેદિક ઉપચાર છે. તેના માટે સૌપ્રથમ એક કપ પાણી ગરમ કરવા મુકવાનું છે અને ત્યાર બાદ એક ચમચી જેટલા ધાણા પાણીમાં ઉમેરવા. હવે પાણીને બરાબર ઉકળવા દેવાનું છે. ત્યાર બાદ પાણીને ગાળી લેવું. ત્યાર બાદ પાણી જયારે ઠંડુ થઇ જાય ત્યારે આ પાણી મોં માં રાખીને તેના કોગળા કરવા. દિવસ દરમિયાન ચાર વખત ધાણાના પાણીના કોગળા કરવા. થોડા જ દિવસમાં તમને ફરક જણાશે.
- મધ
મધમાં એન્ટીઓક્સીડન્ટ અને એન્ટીબાયોટીક ગુણો રહેલા છે જે ચાંદાનો ઉપચાર કરે છે. તેનાથી ચાંદાની તકલીફમાં રાહત મળે છે. આ સૌથી સરળ અને અસરકારક ઉપચાર છે. આ પ્રયોગ માટે થોડું મધ લેવાનું છે અને મધને રૂની મદદથી જ્યાં ચાંદા પડ્યા હોય ત્યાં લગાવવાનું છે. દિવસ દરમિયાન ત્રણ વખત આ પ્રક્રિયા રીપીટ કરવી..તેનાથી ચાંદાનો દુઃખાવો પણ ઓછો થશે અને તકલીફ દુર થશે.
- લસણ
લસણ પણ મોંમાં પડતા ચાંદા દુર કરવા માટેનો એક અસરકારક ઉપચાર છે. તેના માટે બે થી ત્રણ લસણની કળી લેવાની છે. સૌથી પહેલા લસણને પીસીને તેની એક પેસ્ટ બનાવી લેવાની છે. ત્યાર બાદ બનાવેલી પેસ્ટને જ્યાં ચાંદા પડ્યા છે તે જગ્ય્યે લગાવવી. ત્યાર બાદ 15 મિનીટ સુધી તે પેસ્ટ લગાવી રાખવી ત્યાર બાદ તેને ધોઈ લેવી. લસણમાં રહેલા એન્ટી બાયોટીક ગુણો મોંમાં પડતા ચાંદાને ઝડપથી ઠીક કરવામાં મદદ કરે છે.
- કાથો
કાથો કુદરતી રીતે તમારા મોં ની ગરમી દુર કરે છે અને આ જ કાથો મોં ના ચાંદા દુર કરવામાં અકસીર ભાગ ભજવે છે. મોં ના જે ભાગ પર ચાંદા પડ્યા હોય. તે ભાગ પર કાથો લગાવો. તેમજ થોડી વાર ૧૦-૧૫ મિનીટ રહેવા દઈને કોગળા કરી નાખો. આ પ્રક્રિયાથી જરૂર તમને ફાયદો થશે.
- દૂધ
દૂધમાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે. દુધમાં રહેલું કેલ્શિયમ વાયરસ સામે લડવાની તાકાત પ્રદાન કરે છે. આ સાથે ચાંદા દુર કરવાની પ્રક્રિયાને સક્રિય બનાવે છે. આ પ્રયોગ માટે થોડું ઠંડુ દૂધ લેવાનું છે. રૂને દૂધમાં બોળી તેને ચાંદા પર લગાવવું આવું કરવાથી ઘણો ફાયદો થશે.
ઉપરનામાંથી કોઈ પણ એક ઉપચાર અપનાવવાથી ચાંદાથી છુટકારો મળશે. તેમ છતાં ઉપચાર અપનાવ્યા બાદ પણ જો ચાંદા વારંવાર પડે છે તો એક વખત ડોક્ટરનો સંપર્ક કરી તેનો યોગ્ય ઈલાજ કરાવવો. આ ઉપરાંત ઉપચાર બાદ પણ ચાંદા નથી મટતા તો તે અન્ય સસ્માયા પણ હોય શકે છે માટે ડોક્ટરને અવશ્ય દેખાડવું. બધાની તાસીર અલગ અલગ હોય છે. માટે કોઈ ડોક્ટરની સલાહ મુજબ તમારી તાસીર પ્રમાણે ઉપચાર કરવો.
- શા માટે મોંમાં ચાંદા પડે છે તેમજ તેનાથી બચવાના ઉપાયો
સામાન્ય રીતે પેટ સાફ ન થવાના કારણે મોંમાં ચાંદ પડતા હોય છે. માટે પેટ હંમેશા સાફ રહે તેવા ખોરાકનું સેવન કરવું જોઈએ તેમજ વધારે પડતા મસાલાનું સેવન ન કરવું જોઈએ. ઘણી વખત આપણું ટુથબ્રશ કડક હોય છે અને તે બ્રશ આપણા મોંમાં લાગે છે તો ચાંદા પડી જતા હોય છે તેથી તમે જે બ્રશ વાપરો છો તે સોફ્ટ હોય તેની કાળજી લેવી. ઉપરાંત મોંની સફાઈ ખાસ રાખવી.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.