પેટમાં દુખાવો થવો કે, પેટ ખરાબ થવું તે ઝાડાના લક્ષણો હોય છે. ઝાડા સાથે જલસ અને વારંવાર લોહી નીકળવું તે મરડાના લક્ષણ હોય છે. મરડાના દર્દીને વારંવાર ટોઇલેટમાં જવું પડતું હોય છે. મરડો હોય છે ત્યારે ઝાડા આવવામાં વાર લાગે છે અને તેની જગ્યાએ લોહી પણ નીકળે છે. મરડાની સાથે તાવના લક્ષણો પણ થવા લાગે છે. મરડો જ્યારે થાય છે ત્યારે શરીર નોર્મલ રહે છે પણ સમય જતાં શરીરમાં તાવ આવી જાય છે. મરડો થવાથી ભૂખ ઓછી લાગવાની સમસ્યા થવા લાગે છે.
અશક્તિ થવા લાગે છે. પગ દુખે, પગમાં ગોટલા ચડે છે, ખાવાનું ઓછું થઈ જાય છે. વારંવાર જીભ સુકાઈ જવી, પેટનું ફૂલી જવું. આ બધા લક્ષણો મરડાના હોય છે. આ લક્ષણો તમારા શરીરમાં અગાઉ દેખાઈ છે તો જલ્દીથી ડોકટરની દવાઓ લેવી જોઈએ. તમારા ઘરમાં કોઈ વૃદ્ધ માણસ હોય તો, તેની પાસેથી તમને મરડાને મટાડવાના દેશી ઉપાયો હોય જ છે. દેશી ઉપાયથી મરડો જલ્દીથી મટાડી શકાય છે. આજે આ આર્ટિકલમાં તેવા થોડા દેશી ઉપાય જણાવીશું જેનાથી મરડો આસાનીથી મટાડી શકાય છે.
- નારંગીનો ઉપયોગ
નારંગીની છાલ મરડો મટાડવા માટે ખાસ કાર્ય કરે છે. નારંગીની છાલ લઈ તેના નાના નાના ટુકડા કરો પછી તે ટુકડાને એક નાની તપેલી પાણીમાં મિક્સ કરી અને ગેસ પર ગરમ થવા રાખો આ પાણી અર્ધુ બળી જાય પછી નીચે ઉતારો અને તેને ગરણીથી ગાળી લો. આ ગળેલું પાણી ઠંડુ થાય પછી તેમાથી એક ગ્લાસ પાણી લો અને તેની અંદર એક ચમચી મધ મિક્સ કરીને સેવન કરો. થોડા દિવસ આ વસ્તુનું સેવન નિયમિત સવારે કરો. મરડાથી રાહત મળવા લાગશે.
વધારે ઝાડા થયેલા છે તો, તેવી રીતે એક ગ્લાસ પાણીમાં બે થી ચાર ચમચી મધ મિક્સ કરીને પીવાનુ રાખો ઝાડાથી જલ્દીથી રાહત મળી જશે. મરડા વાળા લોકોને ધ્યાન રાખું કે, પાણી ઠરી જાય પછી એક ચમચી મધ મિક્સ કરવું પાણી ગરમ હોય ત્યારે નહીં.
- ઇસબગુલનો ઉપયોગ
આ ઉપાય આપના આયુર્વેદમાં પણ જણાવવામાં આવેલો છે. આ ઉપાય કરવાથી મરડો આસાનીથી મટી શકે છે. સૌથી પહેલા એક ચમચી ઈસબગુલ લેવું તેની અંદર એક ચમચી શેકેલી વરિયાળી મિક્સ કરો અને છેલ્લે તેની અંદર એક તળેલી હરેડ પીસી મિક્સ કરવી. આ ત્રણ વસ્તુ મિક્સ કરી પછી સવારે અને સાંજે પાણીમાં મિક્સ કરી પીવું. થોડા દિવસમાં મરડાથી રાહત મળશે. પાણી ની જગ્યાએ છાશનો પણ ઉપયોગ કરી શકો છો. આ કાર્ય કરવાથી એક કે બે દિવસની અંદર ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.
બે નાની ચમચી ભરી ઇસબગુલના દાણા લેવા અને તેને રાત્રે થોડા પાણીમાં પલાળી રાખો પછી તે દાણાને સવારે નરણાકોઠે ખાઈ લેવા પછી જ બીજું કાર્ય કરવું. મરડાના દર્દી માટે આ કાર્ય જલ્દીથી રાહત અપાવી શકે છે.
- છાશ અને દંહીનો ઉપયોગ
મરડાના દર્દીને વધારે છાશ અને દંહીનું સેવન કરવાનું ચાલુ રાખું જોઈએ. કોદરી અને કણકી પણ દંહી સાથે મિક્સ કરીને સેવન કરવું વધારે ફાયદો રહે છે. મગનું ઓસામણ ખાવાથી પણ રાહત મળે છે, આ વસ્તુનું સેવન સાથે તેની અંદર લસણ, ગરમ મસાલો, હિંગ જેવી વસ્તુ થોડી માત્રામાં મિક્સ કરીને પછી સેવન કરવું. આ વસ્તુના સેવનથી મરડામાં રાહત મળશે અને સાથે લોહી આવતું બંધ થઈ જશે.
મરડો થયો હોય તેવા વ્યક્તિને બધી જ વસ્તુ અલગ રાખો. દર્દીના કપડાં, વાસણ અલગ રાખવા દર્દીના કપડાંને ધોઈને વધારે સમય માટે તડકે રાખવા. મરડો નીકળી જાય તો પણ થોડા દિવસ માટે વધારે ભારે ખોરાક કરવાનું ટાળવું. કઠોળ, ગળી વસ્તુ, હેવી ખોરાક, ફાસ્ટફૂડ જેવી વસ્તુથી થોડા સમય માટે દૂર જ રહેવું.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.