શિયાળાની સીજન ચાલે છે. અત્યારે લગભગ ઘણા વ્યક્તિઓ કે મહિલાઓની પગની એડીઓ ફાટી ગઈ હશે. એટલે કે, તેમાં નાના મોટા ચીરા પડી ગયા હશે. શિયાળાની રૂતુ આમતો સારી કહેવામા આવે છે. પણ કોઈ કોઈ લોકોને નહીં પણ ગમતી હોય કેમકે તેને સ્કીના પ્રોબલમ થવા લગતા હશે. મોઢું ફાટવું, પગની એડીઓ ફાટવી વગેરા તેની માટે કેટલી દવાઓ પણ આવે છે. જે માણસો લેતા પણ હશે. પગમાં પડેલા ચિરાને આપણે ” વાઢિયાં ” કહેતા હોઈએ છીએ ગુજરાતીમાં તેનું નામ છે. તે વાઢિયાનો દુખાવો ક્યારેક ક્યારેક વધુ થવા લાગે છે ત્યારે પછી આપણે તેની દવા કરીએ છીએ.
આજે અમે આ આર્ટીકલ સ્પેશિયલ વઢિયાંને જડથી કાઢી શકીએ તેવી વસ્તુની વિષે લઈને આવિયા છીએ. થોડા દિવસોમાં વાઢિયાં નીકળી જશે અને સાફ અને મુલાયમ પગની પાનીઓ બની જશે. આ વસ્તુ બનાવવા માટે કોઈ પણ બહારની વસ્તુની જરૂર નહીં પડે. આ વસ્તુ તમારા ઘરમાં મળી રહેશે. વઢિયાથી પગની સુંદરતા ઓછી કરી દે છે. ક્યારેક પગમાં મોટા ચીરા પડે છે તેનાથી ઘણો દુખાવો થાય છે અને ચાલવામાં પણ ખુબજ તકલીફ ઊભી થાય છે. તેની માટે ખાસ આ ઉપાય કરવો જેનાથી આગળ વધતાં વઢિયાં અટકી શકે.
ચાલો જાણીએ આ વસ્તુ બનાવવાની રીત. સૌથી પહેલા એક ટૂથપેસ્ટ લેવી તેની અંદરથી 2 ચમચી પેસ્ટ કાઢી એક નાની વાટકીમાં લઈ લો. તેની અંદર એક વિટામિન E ની કેપ્સુલ નાખવી ધ્યાન રાખવું તેનો પાવર 600mg હોય. તમારા આજુબાજુમાં કોઇ મેડિકલની દુકાનેથી મળી જશે. તે કેપ્સુલને 2 ચમચી ટૂથપેસ્ટ સાથે સારી રીતે મિકસન કરો સારી રીતે મિસ્ક્ન થાય પછી તે લેપને થોડી વાર રહેવા દો.
આ તૈયાર કરેલો પેસ્ટ રાત્રિના સમયે સૂતા પહેલા પગ પર લગાવવી અને તે પેસ્ટ લૂછાય નય તેનું ખાસ ધ્યાન રાખવું તેની ઉપર મોજું પહેરી લો તો પણ ચાલશે. પછી સવારે સારા હુફાળા ગરમ પાણીએ તેને સાફ કરવું આ કાર્ય રોજે રાત્રિના સમયમાં કરવું તેનાથી થોડા દિવસોમાં ચીરા મટવા લાગશે. રાત્રે સૂતા પહેલા બે કે ત્રણ વાર લગાવી દેવું જો એકાદ વાર લૂછાય જાય તો પ્રોબલમ નહીં આવે.
ટૂથપેસ્ટથી પગની એડીઓમાં રુજ લાવવાની ક્ષમતા છે. કારણકે, ટૂથપેસ્ટથી દાંતની અંદરની પોલાણ ભરવામાં મદદ મળે છે તેવી જ રીતે ચામડીમાં થઈ જતું પોલાણ પણ આસાનીથી ભરી શકે છે. તેની અંદર વિટામિનની કેપ્સુલ નાખવાથી ચામડી માટે ફાયદાકારક રહે છે. જેનાથી ચામડીને સારું પોષણ મળે છે તેથી વઢિયાં મટાડવામાં મદદ મળે છે.
- વાઢિયાં માટે બીજો ઉપાય.
એક નાની વાટકીમાં એક મીણબતીને ગરમ કરી ઓગાળી લેવી તેને થોડી ઠરવા દેવા પછી તેની અંદર ત્રણ ચમચી કોપરેલ મિક્સ કરવું સરખું મિકસન કરી તેને બિલકુલ ઠરવા દેવું ધ્યાન રાખવું તેને ગરમ વઢિયાં પર નહીં લગાવવું નહિતો ચીરા વધી જશે. રાત્રે સૂતા પહેલા તેને સરખું પગમાં બધાજ ચીરા પર લગાવવું પછી તેની ઉપર મોજા પેરી લેવા નહિતો તે પેસ્ટ લૂછાય જશે. સવારે ચોખ્ખા પાણીએ તેને સાફ કરી લેવું થોડા સમયમાં ચીરા રૂજાઈ જશે.
ખાસ નોંધ. જે પણ વ્યક્તિને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દી છે તેને આ ઉપાય ભૂલથી પણ નહીં કરવો નહિતો અવળી અસર થઈ શકે છે. આ ઉપાયમા ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. ત્યાર બાદ જે લોકો આ પ્રયોગ કરે છે, તે લોકો માટે પણ એ બાબત ખાસ જાણવી કે આ પ્રયોગનું રીઝલ્ટ તમારી તાસીર ના આધારે મળે છે. અમુકને વધુ જલ્દી ફાયદો થશે તો અમુકને થોડો મોડો થઇ શકે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.