લગભગ મહિલાઓ ઘરમાં ગંદકી અને બીમારી ફેલાવતા માખી મચ્છરો અને જીવ જંતુથી પરેશાન રહેતી હોય છે. પરંતુ ઘણી વખત તે ઘરમાં ગમે તેટલી સ્વચ્છતા રાખવા છતાં પણ માખી મચ્છરો અને જીવ જંતુથી છુટકારો મેળવી શકતી નથી. પરંતુ આ જીવજંતુ આપણા ઘરમાં બીમારી ફેલાવે છે. તો એવી પરિસ્થિતિમાં તમે જો માખી- મચ્છર અને અન્ય હાનિકારક જીવ જંતુને ભગાવવા માંગો છો તો આ ઘરેલું ઉપાય અપનાવવા.
વંદા ભગાવવા માટેના
વંદા ભગાવવા માટે ખાલી સ્પ્રેની બોટલ લેવી. ત્યાર બાદ ન્હાવાના સાબુનું પાણી બનાવી લેવું. ત્યાર બાદ તે સાબુના પાણીને ખાલી સ્પ્રેની બોટલમાં ભરી દેવું. ત્યાર બાદ જે ખૂણામાં અથવા તો ઘરમાં જે જગ્યાએ વંદા દેખાય છે ત્યાં આ સ્પ્રેનો છંટકાવ કરવો. 🪳તમને વિશ્વાસ નહિ આવે પરંતુ તેનાથી વંદા ભાગી જાય છે. આ ઉપરાંત રાત્રે સુતા પહેલા ઘરના પાઈપ પાસે આ પાણી છાંટી દેવું. જેથી વંદા તે રસ્તેથી ઘરમાં ન આવી શકે.
કીડી ભગાવવા માટેનો ઉપાય
કીડીને ભગાવવા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય કાકડીનો છે. કડવી કાકડીથી કીડીઓ ભાગી જાય છે. કીડીઓ ભગાવવા માટે જ્યાં કીડીઓ હોય ત્યાં કાકડીની સ્લાઈસ કરીને રાખી દેવી. તમને જણાવી દઈએ કે કડવી કાકડીની સુગંધથી કીડીઓ ભાગી જાય છે. આ રીતે કડવી કાકડીની સ્લાઈસ રાખવામાં આવે તો કીડીઓ ઘરમાં ઘૂસવાની હિંમત પણ નથી કરતી. જે દરમાંથી કીડીઓ આવતી હોય ત્યાં લવિંગ ફસાવી દેવું. તેનાથી પણ કીડીઓ તે રસ્તેથી આવવાનું બંધ કરી દેશે.
માખીઓ ભગાવવા માટેનો ઉપાય
માખીઓ ભગાવવા માટે લીંબુનો ઉપયોગ કરવો જોઈએ. તેના માટેનો ઉપાય પણ બિલકુલ સરળ છે. તેના માટે ઘરમાં પોતું કરતી વખતે પોતાના પાણીમાં ચાર થી પાંચ ટીપા લીંબુનો રસ ઉમેરી દેવું. આ ઉપાયથી ઘરથી માખીઓ દુર રહેશે પરંતુ લીંબુની સુગંધના કારણે ઘરમાં તાજગીભર્યું વાતાવરણ રહેશે.
મચ્છરને ભગાવવાના ઉપાય
મચ્છરને ભગાવવા માટે ઘરમાં લીમડાના તેલનો દીવો કરવો જોઈએ. પરંતુ દીવો કરતી વખતે સાવચેતી રાખવી. આ ઉપરાંત ઓલ આઉટની ખાલી બોટલમાં પણ લીમડાનું તેલ ભરી દેવું અને તેનો ઉપયોગ કરી શકો છો. આ રીતે બોટલમાં લીમડાનું તેલ ભરી તેનો ઉપયોગ એકદમ સુરક્ષિત પણ રહે છે.
ઉંદર ભગાવવા માટેના ઉપાયો
ઉંદર તો દરેક ઘરમાં જોવા મળી જાય છે. ઉંદરને ભગાવવા માટે તમે પુદીનાનો ઉપયોગ કરી શકો છો. જો તમારા ઘરમાં વધારે ઉંદર છે તો તેને દુર ભગાવવા માટે પુદીનાના પાંદ અથવા ફૂલ લેવા. ત્યાર બાદ જ્યાંથી ઉંદર આવતા હોય તે જગ્યાએ આ પેસ્ટને લગાવી દેવી. તમને જાણીને નવાઈ લાગશે કે લીમડાના તેલની સુગંધથી મચ્છર ભાગી જાય છે.
આ સિવાય તમે ઉંદરને ભગાવવા માટે લાલ મરચાના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. જે જગ્ય્યેથી ઘરમાં ઉંદર આવતા હોય તે જગ્યાએ થોડો લાલ મરચાનો પાવડર ભભરાવી દેવો. આ પ્રયોગથી ઉંદર ઘરમાં નહિ આવે તેમજ ઘરમાં રહેલા ઉંદર પણ બહાર નીકળી જશે. આ ઉપરાંત જે જગ્યાએ ઉંદર આવતા હોય ત્યાં ડુંગળીનો ટુકડો રાખી દેવામાં આવે તો તેનાથી પણ ઉંદર ભાગી જાય છે. કારણ કે ઉંદર ડુંગળીની દુર્ગંધથી દુર ભાગે છે.
ગરોળી ભગાવવા માટેના ઉપાય
મિત્રો તમે બધાએ મોરપિચ્છ તો જોયું જ હશે. તમને જણાવી દઈએ પહેલાના સમયમાં આપણા દાદી-નાની ઘરને સજાવવા માટે મોરપિચ્છ દીવાલ પર રાખતા. તો તેવું એટલા માટે કારણ કે મોરપિચ્છ ઘરની શોભા તો વધારે છે પણ તેની સાથે સાથે ગરોળી જેવા જીવજંતુને પણ ભગાડે છે. માટે જો તમારા ઘરમાંથી ગરોળીનો ત્રાસ છે તો દીવાલ પર મોરપિચ્છ લગાવી દેવું.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.