મિત્રો તમે વાસ્તુશાસ્ત્ર વિશે તો ઘણું સાંભળ્યું હશે જ. જેમાં કેટલાક નિયમો ઘરની દિશા સાથે જોડાયેલા છે, કેટલાક નિયમ દુકાન સાથે, કેટલાક મંદિર અને કેટલાક તમારા રોજીંદા જીવન સાથે જોડાયેલા છે. જે મુજબ જો તમે પોતાનું કાર્ય કરો છો તો તેનાથી ઘણો લાભ થાય છે. આથી તમારે એક વખત પોતાના ઘર, મંદિર તેમજ દુકાન અંગે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે કે નહી તે જાણી લેવું જોઈએ.
જો કે આજે લોકો પોતાની અનુકુળતા મુજબ જ ઘર અને મંદિરની વ્યવસ્થા કરતા હોય છે. આથી મંદિર કે ઘર કોઈપણ દિશા કે ખૂણામાં આવી શકે છે. જેના કારણે તમારી સાથે વાસ્તુશાસ્ત્રનો દોષ થાય છે અને તમારી ઉર્ધ્વગતિ થવા ને બદલે અધોગતિ થાય છે. આથી આજે અમે તમને એવા કેટલાક નિયમો અંગે જણાવીશું.
મિત્રો આપણા હિન્દુધર્મ માં પૂજા-પાઠ તેમજ મંદિરનું વિશેષ મહત્વ હોય છે. આથી દરેક લોકો પોતાના ઘરમાં પૂજા ઘર રાખે છે. જ્યાં આરામથી બેસીને ભગવાનનું નામ લઇ શકાય. પણ ઘણી વખત આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ પણ આપણને તેનું ફળ બરાબર નથી મળતું અથવા તો ઓછુ મળે છે. આથી જો તમારા પૂજાઘર માં વાસ્તુ દોષ થતો હોય તો આવું બની શકે છે. આથી આ લેખમાં આજે અમે તમને મંદિરને લગતા કેટલાક નિયમો વિશે જણાવીશું.
- આ દિશામાં રાખો મંદિરનો દરવાજો
મિત્રો તમારા ઘરમાં પૂજા મંદિર હશે અને તમે ત્યાં દરરોજ નમન કરતા હશો. પણ જો તમે પોતાનું મંદિરનો દરવાજો ગલત દિશામાં હશે તો તમારે વસ્તુ દોષ થશે. આથી તમારે ચેક કરી લેવું જોઈએ કે મંદિરનો દરવાજો કઈ દિશામાં છે. તમારે મંદિરનો સરવાજો પૂર્વ દિશામાં રાખવો જોઈએ. પૂજા કરતી વખતે તમારું મોં તે દિશામાં રાખવું જોઈએ. તેમજ પૂજા દરમિયાન તમે જે જળનો ઉપયોગ કરો છો તેનો આખા ઘરમાં છાંટવું જોઈએ. આ સિવાય અમુક દેવી-દેવતાઓ ના મંદિરનો દરવાજો બીજી કોઈ દિશામાં પણ હોઈ શકે છે. એ માટે જે ભગવાન આપના મંદિરમાં હોય તે મુજબ દિશા પણ આપ રાખી શકો છો.
- સુર્યની કિરણો મંદિર પર પડે તે રીતે મંદિર રાખો
તમારે પોતાના ઘરનું મંદિર એ રીતે ગોઠવવું જોઈએ જેનાથી તમારા પૂજા ઘરમાં અને ભગવાનની મૂર્તિ કે છબી પર સૂર્ય કિરણોનો પુરતો પ્રકાશ પડતો હોય. તેમજ મંદિરની સફાઈ પણ દરરોજ કરવી જોઈએ. પણ આજના આધુનિક ઘરોમાં સૂર્યના કિરણો ના પડી શકે તેવી વ્યવસ્થા હોય તો મંદિરમાં પુરતો પ્રકાશ થાય તેવી લાઈટ જરૂર રાખવી.
- ભગવાનની બહુ મોટી મૂર્તિઓ ન રાખવી જોઈએ
મિત્રો તમે જોતા હશો કે ઘણા લોકોના ઘરના મંદિરમાં ઘણા બધા ભગવાનની મૂર્તિઓ હોય છે. જે ન રાખવી જોઈએ. આથી તમારે પોતાના ઘરના મંદિર પ્રમાણે મૂર્તિઓ પસંદ કરવી જોઈએ. જેથી કરીને તે મૂર્તિ મંદિરમાં બરાબર આવી જાય અને તમને તેના વ્યવસ્થિત દર્શન થઈ શકે. બને ત્યાં સુધી નાની મૂર્તિઓનું સ્થાપન કરો. અને ભગવાનનું સ્વરૂપ બેસેલ મુદ્રામાં હોય તેવું રાખવું જોઈએ. અમુક દેવી દેવતા ઉભી મુદ્રામાં પણ હોઈ શકે છે..
- ભગવાનની મૂર્તિને સાફ અને સુંદર બનાવી રાખો
તમે જયારે પૂજા કરવા બેસો છો ત્યારે દરરોજ ભગવાનની મૂર્તિની સફાઈ કરો. તેને સ્વચ્છ રાખો. તેમજ ભગવાનને ભોગ ધર્યા પછી પણ સફાઈ કરો. તેમજ મુર્તીને સાફ કરતી વખતે તેને ગંગાજળ અને દૂધ વડે સ્નાન કરાવો.
- મંદિર પાસે આ વસ્તુઓ ક્યારેય ન રાખો
મિત્રો એક વાત હંમેશા યાદ રાખો કે ઘર એ એક મંદિર છે. આથી ઘરમાં પણ ક્યારેય ચંપલ ન પહેરવા જોઈએ. પણ ઘાસ કરીને ઘરના મંદિરમાં કે તેની આસપાસ ક્યારેય ચામડાની વસ્તુઓ, જેમ કે જૂતા-ચપ્પલ વગેરે જેવી વસ્તુઓ ન રાખવી જોઈએ. જો તમે તે વસ્તુઓ રાખો છો તેનાથી મંદિર અશુદ્ધ બને છે. તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખો.
- મૂર્તિને કોઈ સાફ કપડા પર જ રાખો
તમે જયારે કોઈ મૂર્તિનું સ્થાપન કરો છો ત્યારે તે મૂર્તિને મંદિરમાં આસન વગર ન મુકવી જોઈએ. એટલે કે ભગવાનની મૂર્તિનું સ્થાપન કોઈ સાફ કપડા પર જ કરવું જોઈએ. જો તમે પણ આવી ભૂલ કરતા હો તો આ ભૂલ સુધારી લેવી જરૂરી છે.
- મંદિરને હંમેશા સૂતા પહેલા ઢાંકીને સુવું જોઈએ
જે રીતે તમે જાણો છો તેમ મંદિરોમાં રાત્રે ભગવાનની મૂર્તિને ઢાંકી દેવામાં આવે છે તેમાં તમારે પણ રોજ રાત્રે સૂતા પહેલા પૂજાઘર પણ કોઈ કપડું રાખીને સુવું જોઈએ. રાતનો સમય એ ભગવાનનો આરામનો સમય હોય છે. આમ કરવાથી ભગવાનના આરામમાં કોઈ બાંધા નથી આવતી. તેમજ સવારે પણ તમારે સ્નાન કર્યા પછી જ મંદિરનો પડદો હટાવવો જોઈએ. આમ જો તમે પોતાના ઘરમાં મંદિરને આ રીતે વ્યવસ્થિત ગોઠવો છો તો તેમજ મંદિર અંગેના નિયમોનું પાલન કરો છો તો તમારા પર ભાગવાની કૃપા જરૂર બની રહેશે. તમે જરૂર જીવનમાં સફળ થશો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.