કોઈ પણ મહિલા તેવું નથી વિચારતીકે મારા વાળ ખરાબ અથવા જલ્દીથી ખરવા લાગે બધી જ મહિલાઓને પોતાના વાળ મજબૂત, કાળા, સિલકી અને લાંબા રાખવા હોય છે, જે એક મહિલાની સુંદરતામાં એક અનોખી ભૂમિકા ભજવે છે. પણ અત્યારે આપણી આ ભાગદોડ વાળી જિંદગીમાં પોસિબલ રહ્યું નથી. 80 ટકાથી વધુ મહિલાને વાળની સમસ્યા થાય છે તેની માટે જવાબદાર અત્યારનું ખાન-પાન જેટલું ખરાબ છે એટલુ જ અત્યારના કેમિકલ વાળી વસ્તુ જવાબદાર છે.
પણ અત્યારેથી વાળની સંભાળ કરીએ તો હજુ વાળને વધારે ખરતા અટકાવી શકીએ છીએ તેની માટે અમુક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તો ચાલો જાણીએ કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે, જેનાથી વાળને ખરતા અટકાવી શકીએ અને મજબૂત બનાવી શકીએ છીએ.
પેલી વસ્તુ છે અત્યાનું આ વાતાવરણ જે ખુબજ ખરાબ હાલતમાં છે. બીજું કારણ છે મિલાવટ વાળી ખાન પાનની વસ્તુ જે આપણે વિચાર્યા વગર ગમે ત્યારે ખાઈએ છીએ તેનાથી વાળની મજબૂતી પર અસર પડે છે રોજે લગભગ 5 થી 7 વાળ ખરે તે મામૂલી વાત છે પણ જો તેનાથી વધારે વાળ ખરે તો તેની માટે જલ્દીથી કોઈ ઉપાય કરવો જરૂરી છે. ચાલો જાણીએ વાળ ના ખરે તે માટે ખોરાક કેવો ખાવો જોઈએ.
- વાળ માટે શું શું જરૂરી છે.
ડોકટરો દ્વારા કહેવામા આવ્યું છે કે, તમે જે ખોરાક ખાઓ તે વિટામિન અને પોષણ વાળો ખાવો જોઈએ તેનાથી વાળને પૂરતું પોષણ મળી રહે. રોજે પાણી પીવાનું પ્રમાણ વધારવું જોઈએ તેનાથી વાળને પણ પોષણ મળે છે અને ખાવામાં સલ્ફર, ઝીંક અને પોષકતત્વોથી ભરપૂર આહાર લેવો.
બીજી વસ્તુ છે વાળ માટે સૌથી જરૂરી વસ્તુ છે તેલ આપણે વાળમાં તેલતો નાખીએ પણ હજુ સુધી લગભગ કોઈને પણ તેલ નાખવાની સાચી રીત નહીં ખબર હોય. ચાલો જાણીએ તેલને કઈ રીતે વાળમાં નાખવું જે પણ તમે તેલ ઉપયોગ કરો છો તેને પહેલા હુફાળું ગરમ કરવું પછીતેની અંદર વિટામિન E ની ટેબલેટ પણ નાખી શકાય. પછી તેને થોડું થોડું લઈ હળવા હાથે મસાજ કરવી જેનાથી તેલ વાળના મૂળ સુધી પહોચી શકે. તેનાથી વાળને પૂરું પોષણ મળશે પછી સૌથી જરૂરી વાળને દિવસમાં 1 કે 2 વાર સીધા કરી ઓળવા જેનાથી વાળની લંબાઈ વધશે.
જ્યારે મહિલાઓ તડકામાં જાય છે ત્યારે પોતાના ચહેરાને સારી રીતે કવર કરે છે તેનાથી સ્કીન પર તડકો ઓછો લાગે તો તેવું વાળ સાથે પણ કરવું જરૂરી છે કે તડકામાં જતી વખતે વાળને કવર કરવા તેનાથી તડકામાં વાળના મૂળ ઓછા ડેમેજ થાય અને વાળના મૂળ બળે નહીં.
- હવે જાણીએ કે વાળની સાથે શું શું ના કરવું જોઈએ.
1 આપણે જાણીએ છીએ કે, અત્યારના શેમ્પૂ અને કંડિશનર કેટલા કેમિકલ વાળા આવે છે કંપનીઓ એવા દાવા કરે છે કે, અમારા કંપનીના શેમ્પુમાં આ આયુર્વેદના તત્વો છે તેનાથી વાળ 99 ટકા ખરતા બંધ થઈ જશે પણ આપણી સાથે તેનું ઉલ્ટુ થાય છે અને વાળ પેલાથી વધારે ખરતા થઈ જાય છે તે માટે આપણે શેમ્પુનો ઉપયોગ સાત દિવસમાં 2 કે 3 વાર કરવો તેનાથી વધારે ઉપયોગ હાનિકારક થાય છે.
2 ખરાબ પાણીથી ક્યારે વાળ ધોવા નહીં ખરાબ એટ્લે જ્યારે સ્વિમિંગ કરવા જવ ત્યારે વાળ પર કવર કરી લેવું. ખારા પાણીનો ઉપયોગ વાળ ધોવામાં ક્યારે નહીં કરવો તેનાથી વાળના મૂળને અસર કરે છે અને તેનાથી વાળ જલ્દી ખરે છે. ખારા પાણીનો ઉપાયગો એટ્લે ક્યારે દરિયાકિનારે જવ ત્યારે પણ વાળને તે પાણી ના અડે તેનું ધ્યાન રાખવું.
3 પાર્લરમાં જઈને વાળ પર કોઈ કાર્ય કરવું જે વાળ માટે ભારે નુકસાન કરે છે. પાર્લરમાં વાળને આઇનિંગ કરવો છો તેનાથી વાળ કમજોર થાય છે અને ડબલ વાળ હોય તે ખરી જાય છે પણ તેનાથી બીજા મજબૂત વાળને ઘણું નુકસાન કરે છે તે માટે પાર્લરમાં જઈને વાળ પર કોઈ પણ પ્રયોગ કરવા નહીં.
- આ વસ્તુનો પ્રયોગ વાળને ફાયદો કરે
1 વાળને ફાયદો કરાવવા માટે વાળમાં લીમડો નાખવાથી મજબૂત અને સિલકી બને છે લીમડાના પાનને મિકસરમાં પીસી તેને લિક્વિડ જેવુ બનાવી માથામાં પોચા હાથે મસાજ કરો તેનાથી લીમડાના ગુણો વાળને આસાનીથી મળી જશે અને વાળને ઝડથી મજબૂત બનાવશે.
2 વાળને મજબૂત અને લાંબા કરવા માટે આમળનો પાવડર ખુબજ ફાયદાકારક છે. વાળમાં જ્યારે પણ તેલ નાખો તો એડિયું નાખવું જેનાથી વાળની લંબાઈ વધારવામાં મદદ મળે છે. એડિયામાં આમળાનો પાવડર મિક્સ કરવો તેના વાળ ધોવા પહેલા વાળ પર લગાવવું પછી સારી રીતે વાળને ઠંડા પાણીથી સાફ કરવા.
3 ત્રીજી વસ્તુ છે વાળને ધુમાડો, ધૂડ વગેરેથી બચાવી રાખો તેનાથી વાળને કમજોર પડતાં અટકાવી શકો છો. તમે દૂધી ને મિકસરમાં પીસીને તેનું પણ લિક્વિડ બનાવી વાળ પર 20 મિનિટથી વધુ લગાવી રાખવી પછી તેને સારી રીતે ધોઈ લો પણ પાણી ઠંડુ હોવું જોઈએ ગરમ પાણીથી વાળના મૂળ બળી શકે છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.