આજકાલના મોર્ડન જમાનામાં વાળને સ્ટ્રેટ કરવાનો એક ક્રેજ ચાલે છે. જે મહિલાના વાળ લાંબા અને સ્ટ્રેટ હોય તેનામાં આત્મવિશ્વાસ વધારે જોવા મળે છે. સ્ટ્રેટ અને સિલ્કી વાળ વાળી છોકરીઓ સ્ટાઈલીશ અને ફેશનેબલ પણ લાગે છે. વાળને સ્ટ્રેટ કરવા માટે મહિલાઓ મોઘા બ્યુટીપાર્લરમાં જાય છે અને ત્યાં હજારો રૂપિયા વાળ માટે ખર્ચ કરે છે.
પાર્લરમાં વાળ સ્ટ્રેટ કરવાથી વાળ થોડા સમય માટે સારા રહે છે. પણ પછી વાળ ખરવાની સમસ્યા શરૂ થાય છે અથવા ધીમે-ધીમે વાળ પાતળા થવા માંડે છે. કારણ કે પાર્લરમાં જયારે તમારા બ્યુટીશન વાળ સ્ટ્રેટ કરે ત્યારે તે વાળને સ્ટ્રેટ કરેવા માટે મોંઘા કેમિકલ્સ નો ઉપયોગ કરતા હોય છે. અને વાળને સીધા કરવા માટે સ્ટ્રેટનીંગ મશીનનો પણ ઉપયોગ કરે છે. તેનાથી વાળ પર આડઅસર થઈ શકે અને વાળ ખરવા માંડે છે.
વાળને સીધા અને ખરતા અટકાવવા માટે અપનાવો આ ઘરેલું નુસ્ખાઓ તેનાથી તમારા વાળ બનશે સ્ટ્રેટ. અને તમારા ખોટા ખર્ચ પણ બચી જશે. વાળને સ્ટ્રેટ બનાવવા માટે બધી સામગ્રી તમારા રસોડામાં જ મળી રહેશે. જેનાથી તમારા વાળને કોઈ નુકસાન કે આડઅસર નહી થાય. તો આવો જાણીએ ઘરેલું નુસખા.
વાળ માટે બેસ્ટ હેર માસ્ક છે. એલોવેરા અને મધનું હેર માસ્ક આ એલોવેરા વાળના મૂળને મજબુત બનાવે છે. એલોવેરા જેલમાં પોલીસેક્રરાઈડ અને પ્રોટીન જે તમારા માથાની ત્વચાને ઠંડક અને આરામ આપે છે. એલોવેરમાં પ્રોટીઓલેટીક એન્ઝાઈમ પણ હોય છે. જે માથાની ડેડ સ્કીનને દુર કરી અને હેર ગ્રોથમાં પણ મદદ કરે છે અને મધ વાળને શાઈન આપવાનું કામ કરે છે.
એલોવેરા અને મધનું હેર માસ્ક બનાવવા માટે તમારા વાળના ગ્રોથ પ્રમાણે એલોવેરા જેલ લેવું જો તમે એલોવેરા જેલ સીધું તેના છોડમાંથી લઈ યુઝ કરો તો તે વધારે સારું રીઝલ્ટ આપશે. એલોવીરા જેલમાં 3 થી 4 ચમચી જેટલું મધ ઉમેરવું આ બનેને બરાબર મિક્સ કરવા માટે બ્લેન્ડર ફેરવી દેવું પછી આ મિશ્રણને વાળના મૂળમાં બરાબર લગાવવું અને એક કે દોઢ કલાક પછી માથું વોશ કરી લેવું આમ કરવાથી તમારા વાળ સ્ટ્રેટ અને ચમકદાર થવા લાગશે. આ હેર માસ્ક કોઈ પણ પ્રકારની આડઅસર કરશે નહી.
વાળને સ્ટ્રેટ કરવા માટે નાળીયાર છીણી લેવું તેમાં થોડું એલોવેરા જેલ મેળવવું અને આ બનેને મીક્ચરમાં થોડું પાણી ઉમેરી ક્રશ કરી લેવું આ પેસ્ટને એક પાતળા કાપડ વડે બરાબર ગાળી અને આ પાણીને એક કપમાં ભરી અલગ રાખી દેવું. પછી એક બાઉલમાં એક ચમચી કોર્નફલોર, એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી એરંડાનું તેલ આ બધી વસ્તુને બરાબર મિક્સ કરવી.
મિક્સ કર્યા બાદ ગેસ પર નોનસ્ટીક વાસણમાં જે નાળીયરનું પાણી બનાવ્યું તે ઉમેરવું અને તેમાં કોર્નફલોર વાળું મિશ્રણ પણ મિક્સ કરી દેવી આ બન્નેને ધીમી આંચ પર ગરમ કરવું જ્યાં સુધી આ મિશ્રણ થોડું ઝાડું ક્રીમ જેવું થાય ત્યાં સુધી ગરમ કરવું.
આ મિશ્રને ઠંડુ થાય પછી વાળમાં એક-એક લટમાં લગાવવું અને 4 મિનીટ સુધી મસાજ પણ કરવી આ હેર માસ્કને 1 ક્લાક સુધી વાળમાં લગાવી રાખવું એક કલાક પછી હેર વોશ કરી લેવા આ ઉપાયથી તમારા વાળ સ્ટ્રેટ લાગવા માંડશે. ઉપરોક્ત ઉપાય તમે ઘરે રહીને કરી શકો છો.
જો તમેને ઈંડા યુઝ કરવાથી કોઈ પ્રોબ્લમ ના હોય તો તેનું હેરમાસ્ક પણ વાળને સ્ટ્રેટ કરવામાં મદદ કરે છે. ઈંડા વાળને મજબુત કરે છે અને તેને ખરતા અટકાવે છે. આવો જાણીએ ઈંડા અને ઓલીવ ઓઈલ થી બનેલ હેર માસ્ક વિષે થોડી માહિતી.
હેર માસ્ક બનાવવા માટે 2 ઈંડા લેવા તેનું પલ એક બાઉલમાં કાઢી લેવું તેમાં એક ચમચી ઓલીવ ઓઈલ નાખવું આ બન્નેને બરાબર મિક્સ કરવા માટે તેમાં થોડું પાણી પણ એડ કરવું પછી તેને બરાબર મિક્સ કરવું. આ મિશ્રને વાળમાં લગાવવું અને એકથી દોઢ કલાક પછી માથું ખાલી પાણીથી વોશ કરી લેવું અને બીજા દિવસે શેમ્પુ વડે હેર વોશ કરવા. ઈંડા વાળા આ હેરમાસ્કથી તમારા વાળ ખરતા એકદમ બંધ થઈ જશે સાથે-સાથે વાળ સિલ્કી અને સ્ટ્રેટ પણ બનશે. અપનાવો આ ઘરે બનાવેલ હેર માસ્ક જે બનાવશે તમારા વાળને સ્ટ્રેટ, સિલ્કી. અને સાથે-સાથે વાળને ખરતા એકદમ બંધ કરી દેશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.