મિત્રો, વરસાદના મોસમમાં આ માખીઓ આપણને ખુબ જ પરેશાન કરતી હોય છે. ચોમાસામાં માખીના ઉપદ્રવથી આપણે ત્રાસી જતાં હોઈએ છીએ. માખીઓ બહારની અનેક ગંદી જગ્યા પર બેસીને આપણા ઘરમાં આવીને ખાધ્ય સામગ્રી પર બેસીને આપણને બીમારીનો ભોગ પણ બનાવતી હોય છે. તો આવી દેખાવમાં નાનકડી પરંતુ ભયંકર એવી માખીઓથી બચવાના કેટલાક ઉપાયો આજે અમે તમારા માટે લાવ્યા છીએ. જે નીચે મુજબ છે.
🦗માખીઓની ઉત્પત્તિ અને તેનું જીવન🦗
🦗દોસ્તો આપણે જોઈએ છીએ કે વરસાદી મોસમમા અચાનક જ માખીઓની સંખ્યામાં અનેક ગણો વધારો થયેલો જણાય છે. તો એનું કારણ છે માખી એક સાથે 100 થી 125 ની સંખ્યામાં ઈંડા મૂકે છે. આ ઈંડાનો રંગ સામાન્ય ઈંડાની જેમ જ વાઇટ હોય છે. આ ઈંડા મૂકવા માટે માખી સડેલી ચીજો, કચરો કે એવી ગંદકી જ પસંદ કરે છે.
આ ઈંડા 24 કલાકમાં જ પગ વગરના પ્યુપના રૂપમાં પરિવર્તન પામે છે. ત્યારબાદ એ પ્યુપ એ કચરાને, ગંદકીને ખાયને પોતાના શરીરને વિક્સવે છે. આ પ્યુપમાંથી ત્રણથી ચાર દિવસમાં જ લાલ ભૂરા રંગમાંથી સંપૂર્ણ માખીના રૂપમાં બહાર આવી જાય છે. માદા માખી નર માખી કરતાં મોટી દેખાય છે.
🦗સામાન્ય એવું શરીર ધરાવતી આ માખીનું આયુષ્ય વિસથી ત્રીસ દિવસનું હોય છે. આ માખીઓ કોઈ સામાન્ય નથી. તે આપણને ટાઈફોઈડ, ફૂડ પોઈઝનિંગ, ડાયરીયા જેવી ખતરનાક બીમારીઓનો ભોગ બનાવી શકે છે. આપણા ઘરમાં જોવા મળતી માખી માત્ર આપણા ઘરમાં જ નથી રહેતી. પરંતુ બહારની ગંદકી પર પણ જાય છે. અને આપણને બીમાર પાડે છે.
🦗ઘરમાંથી માખીઓને દૂર કરો આ રીતે 🦗
🦗માખીઓને અમુક પ્રકારની સુગંધ બિલકુલ પસંદ હોતી નથી. જેમ કે નિલગીરીના તેલની સુગંધ માખીને પસંદ નથી. તો જ્યાં માખીઓ વધુ છે ત્યાં તમે નિલગીરીના તેલમાં એક કાપડના ટુકડાને સારીરીતે પલાળીદો. પછી તેને એક નાનકડી ડીશમાં પાથરીને મુકીદો. માખીઓ આ સુગંધથી દૂર જ રહે છે.
🦗નિલગિરીની સુગંધની જેમ માખીને તુલસી, પુદીનાની સુગંધ પણ પસંદ નથી. આ બંને છોડ જો તમારા ઘરમાં હશે તો માખીનો ત્રાસ ઓછો થશે. પરંતુ જો તુલસી, પુદીનો ઘરમાં નથી તો ચિંતા ના કરો. આ બંનેના સૂકા પાન ની એક પોટલી બનાવીને જ્યાંથી માખીઓ વિશેષ આવે છે ત્યાં આ પોટલીને લટકાવવાથી પણ માખી ઘરમાં આવવાનું ટાળશે.
🦗ઘરમાં જો માખીઓ વધી છે તો એક ખૂબ જ સરળ ઉપાય છે. આપણે સૌ આપણા ઘરમાં ફિનાઈલની ગોળીઓ તો રાખીએ જ છીએ. ફીનાઇલની પાંચ ગોળી લઈને તેને ખુબજ બારીક વાટીલો. હવે આ પાઉડરને બે ગ્લાસ પાણીમા પિગાળો અને પછી એ પાણીને બોટલમાં ભરીને જ્યાં માખીઓ વિશેષ જોવા મળે છે તેવી બધી જ જગ્યાએ સ્પ્રે કરો. આમ કરવાથી માખીઓ મિનિટોમાં દૂર થશે.
🦗માખીને ભગાવવાનો એક બેસ્ટ ઉપાય છે કપૂરનો ધૂપ. આ ધૂપથી આપણને ડબલ ફાયદો થાય છે. એક તો આપણા ઘરની હવા શુદ્ધ થશે. અને બીજું માખીઓ ઘરમાંથી પલાયન થાય છે. આના માટે તમારે કપૂરની સાત-આઠ ગોટીઓ લઈને ધૂપિયામાં કે માટીના કોડીયામાં ધૂપ કરીને પૂરા ઘરમાં ફેરવવાથી માખીઓ ઘરથી દૂર જશે.
🦗માખીઓના ત્રાસથી બચવા માટે આપણે ઘરમાં લોબાનનો ધૂપ પણ કરી શકીએ. આ ધૂપ ઘરના વાતાવરણને શુદ્ધ કરે છે અને માખીને ભગાવે છે. એક કોડીયામાં લોબાનની નાની-નાની ગાંગડી લઈને તેના પર લાકડાનો થોડો ભૂકો ઉમેરો જેનાથી લોબાનનો ધૂપ થશે અને માખીઓ દૂર થશે. આ ધૂપ હરરોજ પણ કરી શકાય.
🦗જો તમારે માખીઓના ત્રાસથી છૂટવું છે. તો કેટલીક તકેદારીઓ તો રાખવી જ પડશે. આવી નાની-નાની બાબતોનું ધ્યાન રાખવાથી પણ માખીઓ ઓછી થાય છે. જેમ કે મીઠી વસ્તુ ઢોળાઇ ગઈ છે તો તુરંત જ તે જગ્યાને સાફ કરી લો. મીઠાઈના ડબ્બાને ખુલ્લા ના મુકી દો. કચરાના ડબ્બાની નિયમિત સફાઈ રાખો અને ઢાંકણ હંમેશા ઢાંકીને જ રાખો. આવી નાની વાતોનું ધ્યાન પણ માખીઓ ઓછી કરી શકે છે.
આશા છે કે, તમને કાઈક નવું જાણવા મળ્યું હશે.. તમને આ માહિતી ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good ” જરૂર લખજો. આવી બીજી માહિતી જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.