લસણ માત્ર ભોજનમાં સ્વાદ વધારે છે એવું નથી પરંતુ લસણ એક શ્રેષ્ઠ ઔષધી પણ છે. કેટલાક લોકો લસણની ગંધને કારણે તેનાથી દૂર રહે છે, પરંતુ તે લોકો જાણતા નથી કે લસણ પ્રકૃતિની એક એવી ભેટ સમાન છે, જેના લાભ બીજે ક્યાંય ન મળે. લસણથી થનાર લાભ અને આયુર્વેદિક ગુણો સદીઓ જૂના છે.
સંશોધન મુજબ 5000 વર્ષ પહેલાં પણ લસણનો ઉપયોગ ઉપચાર માટે કરવામાં આવતો હતો. લસણ અનેક રોગોમાં વરદાન સમાન સાબિત થાય છે. આયુર્વેદના લગભગ બધા જ ગ્રંથકારોએ તેના ઉત્તમ ઔષધિય ગુણો અને ઉપયોગોનું વિશેષ વર્ણન કર્યું છે. જે જાણવા અને સમજવા જેવું છે. લસણના ફાયદા તો ઘણા છે, પરંતુ ગરમ પાણીમાં લસણની ફક્ત 2 કળી એડ કરીને પીવાથી અદ્દભૂત ફાયદા થાય છે.
પગની કળતર- મહિલાઓ માટે પગની કળતર હંમેશાં માથાનો દુખાવો બની રહે છે. લસણમાં ગંધક હોય છે જે લોહીની ગાંઠ બનવા નહીં દે. તે ઉપરાંત તેમાં પ્રોટીન, ચરબી, ખનીજ, વગેરે નસોમાં લોહીનો પ્રવાહ વધારવાનું કામ કરે છે. જેથી પગની કળતરમાંથી છુટકારો મળી રહેશે.
ડાયાબિટીસ- આજકાલ ડાયાબિટીસ ઘરના એક વ્યક્તિને તો જોવા મળે જ છે. અને તેના કારણે શરીરમાં બીજી પણ બીમારીઓ થવા લાગતી હોય છે. જે વ્યક્તિને ડાયાબિટીસ થાય તેની રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે. અને દિવસ જતાં બીમારીઓનો ચેપ પણ વધારે લાગી જતો હોય છે. તેનાથી બચવા માટે ગરમ પાણીમાં લસણ અથવા ગરમ પાણી સાથે લસણ ચાવીને ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ વધશે.
લસણમાં રહેલું એન્ટી ઓક્સીડેન્ટ શરીરમાં ઇન્સ્યુલિન બનવા દેતું નથી તેના કારણે ડાયાબિટીસ કંટ્રોલ કરી શકાય છે. ઘણા લોકો લસણ વાળી ચા પણ પીતા હોય છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને વ્યક્તિને ડાયાબિટીસ જેવા રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે.
કબજિયાત- ખરાબ જીવનશૈલીના કારણે અત્યારે કબજિયાતની સમસ્યા વધી રહી છે. તેના માટે ગરમ પાણી ઘણા લોકો પીતા હોય છે પરંતુ જો ગરમ પાણી સાથે કાચું લસણ ચાવીને ખાવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. તે પાચનક્રિયાને સરળ બનાવે છે. આંતરડાને પણ સ્વસ્છ રાખવાનું કામ કરે છે. તેથી જો કોઈને કબજિયાતની સમસ્યા હોય અને દવા લઈને કંટાળી ગયા હોવ તો આ પ્રયોગ તમને ઘણા અંશે રાહત અપાવશે.
પૌરુષ શક્તિમાં વધારો- જે પુરુષને કોઈ પ્રકારની ખામી હોય તેના માટે જરૂરી છે લસણનું સેવન કરવું. લસણના સેવન સાથે તમે ગરમ પાણી પીવો તો બોડી ડિટોક્ષિફાય થાય છે. જેનાથી હોર્મોન સારી રીતે બને છે. અને કોઈપણ પુરુષની શક્તિ મજબૂત બનાવે છે.
હૃદય રોગ- આજકાલ હૃદયરોગનું જોખમ ખૂબ જ વધી રહ્યું છે. જેના કારણે નાની ઉંમરના માણસો પણ મૃત્યુ પામી રહ્યા છે. તેના માટે રામબાણ ઇલાજ છે આ લસણનું પાણી. જો તમે કાચા લસણનું સેવન કરશો તો હૃદય સ્વસ્થ રહેશે, પરંતુ ગરમ પાણી સાથે લસણનું સેવન કરો. તેનાથી બ્લડસર્ક્યુલેશન સારું થાય છે. અને લોહી બરાબર હૃદય સુધી પહોંચી શકે છે. જેથી હૃદય રોગનું જોખમ ઘટાડી શકાય છે. લસણમાં કાર્ડિયો પ્રોડક્ટિવિટી નામનું તત્વ રહેલું છે. જેના કારણે હૃદય સાથે જોડાયેલી કોઈપણ બીમારીથા તે દૂર રાખે છે.
મગજને શક્તિશાળી બનાવે- અત્યારે માણસનું મગજ ચિંતા, અને ટેન્શનના કારણે હતાશ થઈ જાય છે. ઘણી વખત કામનો લોડ એટલો બધો વધી જાય છે કે કહેલી વસ્તુ અથવા વાત પણ યાદ રહેતી હોતી નથી. તેના માટે લસણના પાણીનું સેવન કરશો તો જરૂર ફાયદો થશે.
તેનાથી તમે કોઈપણ વસ્તુ પર બરાબર ધ્યાન આપી શકશો. તમારી મેમરી પાવર ફૂલ થવાના કારણે ઓફિસનું કામ કે અન્ય કોઈપણ કામ હોય તેના પર પૂરતું ધ્યાન આપી શકાશે. કેમ કે તમારા મગજમાં જે કોઈ ભાર હશે તેને દૂર કરવાનું કામ કરે છે લસણ. આ પ્રયોગ બે અઠવાડિયા સુધી નિયમિત કરવો અચૂક લાભ થશે.
ઇમ્યુનિટી સિસ્ટમ તેજ કરે – ઉનાળા પછી હવે ચોમાસાની ધીમી ધારે શરૂઆત થઈ ગઈ છે. અને આ ઋતુમાં ખાસ કરીને વધારે પડતા લોકો બીમાર પડતા હોય છે તેનાથી બચવા માટે ગરમ પાણી સાથે લસણનું સેવન ખાસ કરીને કરવું જોઈએ.
કેમ કે લસણમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટિ વાયરલ એક્ટિવિટી રહેલી હોય છે. જે ચોમાસામાં થતી ફંગલ જેવી બીમારીઓથી આપણા શરીરને બચાવવાનું કામ કરે છે. ગરમ પાણી જો નિયમિત પીતા હશો તો ઘણી બીમારીઓ શરીરમાં પ્રવેશી શકશે નહીં.
આંતરડાનું કેન્સર- આંતરડાના કેન્સરથી પીડાતી વ્યક્તિ ડૉક્ટરની સલાહ પ્રમાણે લસણનો ઉપયોગ કરે તો કેન્સર સામ લડી શકે છે. લસણમાં ફ્રી રેડિકલ્સને રોકવાની શક્તિ છે. કેન્સરની ગાંઠ ફ્રી રેડિકલ્સથી થતી હોવાનો સંશોધકોનો મત છે. આમ લસણમાં રહેલું એલિનસ નામનું એન્ઝાઈમ નકામા કોષોનો નાશ કરે છે. અને તમને કેન્સર જેવી બીમારીથી છુટકારો મળી રહે છે.
ધ્યાનમાં રાખવા જેવી વાત- આ રીતે દરરોજ લસણની કળીનું સેવન કરવાથી શરીરને વિટામિન-એ, બી અને સીની સાથે આયોડીન, આર્યન, પોટેશિયમ, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો એક સાથે મળી જાય છે. જેથી શરીરમાં પોષક તત્વોની ઉણપ સર્જાતી નથી. જેથી તમે અનેક બીમારીઓથી દૂર રહી શકો છો.
જો તમને લસણથી કોઈ પ્રોબ્લેમ હોય અથવા તેની એલર્જી હોય તો, તમે આ લસણથી થતાં પ્રયોગ ના કરી શકો તો પણ ચાલશે. અને જો કરવા હોય તો પહેલા ડોક્ટરની પરવાનગી લઈને કરી શકો છો. જેની ખાસ તકેદારી રાખવી જોઈએ.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.