આજકાલ લોકોને અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે. જેના કારણે દવાઓ ખાવી પડતી હોય છે. જેનાથી લાંબા ગાળે કિડની પર અસર પડતી હોય છે. જો તમે જૂનામાં જૂની બીમારીથી પરેશાન હોવ અને તેને દૂર કરવા માગતા હોવ તો એક જ દેશી ઉપાય છે ગરમ પાણી.
તેનાથી શરીરને અનેક ફાયદા થાય છે. ગરમ પાણી અનેક રોગોને દૂર કરે છે. સાથે તમારું મેટાબોલિઝમ પણ સારું રાખે છે. પાણી શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. તેનાથી પેશાબ છૂટથી થતો હોય છે. શરીરમાંના વિષાણુઓ મૂત્ર વાટે બહાર નીકળી જાય છે. જો તમને ગરમ પાણી પીવાની આદત નથી તો અપનાવો. રાત્રે સૂતા વખતે અને સવારે વહેલા પીવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે.
યુરિક એસિડ- આજકાલ મોટાભાગની સ્ત્રીઓ 30 વટાવ્યા બાદ આ પ્રોબ્લેમ વધવા લાગ્યો છે. જેના કારણે સાંધાનો અને હાડકાંનો દુખાવો થવા લાગે છે. તેના કારણે અમુક મહિલાઓ નાની ઉંમરમાં ખૂબ જ હેરાન થતી હોય છે. તેના માટે આર્શીવાદરૂપ છે ગરમ પાણી. સવારે 1-2 ગ્લાસ ગરમ પાણી પીવાથી યુરિન સાથે યુરિક એસિડ અને ઝેરી તત્વો જે હોય છે તે શરીરમાંથી બહાર નીકળી જાય છે. અને ધીમેધીમે શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ ઓછું થવા લાગે છે.
સંધિવા, માંસપેશીઓના દુખાવામાં રાહત- રોજ સવારે જો તમે ગરમ પાણી પીવો છો, તેમ છતાં તમને સાંધા, ગોઠણ કે માંસપેશીઓ દુખે છે. તો તમારે તે ગરમ પાણીમાં અજમાનો પાઉડર અથવા અજમો નાખી તે પાણી પી જવું. આ પ્રયોગથી તમારા લોહીનો પ્રવાહ શરીરમાં સારો બને છે. જેથી સવારે ભૂખ્યા પેટે રોજ અડધી ચમચી જેટલો અજમો કે પાઉડર ગરમ પાણી સાથે લેવો. તમને શરીરના જે ભાગમાં સોજો હશે તે પણ ઓછો થઈ જશે. અને દુખાવામાં આરામ મળશે.
કબજિયાત-ઘણા લોકોને કબજિયાતની સમસ્યા રહે છે. તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ હોય છે. પરંતુ જો તમે રોજ રાત્રે જમ્યાના 1 કલાક પછી 1 ગ્લાસ ગરમ પાણી પીશો તો ગેસ, એસિડિટી, અપચો વગેરે બીમારી દૂર ભાગવા લાગશે. રોજ સવારે તમારું પેટ સાફ થઈ જશે. અને તમારું સ્વાસ્થ પણ સુધરશે. કેટલાક લોકો આ પાણીમાં કાળું મીઠું મિક્સ કરીને ગરમ પાણી પીતા હોય છે. તેનાથી પણ કબજિયાતની સમસ્યા દૂર થશે અને પેટ સ્વસ્થ રહેશે.
પેટની ચરબી ઘટશે-બેઠાળું જીવન, વધારે પાડતા ફાસ્ટફૂડના પ્રતાપે લોકોની પેટની ચરબી વધવા લાગી છે. અને તે શરીરને અંદરથી ખરાબ કરવાનું કામ કરે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો રોજ ગરમ પાણીમાં લીંબુનો રસ નીચોવીને પીવો. જેથી ચરબી ઘટવા લાગશે. મોટાભાગના લોકો કેલેરી ઓછી કરવા માટે આ રીતે અપનાવતા હોય છે.
જમ્યા બાદ જો તમે ગરમ પાણી પીશો તો પાચનક્રિયા સુધરે છે. અને રક્ત પ્રવાહ વધે છે. સાથે સાથે શરીરમાં જામેલી વધારાની ચરબી પણ ઘટવા લાગે છે. જો તમને આ પ્રોબ્લેમ હોય તો જમ્યા પછી રોજ રાત્રે હુંફાળું ગરમ પાણી પીવો 1-2 મહિના આ રીતે કરવાથી જરૂર ફાયદો થશે. તેનાથી તમારું વજન પણ ઘટતું હોય તેમ લાગશે.
ત્વચા ચમકાવે-ગરમ પાણી પીવાથી માત્ર પેટ માટે જ નહીં, પરંતુ ત્વચા માટે પણ ઘણા ફાયદા થાય છે. રાત્રે સૂતી વખતે ગરમ પાણી પીવાથી ત્વચામાં ચમક આવે છે. જેને મોટી ઉંમરમાં પણ નાના દેખાવું હોય તો ગરમ પાણી તમારી સારી મદદ કરશે. નિયમિત ગરમ પાણી પીવાથી સ્કીનના ઝેરીલા બેક્ટેરિયા બહાર નીકળે છે. જે સ્કીનના અંદરના સેલ્સ હોય છે. તે ત્વચાને રિપેર કરવાનું કામ કરે છે. જેથી લોહીનું પરિભ્રમણ સારું બને છે સાથે કરચલીઓ ત્વચા પર દેખાતી નથી. જેથી તમે દિવસેને દિવસે સુંદર દેખાશો.
ડાર્ક સર્કલ દૂર-વધારે પડતો મોબાઇલ, કોમ્પ્યુટર કે લેપટોપ પર વર્ક કરવાના કારણે અથવા રાત્રે ઉજાગરાના કારણે આંખની નીચે ડાર્ક સર્કલ્સ થઈ જતા હોય છે. જેના કારણે ચહેરો ખરાબ લાગવા લાગે છે. તો તમે રોજ 1 ગ્લાસ ગરમ પાણી પીવાનું શરૂ કરી દો. તમને થોડા મહિનામાં આ સમસ્યામાંથી છુટકારો મળી જશે. પરંતુ નિયમિત પીવાથી ફાયદો થશે. વચ્ચે વચ્ચે સ્ટોપ કરશો તો જોઈતું પરિણામ નહીં મેળવી શકો.
વાળમાં ફાયદાકારક-ધૂળ, પ્રદૂષણ અને ખોરાકના કારણે દરેકને હેર ફોલ થવાનો પ્રોબ્લેમ રહે છે. મોટાભાગની મહિલાઓ આ પ્રકારના પ્રોબ્લેમથી પરેશાન હોય જ છે. તેનાથી બચવા માટે ગરમ પાણી પીવું, જે તમારી માથાની સ્કીનને નરમ બનાવશે. જેથી ખોડો થશે નહીં. અને માથામાં ભેજ જળવાઈ રહેતો હોવાના કારણે સિલ્કી અને શાઈની બને છે.
માસિક ધર્મ-માસિક ધર્મ દરમિયાન પેટના દુખાવાની ફરિયાદ સામાન્ય છે. આવી તકલીફ ગરમ પાણી લાભ આપે છે. દર છ કલાકે ગરમ પાણીને ચાની માફક પીવાથી પેટની સફાઈ થાય છે અને દુખાવાછી આરામ મળે છે.
આ રીતે ગરમ પાણી સવારે કે સાંજે ભોજન કર્યા બાદ સાદું પીવું અથવા લીંબુ અને મધ નાખીને પાવીથી પણ અનેક બીમારીઓ દૂર થતી હોય છે. તમે પણ આજથી શરૂ કરો ગરમ પાણીનું સેવન અને પછી જુઓ તેના ફાયદા.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.