કોઈપણ વ્યક્તિ પૈસા કમાવવા માટે ગમે તે ધંધો શરૂ કરી દેતા હોય છે. અને તેમાં ખાણી-પીણીનો ધંધો તો એવો છે કે તે ગમે તે જગ્યા પર ગમે તે શરૂ કરે થોડા સમયમાં નાની મોટી કમાણી આપતો જ હોય છે. પછી તે નાની લારી વાળો હોય કે મોટી ફાઈવ સ્ટાર હોટેલ વાળો. ઘણી વખત પૈસા કમાવવાની લાલસામાં ગ્રાહકોને ગમે તેવું જમવાનું આપીને તેમના સ્વાસ્થ્ય સાથે મજાક કરતા હોય છે. અને ભોળા ગ્રાહકોને એ વાતની જરાપણ જાણ હોતી નથી, તે સસ્તી વસ્તુના હજારો રૂપિયા ખર્ચ કરી નાખતા હોય છે.
ઘણી રેસ્ટોરન્ટ તો એવી હોય છે કે ખાવાની ક્વોલિટી સારી હોતી નથી અને ચાર્જ ડબલ વસૂલતા હોય છે. એકલી ખાવીની જ વસ્તુ નહીં પરંતુ આપણે ક્યાંય હોટેલ રહેવા માટે બુક કરાવીએ તેમાં પણ કેટલીક વસ્તુ એવી છે કે તે લોકો ગોલમાલ કરતાં હોય છે. આવી ઘણી બધી વસ્તુ છે જેનાથી તમે અજાણ હશો. તો ચાલો આજે એવી કેટલીક વસ્તુ વિશે વાત કરીએ જે ગ્રાહકો સામે હોટેલ કે રેસ્ટોરન્ટ વાળા લાવતા હોતા નથી.
વેલકમ શરબત(ડ્રિંક્સ)- આપણે ત્યાં હવે વેલકમ ડ્રિંક્સનું ચલણ શરૂ થઈ ગયું છે. પહેલા માત્ર ફાઈવ સ્ટાર હોટેલોમાં અપાતું હતું જે હવે મોટાભાગની રેસ્ટોરન્ટ અને લગ્ન પ્રસંગે પણ લોકો રાખતા હોય છે. પરંતુ આપણે રેસ્ટોરન્ટની વાત કરીએ ગમે તેટલી મોંઘી રેસ્ટોરન્ટ હોય ભલે ને ફાઈવ સ્ટાર જ કેમ ન હોય વેલકમ ડ્રિંક્સના ગ્લાસ બરાબર સાફ કરવામાં આવતા હોતા નથી.
-એક વ્યક્તિને જે ગ્લાસ આપે છે તે જ ગ્લાસ બીજી વખત કોરા કપડાં વડે સાફ કરી બીજી વ્યક્તિને આપતા હોય છે. એટલે કે કાચના ગ્લાસને સાબુ કે લિક્વીડ લગાવ્યા વગર સાફ કરી નાખવામાં આવે છે. હવે તમે વિચારો કે કોઈ બીમાર વ્યક્તિ તે ગ્લાસ યુઝ કરે અને પછી એ જ ગ્લાસ બીજી વ્યક્તિ ફરી યુઝ કરે તો તેના બેક્ટેરિયા પેટમાં જાય છે. સાજો વ્યક્તિ પણ બીમાર પડે છે.
રૂમાલ- આપણે બહાર ફરવા જઈએ ત્યારે હોટેલમાં રોકાઇ તે સમયે હોટેલનો સ્ટાફ નહાવા માટે રૂમાલ આપતા હોય છે. તે આપણને એક નજરે જોતાં તો ચોખ્ખો અને મસ્ત મજાનો સોફ્ટ લાગતો હોય છે. પરંતુ શું તમને ખબર છે કે તમે તે રૂમ ખાલી કરો છો તે પછી સ્ટાફ તે રૂમાલ વડે વોશરૂમ અને રૂમનું ડસ્ટિંગ કરતા હોય છે. પછી તે ધોવા નાખી પાછા આ રીતે યુઝમાં લેતા હોય છે.
સૂપ- મોટાભાગના લોકો રેસ્ટોરન્ટમાં જાય એટલે સૂપથી જમવાની શરૂઆત કરતા હોય છે. તેમાં પણ નોન વેજીટેરીયન લોકો વેજ સૂપ ઓર્ડર કરતાં હોય છે. તે ક્યારેય નોનવેજ ખાવાનું પસંદ કરતા હોતા નથી. પરંતુ હોટેલમાં જે લોકો કામ કરે છે તેમને ખ્યાલ હોય છે કે ખરેખર તે વેજિટેબલ સૂપ હોતો નથી. કેમ કે નોન વેજ અને વેજ સૂપની રેસિપી એક જ હોય છે.
વેજિટેબલ સૂપ બનાવવા માટે કેટલાક વેજિટેબ્લ્સ એવા હોય છે ઘણા મોંઘા આવતા હોય છે. આપણા ત્યાં દાલમખની સૂપ કેટલાક લોકો પીતાં હોય છે. પરંતુ તેમને ખબર હોતી નથી કે દાલ મખની સૂપ એકદમ ચીકણો બનતો હોય છે. ઘણા હોટેલ વાળા આ સૂપ લોકોને નોન વેજ રેસિપીથી જ તૈયાર કરીને આપે છે.
ઉપરની વાત હતી સામાન્ય હોટેલ અને રેસ્ટોરન્ટના કિચનની હવે વાત છે ફાઈવસ્ટાર કિચનની-
એઠું ખાઈએ- આપણે જે પણ હોટલમાં જઈએ છીએ તે જમવાનું ચોખ્ખું હોતું નથી. તે એઠું જ હોય છે. કેમ કે જે પણ ઓર્ડર કરવામાં આવે છે તે હોટેલના શેફથી માંડીને વેઈટર દરેક વ્યક્તિ ચાખતા હોય છે. તેમની ચાખવાની રીત ગમે તે હોય આપણે તેને હોંશેહોંશે ખાઈએ છીએ. ખુદ હોટેલનો મેનેજર પણ આ ખોરાકનો ટેસ્ટ કરતો હોય છે.
કેટલીક વખત આપણે કઈ સબ્જી વધી તો તે લોકો પાછી કિચનમાં લઈ જઈ તે વાસણમાં ભેગી કરી દેતા હોય છે. આ રીતે બીજાની એઠી સબ્જી આપણે ઘણી વખત ખાતા હોઈએ છીએ.
કટિંગ બોર્ડ- આપણે નોનવેજ અને વેજ બંને ભેગી હોટલમાં જતા હોઈએ છીએ ત્યારે શાકભાજી માટે તેમજ માંસ મચ્છી કટિંગ કરવા માટે કટિંગ બોર્ડ રાખેલા હોય છે. તેના કલર પણ નક્કી હોય છે. જેમ કે ગ્રીન બોર્ડ વેજિટેબ્લ્સ અને લીલા શાકભાજી માટે, લાલા બોર્ડ માંસ-માછલી માટે, સફેદ બોર્ડ બ્રેડ કટ કરવા.
પરંતુ આ અલગ અલગ કલર વાળા બોર્ડનો વસ્તુ પ્રમાણે ક્યારેય ઉપયોગ થતો હોતો નથી. તે માત્ર જોવા માટે જ હોય છે. બધી વસ્તુ એક જ જગ્યા પર રાખીને કટ કરવામાં આવતી હોય છે. એટલું જ નહીં તેના માટે ચપ્પા પણ એક જ રાખવામાં આવતા હોય છે.
બિલમાં ગોલમાલ- આપણે હોટેલમાં જઈએ ત્યારે જમીએ પછી છેલ્લે હોટેલનો સ્ટાફ બિલ બુક લઈ આવતા હોય છે. તેમાં કેટલી વસ્તુનો કેટલો ચાર્જ થયો તેની ગણતરી કરી પૈસા લખેલા હોય છે. તેની ઉપર કેટલાક એવા ચાર્જ પણ લગાવેલા હોય છે. જેને તે લોકો એક્સ્ટ્રા ચાર્જ તરીકે વસૂલતા હોય છે.
કોઈ વ્યક્તિ તેનો હિસાબ લગાવે અને ભૂલ શોધે તો હોટેલના માણસો ભૂલ થઈ ગઈ એવું કહીને વાત ફેરવી નાખતા હોય છે. તમારે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ.
પ્લેટ- પૈસાદાર માણસ કોઈ ફાઈવ સ્ટાર હોટેલમાં પાર્ટી આપે અથવા કોઈ પ્રસંગ કરે તો તે માણસ પ્રમાણે પ્લેટના પૈસા નક્કી કરતો હોય છે. કેમ કે ફાઈવ સ્ટાર હોટેલમાં એક પ્લેટનો ભાવ 800થી શરૂ થઆ 1500 રૂપિયા અથવા તેનાથી પણ વધારે હોય છે. તે સમયે ઘરના સભ્યો પોતાનું ફંક્શન હોવાથી ફ્રી હોતા નથી અને હોટેલનો સ્ટાફ પ્લેટ નક્કી કરી હોય તેના કરતાં પણ ઓછી મૂકી ગોટાળા કરતા હોય છે.
આપણા ત્યાં કોઈ પણ માણસ બીજા પર વિશ્વાસ જલદી મૂકી દેતા હોય છે. તેથી તે કાઉન્ટર પર મૂકેલી ડિશો ગણતા હોતા નથી. અને હોટેલના મેનેજર તેમાં ગોટાળો કરી ડબલ પૈસા વસૂલતા હોય છે. આ રીતે સામાન્ય હોટેલથી માંડીને મોટી મોટી ફાઈવ સ્ટાર હોટેલો પણ ગ્રાહકોને સારી રીતે મૂર્ખ બનાવતા હોય છે. અને માણસ મૂર્ખ બને છે. તેને ખબર હોતી નથી. તમે જ્યારે પણ હોટેલમાં જાવ ત્યારે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
જો આવી ફાઇવ સ્ટાર હોટેલ વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.