👉 મોટા ભાગે લોકો શિયાળામાં પોતાની હેલ્થ બનાવવા માટે ઘણા પ્રકારના ડ્રાયફ્રુટ ખાવા પસંદ કરતાં હોય છે. આ ડ્રાયફ્રુટ શરીરને જોઈતી ગરમી અને એનર્જી આપે છે. પરંતુ સાચી વાત તો એ છે કે જો કોઈ પણ વસ્તુ વધારે માત્રામાં ખાવામાં આવે તો તે ફાયદો પહોંચાડવાના બદલે નુક્શાન પહોંચાડી શકે છે.
👉 પિસ્તા એક એવું ડ્રાયફ્રુટ છે કે જેના વિશે લોકોને ઘણા સવાલો હોય છે કે તેને કેવી રીતે અને ક્યારે ખાવા જોઈએ? તો ચાલો જોઈએ પિસ્તાની સંપૂર્ણ માહિતી. પિસ્તા પોટેશ્યમથી ભરપૂર હોય છે. આ સિવાય પિસ્તામાં ફૉસ્ફરસ, મેગ્નેશયમ, થાઇમિન, પ્રોટીન, વિટામિન બી 6, કોપર તેમજ ઝિંક જેવા તત્વો સમાયેલ છે. આ તમામ તત્વો તમારા શરીરને હેલ્ધી રાખવા માટે ઉપયોગી બને છે.
👉 શરીરના પ્રવાહીને સંતુલિત રાખવા માટે તેમજ પિસ્તા તે હાડકાને મજબૂત બનાવવામાં ઉપયોગી બને છે. ઊર્જામાં વધારો કરે છે અને હાર્ટને હેલ્ધી રાખવામાં ઉપયોગી બને છે. આ તમામ ગુણો પિસ્તામાં છે પરંતુ ઘણા લોકોને એ સવાલ હોય છે કે પિસ્તાનો ગુણ કેવો છે ? તે ગરમ છે કે ઠંડા ? તો ચાલો જોઈએ પિસ્તાની માહિતી.
👉 પિસ્તાનો ગુણ : શિયાળામાં મોટા ભાગે લોકો કાજુ, બદામ, પિસ્તા જેવા ડ્રાયફ્રુટ ખાતા હોય છે કેમ કે અહી આ પિસ્તા પણ ગરમ પ્રકૃતિ ધરાવે છે. આથી ગરમ મોસમમાં પિસ્તાનું સેવન ઓછી માત્રામાં થવું જોઈએ. તે વિશેષ તો ઠંડી ઋતુમાં જ માનવામાં આવે છે તેથી શિયાળામાં પિસ્તાનો આનંદ લઈ શકાય છે.
👉 પિસ્તાનું સેવન કયા સમયે થવું જોઈએ : તજજ્ઞો જણાવે છે કે પિસ્તા જેવા નટ્સને લોકોએ ઠંડા મોસમમાં અને બને ત્યાં સુધી સવારના જો પલાળેલા ખાય તો તેનો પૂરો ફાયદો થાય છે. જો તમે રાતના સમયે પિસ્તા ખાવા પસંદ કરો છો તો તે સમયે પણ ખાઈ શકાય છે. આ રીતે પિસ્તા ખાવાથી લાભ થાય છે.
👉 પિસ્તાનું સેવન કેટલી માત્રામાં કરવું જોઈએ : જો કોઈ સામાન્ય એવી વ્યક્તિ દિવસમાં ઓછામાં ઓછા 30 થી 35 ગ્રામ પિસ્ટનું સેવન કરે તો તે એકદમ યોગ્ય માત્રા કહી શકાય કેમ કે તેનાથી તે વ્યક્તિને કોઈ જ તકલીફ થવાની સંભાવના રહેતી નથી. આમ છતાં દરેક વ્યક્તિની તાસીર જુદી-જુદી હોય છે માટે જો તમારે વધારે માત્રામાં પિસ્તાનું સેવન કરવું છે તો તજજ્ઞોની રાઈ લઈ શકાય છે.
👉 પિસ્તાને લાંબો સમય સાચવવા માટે શું કરવું : પિસ્તાને લાંબો સમય સાચવવા માટે તેને સેલની સાથે જ એક એરટાઈટ એવા ડબ્બામાં ભરીને ઠંડી જગ્યા પર સ્ટોર કરી શકાય છે. આવી રીતે રાખવાથી પિસ્તા જલ્દીથી ખરાબ નહિ થાય અને તમે તેને જરૂર મુજબ ઉપયોગમાં લઈ શકશો.
👉 પિસ્તાની ખરીદી સમયે શું ધ્યાન રાખવું જોઈએ : જ્યારે તમે બજારમાં પિસ્તા ખરીદવા જાઓ છો તો ખાસ જુઓ કે પિસ્તા છાલની સાથે હોવા જોઈએ. જે પિસ્તા તમે ખરીદો છો તેનો રંગ લીલો હોવો જોઈએ અને એ પણ જુઓ કે પીસ્તામાં ક્યાંય કોઈ કાણાં તો નથી ને જો કાણાં વાળા પિસ્તા હશે તો તે થોડા જ સમયમાં ખરાબ થવાની સંભાવના રહે છે. આ પિસ્તાનું સેવન લોકોને ઘણી રીતે લાભ પહોંચાડે છે પરંતુ પિસ્તાની જે તાસીર છે તે મુજબ તેનું સેવન કરવું જોઈએ.
જો આ પિસ્તા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.