💁♀️ વાળને સુંદર સ્ટાઇલમાં સેટ કરવા માટે આપણે સૌ કાંસકોનો ઉપયોગ નિયમિત રીતે કરીએ છીએ. આ રેગ્યુલર વપરાતા કાંસકોઓ દર થોડા થોડા દિવસે ઘણા ગંદા અને મેલના કારણે કાળા દેખાવા લાગે છે. આ કાંસકાને સાફ કરવાનું કામ ઘણું જ કઠિન હોય છે કેમ કે તેના જીણા દાતામાં જે મેલ ફસાઈ જાય છે તે કાઢવો ખૂબ જ મુશ્કેલ હોય છે. તો આજે અમે તમારી આ મુશ્કેલીને આસાન કરવા માટે કેટલીક ખૂબ જ ઉપયોગી એવી ટિપ્સ લઈને આવ્યા છીએ.
💁♀️ આપણે વાળને સેટ કરવા માટે જે કાંસકોઓ ઉપયોગમાં લઈએ છીએ તેમાં ઘણા કાંસકાઓ એકદમ જીણા દાતાવાળા હોય છે તેમાં ધૂળ, માટી અને મેલ ફસાઈ જાય છે ત્યારે તેને સાફ કરવા ખૂબ જ મુશ્કેલ બને છે. પરંતુ તમે આવા કાંસકાને પણ ખૂબ જ સરળતાથી સાફ કરી શકો છો. લાઇટ કલરના કાંસકા વધારે મેલા લાગે છે આવા કાંસકાને પણ સાફ કરીને તમે નવા જેવા બનાવી શકો છો.
💁♀️ ઘરની ચીજોની ગમે તેવી સફાઇ રાખનારા લોકો પણ કાંસકાની સફાઇ રેગ્યુલર કરી શકતા નથી આવામાં હરરોજ ઉપયોગમાં લેવાતા કાંસકા મેલા થાય છે અને એ ગંદા કાંસકા વાપરવાથી તમારા વાળ તો ગંદા થાય જ છે પરંતુ સાથે-સાથે હેર ફોલ, ડેન્ડ્રફ કે સ્કેલ્પ ઇન્ફેકશન જેવી કાયમી બીમારીઓ પણ થવાના ચાંસ રહે છે. તો ચાલો જોઈએ કે કાંસકાને સરળ રીતે કેમ સાફ કરવા.
👉 શેમ્પૂ :- શેમ્પૂ વાળને તો એકદમ સાફ કરે જ છે તે કાંસકાની સફાઇ પણ સારી રીતે કરે છે. તેના માટે તમારે એક વાસણમાં થોડું શેમ્પૂ લઈને તેમાં કાંસકો પલાળી શકાય તેટલું પાણી ઉમેરીને 1 કલાક માટે કાંસકાને તેમાં પલાળીને રહેવા દો. કલાક બાદ કાંસકાને તેમાંથી બહાર લઈને સારી રીતે ઘસીને સાફ કરો. એકદમ નવા જેવી ચમક આવી જશે અને મેલ પણ સાફ થઈ જશે.
👉 સાદા પાણીમાં પલાળીને :- કાંસકા જો વધારે ગંદા થઈ ગયા હોય તો તેને પૂરી રાત પાણીમાં ડૂબાડીને રાખી દો. સવાર સુધીમાં તે કાંસકાઓમાં રહેલ મેલ એકદમ પલળીને ઢીલો થઈ જશે અને સવારે તેને વોશિંગ પાઉડર નાખીને બ્રશની મદદથી સાફ કરી લો.
👉 બેકિંગ સોડા :- કાંસકાને સાફ કરવા માટે તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો. કાંસકાને ચપટી વગાડતા સાફ કરવા માટે તમારે થોડું નવશેકું પાણી લેવાનું છે તેમાં 1 ચમચી બેકિંગ સોડા 1 ચમચી વોશિંગ પાઉડર ઉમેરીને 15 મિનિટ કાંસકાને તેમાં ડૂબાડીને બ્રશથી સાફ કરો આ રીતે કાંસકામાં રહેલ તમામ પ્રકારની ગંદકી દૂર થશે.
👉 લીંબુની મદદથી :- કાંસકાની સફાઇ તમે લીંબુની મદદથી પણ કરી શકો છો લીંબુમાં રહેલ સાઈટ્રિક એસિડનો ગુણ કાંસકાને સાફ કરવામાં મદદ કરે છે. લીંબુના થોડા ટીપાં કાંસકા પર લગાવીને તેને ટૂથબ્રશ વડે ઘસવાથી કાંસકાની ગંદકી દૂર થાય છે અને કાંસકો એકદમ નવા જેવો સાફ થાય છે.
💁♀️ કાંસકાની સફાઈમાં આ ભૂલ ના કરતાં :-
👉 (1) જ્યારે તમે કાંસકાની સફાઇ કરો છો તો ખાસ જુઓ કે સફાઇમાં જે પાણી ઉપયોગમાં લો છો તે પાણી વધારે ગરમ ના હોય, નહિતો કાંસકો પ્લાસ્ટિકનો હોવાના કારણે તે ખરાબ થઇ શકે છે.
👉 (2) ઘણા લોકો કાંસકાની સફાઇ માટે નુકીલી ચીજો જેવી કે સોઈ, પિન વગેરે વાપરતા હોય છે આવી રીતે ચોક્કસ કાસકો તો સાફ દેખાય જ છે પરંતુ તેમાં જે તેલ અને સૂક્ષ્મ ગંદકી હોય છે તે સાફ થતી નથી. આથી યાદ રહે કે વીકમાં એક વાર અવશ્ય કાંસકાને ડિટરજન્ટ કે શેમ્પૂ વડે સાફ કરવો જ જોઈએ.
💁♀️ પોતાના જ કાંસકા વાપરવાનો આગ્રાહ રાખો :-
👉 મોટા ભાગે તો લોકો પોતાના જ કાંસકાનો ઉપયોગ કરતાં હોય છે પરંતુ ઘણા લોકો પોતાનો કાસકો ગંદો હોવાથી બીજાનો કાંસકો વાપરતા હોય છે પરંતુ આવી રીતે બીજાનો કાંસકો વાપરવાથી સ્કેલ્પ ઇન્ફેકશન થવાનું જોખમ રહે છે. ક્યારેય બીજાનો કાંસકો ન વાપરવો. હંમેશા સાફ જ કાંસકાનો ઉપયોગ કરવો. જેટલા તમારા કાંસકા સાફ હશે તેટલા તમારા વાળ સુરક્ષિત અને સ્વસ્થ રહેશે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.