👉મોટાભાગની સ્ત્રીનો માથાનો દુખાવો એટલે રસોઈ કરતી વખતે ગેસ ગંદો થવો તેની પર ચોંટેલો ખોરાક ઘણી વખત ગેસને એટલો ગંદો કરી નાખતા હોય છે કે તેને સાફ કરતા કંટાળો આવી જતો હોય છે. તો તમને આજે એક સરળ ટ્રિક જણાવીશું, જેનાથી તમારો ગેસ થોડી મિનિટમાં ચકચકાટ થઈ જશે.
👉ઘણી વખત કુકરમાંથી પાણી બહાર આવી જવાના કારણે ગેસની આજુબાજુ પણ ગંદકી થવા લાગે છે. તેમાં કેટલીક વાર તો ગેસનો સ્ટવ આપણે બંધ કરવો પડે છે. તો આજે તમને એ ઝંઝટમાંથી છુટકારો મેળવવા માટે ફટકડીનો ઉપયોગ કરી ગેસ સાફ કરવાનો ઉપાય જણાવીશું.
👉ઠંડા પીણા અને ફટકડી- આપણે જાણીને નવાઈ લાગશે કે ઠંડા પીણા વડે તો ગેસ સાફ થતો હશે પણ આ ઉપાયથી તમારો ગેસ નવા જેવો દેખાવા લાગશે. ગેસ પર જામેલી ગંદકી અને કાળાશ પણ દૂર થઈ જશે. ફટકડી અને કોલ્ડ ડ્રિંકથી ગેસ સરળતાથી સાફ કરી શકાય છે.
👉રીત- એક અડધી વાડકી જેટલું ઠંડું પીણું લો, તેમાં 2 ચમચી જેટલો ફટકડીનો પાઉડર એડ કરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી ગેસ સ્ટવ પર લગાવો. મિશ્રણને 15 મિનિટ સુધી તેમજ રહેવા દો. પછી તેને થોડા ભીના કપડાં વડે સાફ કરી લો.
👉આ થઈ ગેસના સ્ટવની વાત હવે ગેસના બર્નરને સાફ કરવા માટે જે મિશ્રણ તૈયાર કર્યું છે. તેમાં ડૂબાડી રાખો. થોડા સમય પછી તેને બ્રશ વડે સારી રીતે સાફ કરી નાખો. હવે બર્નરને કપડાં વડે સાફ કરો, અને જુઓ જામેલો મેલ અને ગંદકી દૂર થઈ જશે સાથે સ્ટવ પણ ચોખ્ખો થઈ જશે.
👉ફટકડી-લીંબુ પાણી- જે રીતે તમે કોલ્ડ ડ્રિંક અને ફટકડીનું મિશ્રણ તૈયાર કર્યું એ રીતે લીંબુનો રસ અને ફટકડી મિક્સ કરીને પણ ગેસનો સ્ટવ સાફ કરી શકો છો. લીંબુ ગેસ પર જામેલો મેલ ઝડપથી સાફ કરશે. જેથી તમારે વધુ મહેનત નહીં કરવી પડે.
👉લીંબુનો રસ અને ફટકડી મિક્સ કરી એક જાડુ સોલ્યુશન જેવું બનાવો અને તેને ગેસ પર લગાવો 20 મિનિટ સુધી તેને ગેસ પર લગાવી રાખો. પછી તેના પર લીંબુના છાલ લઈ ઘસો. થોડી વાર આ રીતે કરી ગેસ પાણી વડે સાફ કરી નાખો.
👉ફટકડીનું પાણી- માત્ર ફટકડીના પાણી વડે પણ ગેસનો સ્ટવ સાફ કરી શકો છો. આ પાણીથી ગેસ પર જે કોઈ બળ્યાના નિશાન પડ્યા હશે તે દૂર થઈ જશે. ફટકડીનો એક ટુકડો પાણીમાં થોડી વાર પલાળી રાખો, તેમાં ગરમ પાણી લેવું. થોડી વાર પછી ફટકડીનો ટુકડો કાઢી તે પાણી ગેસનો સ્ટવ સાફ કરવો.
👉આ સિવાય ગેસ વધારે ખરાબ થઈ ગયો હોય તો ફટકડીનો પાઉડર, મીઠું અને ખાવાનો સોડા આ ત્રણે વસ્તુનો ઉપયોગ કરી સાફ કરી શકો છો.
👉ખાસ ધ્યાન રાખવું- ગેસનો સ્ટવ તમે ગમે તે પાણીથી સાફ કરો, પરંતુ તેનો તરત ઉપયોગ ક્યારેય ન કરવો. થોડી વાર ગેસને સૂકવા દો અને પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ.
જો ગેસ સ્ટવ સાફ કરવા વિષેની આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.