☕ચા પીવાના શોખીન આ દુનિયામાં ઘણા હશે. તેમાં પણ ખાસ કરીને મોટાભાગના લોકો એવા હોય છે જેમની સવાર ચા પીવાથી થતી હોય છે. ચા લોકો શિયાળામાં કે ચોમાસામાં વધારે પીવાનું પસંદ કરતાં હોય છે. કેટલાક લોકોને ઉનાળામાં ચા પીવી ગમતી હોતી નથી. ઘણા લોકોને ચા ન મળે તો મુડ ખરાબ થઈ જતો હોય છે. આખો દિવસ મુડ આવતો હોતો નથી. ઘણા તો એવા પણ હોય છે જેમને સવારમાં ચા ન મળે તો માથું દુખવા લાગે છે.
☕હવે ચા બનાવ્યા બાદ સૌથી પહેલા આપણને ગરણીની જરૂર પડતી હોય છે. જેના વડે આપણે ચા ગાળતા હોઈએ છીએ. ગરણી ગમે તેવી નવી હોય, પરંતુ થોડા દિવસ પછી તે ખરાબ દેખાવા લાગતી હોય છે. તેમાં ચાની ભૂકી ફસાઈ જતાં કાળી પડવા લાગે છે.
☕જો તેને બરાબર સાફ કરવામાં ન આવે તો સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ઘણી ગૃહિણી બહુ મહેનત કરીને સાફ કરે છે પરંતુ તેની કાળાશ દૂર થતી નથી તો કેટલાક ઘરેલુ ઉપચાર અજમાવીને તમારી ગરણીને નવી બનાવતા શિખવીશું.
☕ઘણી મહિલા વિનેગર, બેકિંગ સોડા, લીંબુ વગેરેનો ઉપયોગ કરતી હોય છે. તેનાથી થોડા ઘણા ડાઘ દૂર કરી શકાય છે. પરંતુ ઈનો નો ઉપયોગ કરીને તમે સરળતાથી ગરણી સાફ કરી શકો છો.
☕-કેટલાક લોકો પ્લાસ્ટિક કે સ્ટીલની ગરણીનો ઉપયોગ કરતાં હોય છે. જો તમે સ્ટીલની ગરણી વાપરતાં હોવ તો તેની કાળાશ દૂર કરવા ગેસનો ઉપયોગ કરો. ગેસનું બર્નર ચાલુ કરવું તેની પર સ્ટીલની ગરણી મૂકવી. આમ કરવાથી ગરણી પર લાગેલી ગંદકી દૂર થઈ જશે. ગરણી પર રહેલી કાળાશ બળી જશે.
☕-કચરો બળી જશે તેને ટૂથ બ્રશ કે પાઉડરની મદદથી બરાબર ઘસીને સાફ કરી નાખો. થોડા સમયમાં તમારી ગરણી સાફ થઈ જશે અને ચમકવા લાગશે.
☕-લીંબુ વડે પણ તમે ગરણી સાફ કરી શકો છો. ગેસ પર ગરમ કરવી, હવે ગેસ બંધ કરી દેવો. ગરણી ગરમ હોય ત્યારે જ તેની પર લીંબુની છાલ ઘસવી. હવે ગરણીને 10થી 15 સેકન્ડ સુધી મૂકી રાખવી. પછી તેને વાસણ સાફ કરવાના સ્ક્રબ વડે અથવા જૂના ટૂથબ્રશથી સાફ કરવી.
☕બહુ જૂની ગરણીને આ રીતે કરો સાફ- ગેસ પર રાખીને સ્ટીલની ગરણીને સાફ કરવી. પછી મોટા વાસણમાં પાણી લેવું. તેને ગરમ કરો. પછી તરત તેમાં ઇનો નાખવો સાથે ગરણી પણ નાખવી. કેમિકલ રીએક્શનની અસર થાય છે. તેથી ગરણી એક મિનિટમાં સાફ થઈ જશે. તેના પર જામેલો મેલ ટૂથબ્રશ ઘસવાથી સાફ થઈ જશે.
☕હવે સ્ટીલની જેમ પ્લાસ્ટિકની ગરણી ડાયરેક્ટ સાફ ન કરી શકાય એટલે તેને પણ સાફ કરવાની પણ એક અલગ ટિપ્સ હોય છે.
☕-પ્લાસ્ટીકની ગરણી એક મિનિટ સાફ થઈ જશે, તો સૌથી પહેલા ગરમ પાણીમાં ઇનો ગરમ કરી તેમાં પ્લાસ્ટિકની ગરણી નાખો. તરત સાફ થઈ જશે. પછી તેના પર બ્રશ ઘસો. કાળા ડાઘ પણ જલદી સાફ થઈ જશે.
☕ઘણાં લોકોના ઘરમાં ઇનો ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. અડધી ચમચી બેકિંગ સોડા અને બે ચમચી લીંબુનો રસ મિક્સ કરીને ગરણીને સાદા પાણીથી સાફ કરી લો. આ ટિપ્સ અપનાવાથી તમારી ગંદી ગરણી થોડી મિનિટોમાં સાફ થઈ જશે.
જો આ ચાની ગરણી સાફ કરવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.