💡 સુર્ય દિવસે રોશની ફેલાવે જ્યારે રાત્રે આપણા ઘરને રોશન તો આપણા ઘરના બલ્બ અને ટ્યુબલાઇટ જ કરતા હોય છે. આ પ્રકાશનસ્ત્રોતો જો ઘરમાં ના હોય તો તેના વગર આપણું ઘર અંધકાર મઈ બની જાય છે.
💡 આપણે સૌ આપણા ઘરની નિયમિત સફાઇ કરીએ જ છીએ પરંતુ આ ઊર્જાના સ્ત્રોત હોવાના કારણે થોડો ડર પણ રહે કે કરંટ લાગી જાય તો આમ આ ટ્યુબલાઇટ અને બલ્બ જૂના થતાં તે ચીકણા અને કાળા દેખાવા લાગે છે.
💡 મોટા ભાગે આપણે ઘરની સફાઇ દરમ્યાન ટ્યુબલાઇટ અને બલ્બ ને માત્ર કોરા કપડાંની મદદથી જ લૂછતાં હોઈએ છીએ. કેમ કે જો પાણી વગેરેનો ઉપયોગ કરીને આપણે તેને સાફ કરવા જઈએ તો કરંટ લાગવાનો ડર લાગે છે. અને આવી રીતે માત્ર કોરા કપડાં વડે સાફ કરતાં તે એકદમ સાફ થઈ શકતા નથી તે બરાબર સાફ નથી થતા અને જૂના થતાં તે કાળા દેખાવા લાગે છે.
💡 તો આ વાતની હવે ચિંતા છોડો આજે અમે આ લેખમાં તમારા માટે એકદમ સરળતાથી બલ્બ એન ટ્યુબલાઇટ સાફ કરવાના ઉપાય લઈને આવ્યા છીએ. ચાલો જોઈએ કે તે ટ્રિક શું છે.
💡 ટ્યુબલાઇટ અને બલ્બ કેવી રીતે સાફ કરવા : આપણે વર્ષ દરમ્યાન ઘણી વાર ઘરની સાફ-સફાઇ કરતાં હોઈએ છીએ. પરંતુ વિધ્યુતના આ ઉપકરણોની સફાઇ કરવા માટે થોડી ટ્રિક વાપરવી પડે છે. તેના માટે સૌથી પહેલા તો ટ્યુબલાઇટને તેના બોડ પરથી નીચે ઉતારી લો. હવે તમારે સફાઇ માટે સિરકો અને બેકિંગ સોડા જેવી વસ્તુની જરૂર પડશે. તેથી તે બંને લઈ લો.
💡 સિરકો દ્વારા કેવી રીતે સફાઇ કરવી : સિરકો ડાઇરેક નથી વાપરવાનું તેને એક કપ પાણીમાં બે ચમચી જેટલું ઉમેરીને સારી રીતે મિક્સ કરો. હવે એક કોટનનો રૂમાલ લઈને તેને સિરકોવાળા પાણીમાં પલાળીને રૂમાલનું પાણી નિચોવીને પછી તે રૂમાલ હળવા હાથે ટ્યુબ પર ઘસો. થોડી વારમાં જ ટ્યુબ એકદમ સાફ થયેલી જોવા મળશે. આટલું કરીને ટ્યુબને થોડીવાર તડકે રાખો અથવા તો પંખા નીચે સુકાવા માટે રાખો.
💡 બેકિંગ સોડા વડે કેવી રીતે સફાઇ કરવી : જેવી રીતે તમે જોયું કે સિરકો દ્વારા ટ્યુબની સફાઈ કરાઇ તેમ તમે બેકિંગ સોડાની મદદથી પણ ટ્યુબ કે બલ્બને સાફ કરી શકો છો અહી તમારે બેકિંગ સોડાને બે કપ પાણીમાં બે ચમચી જેટલા નાખવા અને બરાબર મિક્સ કરી લેવા. બેકિંગ સોડા વડે ટ્યુબના જે જૂના દાગ છે તે પણ દૂર થશે.
💡 પાણી અને બેકિંગ સોડાના મિશ્રણમાં સ્ક્રબ અથવા બ્રશને પલાળો. તેમાંથી બધુ પાણી નિચોવી નાખો અને એકદમ હળવા હાથે ટ્યુબ પર ઘસો અને સાફ કરો. જ્યારે તે પૂરી સાફ થઇ જાય એટલે તેને કોરા કપડાંની મદદથી લૂછી લો. બાદ તેને તકડે કે પંખા નીચે 1 કલાક માટે રહેવા દો. એકદમ કોરી થયેલી જાણાય તે પછી જ તેને બોર્ડ પર લગાવવી.
💡 ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો : હવે આ ઉપકરણો વિધ્યુતના છે તેથી તેની સફાઇ કરતાં આપણે ઘણી તકેદારી રાખવી જોઈએ. એક નાની ભૂલ પણ આપણને તકલીફમાં મૂકી શકે છે. તો સૌથી પહેલા જ્યારે તમારે ટ્યુબ નીચે ઉતારવી છે તો સ્વિચ ઓફ કરો. ટ્યુબલાઇટ કે બલ્બ ને લગાવતા કે કાઢતા સમયે હંમેશા પગમાં ચપ્પલ પહેરો.
💡 ઉપર બતાવેલી બેમાંથી કોઈ પણ ટિપ્સ તમે ઉપયોગમાં લો બંનેથી તમે તમારા ઘરના બલ્બ અને ટ્યુબલાઇટ એકદમ સાફ અને ચકચકિત કરી શકશો. જાણે કોઈ નવી જ ટ્યુબ લાઇટ લગાવી હોય તેવો પ્રકાશ તમારા ઘરમાં ફેલાઈ જશે.
જો ટ્યુબલાઇટ અને બલ્બ સાફ કરવાં વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.