મિત્રો તમે બધા લસણ વિશે જાણતા જ હશો, તે આપણા શરીર માટે ઘણું ફાયદાકારક છે. ઉપરાંત લસણ આપણી બધી વાનગીઓનો સ્વાદ એકદમ ચટાકેદાર બનાવી દે છે. પરંતુ રોજ આપણને શાકમાં અથવા અલગ વાનગીમાં તેનો ઉપયોગ કરીએ ત્યારે સૌપ્રથમ તેના ફોતરાં કાઢવા પડે છે. આ કામ ખૂબ સમય લે તેવું છે.
ઘણા લોકો વધારે લસણ ફોલીને તેની ચટણી બનાવીને રાખતા હોય છે. તો આજે આ આર્ટીકલમાં તમારા માટે એક એવી ટિપ્સ લઈને આવ્યા છીએ, જેનાથી તમારે લસણ ફોલવામાં જયારે સમય નહીં જાય અને તમે થોડી જ વાર માં 1 કિલો જેટલું લસણ ફોલી નાખશો એ પણ કંટાળ્યા વગર.
પ્રયોગ 1 :-
લસણની કળીઓ કાઢી અને એક ડીશમાં રાખીને માઇક્રોવેવમાં 3 મિનિટ સુધી રાખી ને બહાર કાઢી લેવું, હવે તમે બંને હાથથી લસણની કળીને ઘસો તો ઝડપથી ફોતરાં નીકળી જશે. ઉપરાંત જો તમારા પાસે માઇક્રોવેવ ન હોય તો પણ એક પાત્રમાં લસણની કળી નાખીને થોડી વાર ગેસના ધીમા તાપે શેકવાથી ઝડપથી લસણના ફોતરાં નીકળી જશે.
પ્રયોગ 2 :-
આ પ્રયોગ અનુસાર સૌપ્રથમ લસણની કળીઓને છૂટી પાડી અને એક બંધ થાય તેવા ડબ્બામાં નાખીને થોડીવાર હલાવવું ત્યાર બાદ તેને કાઢીને હળવે હાથ ઘસવાથી ઝડપથી ફોતરાં ઉતરી જાય છે .
પ્રયોગ 3 :-
આ પ્રયોગ અનુસાર તમારે એક પાત્રમાં પાણી ઉકાળવું અને ત્યાર બાદ લસણની કળીઓ છૂટી પાડવી. હવે આ ગરમ પાણીમાં લસણની કળીઓ નાખવી હવે થોડી વાર સુધી ચમચી વડે ગરમ પાણીમાં લસણને હલાવવું.
હવે 10 મિનિટ બાદ લસણ તેમાંથી બહાર કાઢી લો. તમે જોશો કે આપમેળે પાણીમાં ફોતરાં અલગ થવા લાગ્યા હશે. આથી હાથથી તમે સરળ રીતે આશરે 1 કિલો લસણના ફોતરાં ઝડપથી કાઢી શકશો.
પ્રયોગ 4 :-
આ ટિપ્સ મુજબ જો તમારે ગરમ પાણી કરવું ન હોય તો એક પાત્રમાં થંડુ પાણી લેવું અને લસણની કળીઓ અલગ કરી આ પાણીમાં નાખવી ત્યાર બાદ તેને એક કલાક સુધી એમ જ રાખવું. હવે તેને એક પાત્રમાં કાઢી લેવું અને તમારા હળવા હાથે કળીને દબાવશો તો પણ ઝડપથી ફોતરાં નીકળી જશે.
મિત્રો તમને ઘણી વાર લસણ ફોલતી વખતે હાથ માં લસણની દુર્ગંધ આવતી હોય છે અને ગમે તેટલા સાબુના પ્રયોગ કરવાથી પણ આ દુર્ગંધ હાથમાંથી જતી નથી. તેના માટે એક સરળ ઉપાય છે જ્યારે પણ લસણ ફોલિયા બાદ હાથમાં દુર્ગંધ આવે ત્યારે ખાવાના સોડાથી હાથ ઘસી નાખવા અને નોર્મલ પાણીથી હાથ ધોઈ નાખવા. આવું કરવાથી ઝડપથી દુર્ગંધ જતી રહેશે.
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.