🌱 તુલસીના છોડને ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. અનેક લોકો તુલસીની પૂજા કરતાં હોય છે. રોજ સાંજે તેનો દીવો પણ કરતાં હોય છે. લગભગ હિન્દુઓના ઘરમાં તુલસીનો છોડ અચૂક હોય છે. હિન્દુ ધર્મમાં તુલસીને દેવી તરીકે પૂજે છે. તે સિવાય આયુર્વેદમાં ઔષધી તરીકે વપરાય છે. તે ઘણી આયુર્વેદીક દવા બનાવવા માટે વપરાય છે.
🌱 તુલસીનો છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તે દૂર કરે છે. અને જો પહેલાથી નેગેટિવિટી હોય તો તે દૂર કરવાનું કામ કરે છે. ઘરમાં ક્યારેય દરિદ્રતા અને દુખ લાવતી નથી. તે ઉપરાંત તુલસીનો છોડ ઘરમાં લાવવાથી મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે. પરંતુ તુલસીના છોડને લઈ ઘણા લોકો પરેશાન હોય છે. કેમ કે તે વારંવાર સુકાય જતો હોય છે તેનું ખૂબ ધ્યાન રાખવા છતાં પણ તે સુકાય જાય છે.
🌱 કેટલાક એક્સપર્ટ જણાવે છે કે તુલસીનો છોડ કેવી રીતે ઉગાડવો તે વાતથી ઘણા અજાણ છે. અને તે લોકો અમુક સમયે કહે છે કે વધારે લૂ લાગવાથી, કે શિયાળામાં વધારે ઝાકળના કારણે ખરાબ થઈ જતો હોય છે. પરંતુ હકીકત કંઈક અલગ છે. કેમ કે તુલસીનો છોડ એ ઉષ્ણકટિબંધીય છોડ છે.
🌱 આ છોડ વધારે પાણીની જરૂર નથી હોતી. તે ઓછી હવા, ઓછા સૂર્યપ્રકાશ અને ઓછું પાણી હોય તો પણ સારી રીતે ઉગી શકે છે. આપણામાંના દરેક વ્યક્તિ તેનાથી ઉલટું કરે છે જેના લીધે બરાબર ઉગી શકતી હોતી નથી. તમે આ સિવાય કેટલાક ઉપચાર કરીને સુકાય ગયેલા છોડને ફરી ઉગાડી શકો છો.
🌱 ઓક્સિજન વધારે- કોઈપણ વ્યક્તિ તુલસીનો છોડ બહાર રાખે છે. જેના લીધે ચોમાસાની સીઝનમાં છોડમાં વધારે પાણી ભેગું થઈ જાય છે અને પાન ખરવા લાગતા હોય છે. તેમાં ભેજ વધારે થવા લાગે છે. કેમ કે વધારે પડતું પાણી ભરાય જવાના કારણે તુલસીના જે મૂળ હોય તે શ્વાસ લઈ શકતાં નથી અંતે છોડ સુકાય જાય છે.
🌱 તેના ઉપાય માટે ડૉક્ટર કહે છે કે છોડથી 15 સેમી દૂર જમીનને, 20 સેમી ઉંડાણ સુધી ખોદી નાખો. જેનાથી ખ્યાલ આવશે કે જમીનમાં ભેજ છે. જો વધારે ભેજ હોય તો તેમાં સૂકી માટી અને રેતી ભરવી. જેથી છોડ શ્વાસ લેવાનું શરૂ કરી દેશે. અને ફરી ઉગવા લાગશે.
🌱 બીજી રીત- વધારે પડતાં ભેજના કારણે પણ છોડમાં ફંગલ ઇન્ફેક્શન થાય છે. તો તકલીફ દૂર કરવા માટે ડૉક્ટર જણાવે છે કે લીમડાના બીજનો પાઉડર લાવી તેમાં નાખવો. આ પાઉડર નીમ સીડ પાઉડર તરીકે બજારમાં મળી રહે છે. જેને 15 ગ્રામ માટી સાથે મિક્સ કરી દો. છોડમાં લાગેલું ઇન્ફેક્શન દૂર થઈ જાય છે.
🌱 તમારી પાસે પાઉડર ન હોય તો ઘરે લીમડાના પાનને પાણીમાં ઉકાળો. પાણી લીલાશ પડતું થાય એટલે ગેસ બંધ કરી લો. અને ઠંડુ થાય તે પછી બોટલમાં ભરી લેવું. 15 દિવસે એક વખત માટી ખોદી બે ચમચી જેટલું પાણી રેડી દેવું.
🌱 ધર્મ-આસ્થા- હિન્દુ ધર્મમાં તુલસીને માતા તરીકે પૂજવામાં આવે છે. રોજ તેની ઘણાં ઘરોમાં પૂજા થાય અને દીવો કે અગરબત્તી પણ કરતાં હોય છે. પરંતુ રોજ તેના પાન તોડવાથી બચવું જોઇએ. જો રોજ તેની પૂજા કરતાં હોવ તો. આ છોડને બને ત્યાં સુધી ધુમાડાથી પણ દૂર રાખવો કેમ કે ધુમાડાથી તેને નુકસાન પહોંચે છે.
🌱 લીમડો તુલસીના છોડને સારો રાખે- જો તુલસીનો છોડ ફરી લીલોછમ બનાવો હોય તો લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે દર મહિને બે ચમચી લીમડાના પાનને સુકવી પાઉડર બનાવવો. આ પાઉડર મહિને મહિને છોડની માટીમાં મિક્સ કરી નાખવો. થોડા સમયમાં તુલસીના છોડમાં નવા પાન આવવા લાગશે. એટલું જ નહીં ક્યારેય સુકાશે પણ નહીં.
જો તલ કે મસા દૂર કરવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.