💁દોસ્તો, આજની જનરેશન પોતાની સુંદરતાને લઈને ખૂબ જ સજાગ છે. અહી આપણે વાત કોઈ એક જ વર્ગની નથી કરી રહ્યા. આજના સમયમાં પુરુષો પણ પોતાની સુંદરતા પર ધ્યાન આપે છે. પોતાના ચેહરા પરના દાગ, ખીલ વગેરેને તેઓ દૂર કરીને. ચેહરાને એકદમ ક્લીન એન્ડ ક્લિયર બનાવવા માંગે છે. આના માટે તેઓ લોભામણી જાહેરાતોથી ભ્રમીત થતાં રહે છે. પરંતુ કોઈ સારું પરિણામ મળતું નથી.
💁દોસ્તો, ચેહરાની સુંદરતા જાળવવા માટે તેની સારી એવી સફાઈ થવી જરૂરી છે. આપણે ક્યાંય પણ બહાર ગયા છીએ તો આવીને ચેહરાને સાદા પાણીથી સાફ કરીએ છીએ. પરંતુ તે બરાબર સાફ થતો નથી. અને ડસ્ટ સ્કિનના છિદ્રમાં જવાથી ખીલ જેવી સમસ્યા ઊભી થાય છે. તો આના માટે ફેશવોશ એક બેસ્ટ ઉપાય છે. ફેશવોશથી ચેહરાની સારી સફાઈ થાય છે. ફેશવોશથી ઓઈલી સ્કીન હોય કે પછી ડ્રાય સ્કીન બંનેની સારી એવી સફાઈ થાય છે.
💁આપણે ફેશવોશની વાત કરીએ તો બજારમા મળતા ફેશવોશ કેમિકલયુક્ત હોય છે. અને તે ચેહરાની સ્કિનને ધીમે-ધીમે રફ બનાવી નાખે છે. પરંતુ દોસ્તો, આજે આપણે જે ફેશવોશની વાત કરવા જઈ રહ્યા છીએ તે એક નેચરલ હર્બલ ફેશવોશ છે. અને આ ફેશવોશમાં બધા જ પ્રકારની સ્કિનને ધ્યાનમાં રાખીને સામગ્રીઓ વાપરવામાં આવેલી છે. આથી બધા માટે આ ફશવોશ ઉપયોગી છે.
💁દોસ્તો, ચેહરાને સાફ રાખવા માટે કોઈ સાબુ કરતાં ફેશવોશ સારું પરિણામ આપે છે. અને બજારના મોંઘા અને કેમિકલયુક્ત ફેશવોશ ચેહરાની સુંદરતાને જાળવી શકતા નથી. પરંતુ આપણે જે ફેશવોશ બનાવવાના છીએ તેમા મુખ્ય સામગ્રી છે ઔશધીઓની દુકાન એવો લીમડો. આ લીમડામા એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો સમાયેલા છે.
જેનાથી સ્કિનને લગતા તમામ પ્રોબ્લેમનો સચોટ ઉપાય છે. ત્યારપછી આપણે બીજી સામગ્રી એલોવેરા જેલ લેવાની છે. જે આપણી ત્વચાને સોફ્ટ અને લચિલી બનાવવામાં મદદરૂપ થાય છે. ત્યારપછી સ્કીનને સાફ કરવા માટે થોડા ફીણી એવા પદાર્થની પણ જરૂર પડે છે. તો તેના માટે આપણે કોઈ કેમિકલનો ઉપયોગ નથી કરવાનો પરંતુ તેના માટે આપણે લઈશું બેબી શોપ આ બેબી શોપ એટલે કે નાના બાળકો માટે વપરાતો સાબુ.
આ સાબુ સ્પેશીયલ બાળકોનો હોવાથી તેમા કેમિકલ ખુબજ ઓછી માત્રામા વપરાયેલ હોય છે. આથી આપણા આ હર્બલ ફેશવોશ માટે આ સાબુ બરાબર છે. આ ફેશવોશ તમે એકવાર વાપરશો ત્યાં જ તમને બજારમાં મળતા ફેશવોશ અને તમારા હર્બલ ફેશવોશ વચ્ચેનો તફાવત સમજાશે.અને એકવાર વાપરીને બસ એજ વાપરશો. આ ફેશવોશને બનાવવાની રીત પણ એકદમ સરળ જ છે. ઘરે જ તમે સરળ રીતે આ ફેશવોશ બનાવી શકો છો.
👉હર્બલ ફેશવોશ બનાવવા માટેની સામગ્રી 👉ફેશવોશ બનાવવા માટે મુખ્ય સામગ્રી છે લીમડાના એકદમ તાજા પાન. આ પાન તમારે બે મુઠ્ઠી જેટલા લેવાના છે. ત્યારપછી બીજી સામગ્રી છે એલોવેરા જેલ. આ એલોવેરાને લોકો કુંવારપાઠું પણ કહે છે. હવે તમારે જોશે અડધો બેબી શોપ. છેલ્લે જરૂર પડશે અડધા ગ્લાસ પાણીની.
👉હર્બલ ફેશવોશ બનાવવા માટેની રીત 👉ફેશવોશ તૈયાર કરવા માટે સૌથી પહેલા આપણે લીમડાના પાનને સારી રીતે વોશ કરી લેવાના છે. આ પાનને એક તપેલીમાં નાખીને તેમા એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીને ગેસ પર ચડાવી ઉકાળો. આ પાણીને ઓછામાં ઓછું પાંદરથી વીસ મિનિટ ઉકળવા દેવું.
જેનાથી લીમડાના તમામ ગુણો પાણીમાં ભળી જાય. આટલા સમય પછી પાણીનો રંગ લીલો થઈ ગયો હશે. ત્યારપછી ગેસ બંધ કરીને ઉકાળેલા લીમડાના પાણીને ઠંડુ પાડી લો. હવે તમારે બેબી શોપને બારીક ટુકડામાં કાપી લેવાનો છે. અને આ ટુકડાને પેલા લીમડાના ઉકાળેલા પાણીમાં ઉમેરવાનો છે.
હવે તમારે આ મિશ્રણને ડબલ બોઇલ કરવાનું છે. તેના માટે તમારે એક બીજી તપેલીમા પાણીને ઉકાળીને તેની વરાળમા એવી રીતે આ મિશ્રણને રાખો કે એ મિશ્રણ સારી રીતે બોઇલ થઈ શકે. આ મિશ્રણ એકદમ એકરસ થયેલું જણાય ત્યારે ગેસને બંધ કરીને તેને નીચે ઉતારી લેવું.
નીચે ઉતાર્યા પછી આ મિશ્રણમા બે ચમચી જેટલું એલોવેરા જેલને ઉમેરીને ચમચીની મદદથી સારી રીતે હલાવીને ઠંડુ પાડી દો. ઠંડુ થયેલું આ ફેશવોશને એક બોટલમા ભરીલો. તૈયાર છે ફેશવોશ તમારી કોમળ સ્કિનને એકદમ સાફ સુથરી બનાવવા માટે. દોસ્તો,તો આ હર્બલ એવા ફેશવોશને ઘરે જ બનાવો અને તેના અદભૂત ફાયદાનો પૂરો લાભ ઉઠાવી લો.
જો હર્બલ ફેસવોશ બનાવવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.