👉 નાના બાળકથી માંડીને મોટા વ્યક્તિને ભીંડાનું શાક ખૂબ જ પ્રિય હોય છે. એવું કોઈ ભાગ્યે જ હશે જેમને ભીંડાનું શાક નહીં ભાવતું હોય. તેને બનાવવામાં પણ એટલી સરળતા પડતી હોય છે. તે ફટાફટ બની જતું હોય છે. પણ અમુક સમયે તે ચીકાશવાળું બનતું હોવાથી ઘરના કેટલાક સભ્યો ખાવાનું પસંદ કરતાં હોતા નથી. તે રાંધતી વખતે એટલો ચીકણો થઈ જાય છે. રોટલી કે ચપાતી જોડે ખાવાની મજા બગડી જતી હોય છે.
👉 તો આજે તમને એક ટ્રિક શીખવીશું જે અપનાવાથી ભીંડાનું શાક ચીકણું નહીં થાય અને ક્રિસ્પી બનશે. દરેક વ્યક્તિ ખાવાનું પણ પસંદ કરશે. તો ચાલો જોઈએ રીત…
👉 ભીંડામાં ચીકાશનું આ કારણ- ભીંડામાં મ્યુસિલેજ પદાર્થ રહેલો હોય છે. જે મુખ્યત્વે ચીકણું બનાવવાનું કામ કરે છે. આ પદાર્થ આપણને એલોવેરા ઉપરાંત બીજા ઘણા છોડમાં જોવા મળે છે. કહેવાય છે કે આ ચીકાશ શરીરને ઘણો ફાયદો આપે છે. ભીંડો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘણો ગુણકારી છે તેનો ટેસ્ટ સૌ કોઈને પસંદ હોય છે.
👉 ભીંડાનું શાક બનાવવાની રીત- સૌથી પહેલા ભીંડાને સારી રીતે ધોઈ નાખો. પછી તેને થોડી વાર સુકવવા દો. અમુક લોકો ધોઈ તરત ભીંડા સમારવાની ભૂલ કરતાં હોય છે. જેના લીધે ચીકાશ વધી જતી હોય છે. પરંતુ ભીંડાને ધોઈ કોટન કપડાંમાં સારી રીતે સુકવી પછી તેનો ઉપયોગ કરવો જોઈએ.
👉 -ભીંડા સમારતી વખતે ચપ્પા પર લીંબુનો રસ લગાવો જેથી ચીકણો પદાર્થ બહાર નહીં આવે. તે સિવાય થોડા થોડા સમયે છરી સાફ કરતાં રહેવું. તમે ચપ્પા પર તેલ લગાવી શકો છો જેથી ભીંડા ચોંટશે નહીં.
👉 -ભીંડાના કટકાં બહુ નાના ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું નાના ટુકડાં ચીકાશ વધારે છે. ભીંડાના શાકને વારંવાર હલાવવું નહીં જો વારંવાર ભીંડાનું શાક હલાવતા રહેશો તો આખા શાકમાં ચીકાશ ફેલાય જશે. એટલે ભીંડાનું શાક જો કડક બનાવવું હોય તો તેને 1-2 વખત જ હલાવવું.
👉 -દરેક ગૃહિણી ભીંડાનું શાક બનાવે ત્યારે બધા મસાલા તરત કરી નાખે છે, પરંતુ આ ભૂલ ક્યારેય ન કરવી. કડક શાક બનાવવા માટે થોડી વાર રહી ભીંડામાં મસાલા કરવા અને મીઠું તો છેલ્લે નાખવું. જેથી ચીકાશ દૂર રહે.
👉 -એટલું જ નહીં ભીંડાની ચીકાશ દૂર કરવા માટે તમે લીંબુનો રસ, દહીં એડ કરી શકો છો. આમલીનું પાણી અને આમચૂરનો પાઉડર પણ તમે ઉમેરી શકો છો. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે રસાવાળું શાક બનાવવા માટે જ દહીં કે લીંબુના રસનો ઉપયોગ કરવો. બાકી કોરા શાક માટે આમચૂર પાઉડર વાપરવો.
👉 આમ, સરળ રીતથી ભીંડાની ચીકાશ ઓછી કરી એકદમ ક્રિસ્પી શાક બનાવી શકો છો. જે સ્વાદમાં પણ બનશે પરફેક્ટ. જે ખાઈને સૌ કોઈ તમારા વખાણ કરશે – આ ટ્રિક એકવાર ઘરે આજમાવીને ચેક કરી લો.. ચોક્કસ ફાયદો થશે..
જો આ ભીંડા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.