👉 જ્યારે પણ ભેજવાળું વાતાવરણ આવે એટલે ઘરમાં રહેલી વસ્તુઓ હવાઈ જાય છે. જેથી તેને ખાવાની મજા આવતી નથી, પરિણામે સ્ત્રીઓ તેને ફેકી દે છે. જેમાં પાપડ, ક્રન્ચી ફ્રાઈમ્સ, વેફર્સ વગેરે જેવી વસ્તુને મહિલાઓ ગમે તેવી હવા ચુસ્ત ડબ્બામાં રાખે છતાં તેમાં ભેજ લાગી જતો હોય છે છતાં ટે હવાઈ જાય છે.
👉 કોઈ પણ ખાવાની ક્રન્ચી વસ્તુઓ હવાઈ જાય એટલે તેને ખાવાની મજા આવતી નથી. તેથી તેને ફેકી દેવી પડે છે. જેથી આજે અમે તમારા માટે એવા ઉપાયો લઈને આવ્યા છીએ કે, જેનાથી વેફર્સ, પાપડ અને વગેરે ફ્રાઈમ્સ જેવી બધી હવાઈ ગયેલી વસ્તુ ફરી ક્રન્ચી થઈ જશે અને તેને ખાવાની મજા પણ આવશે. તો આવો જાણીએ શું છે. આ ઉપાયો.
👉 હવાઈ ગયેલી વસ્તુને ફરી ક્રન્ચી કરવાના ઉપાયો :-
👉 પાપડને લોઢી પર શેકો :- પાપડને ફરી ક્રન્ચી કરવા માટે તમે લોખંડની લોઢીનો પ્રયોગ કરી શકો છો. જેમાં તમારા પાપડ એકદમ ક્રન્ચી થઈ જશે અને તમને લાગશે પણ નહીં કે આ પાપડ ક્યારેય હવાઈ ગયો હતો. જેથી પાપડ ખાવામાં તમને આનંદ આવશે.
👉 આ ઉપાય કરવા માટે સૌપ્રથમ લોખંડની લોઢી લેવી અને તેને ગેસ પર મૂકી થોડી વાર ગરમ થવા દેવી, ત્યાર બાદ પાપડને તેના પર શેકવા મૂકી દેવો અને સ્વચ્છ કપડાં વડે પાપડને દબાવવો અને ફેરવવો. આ ઉપાય કરવાથી હવાઈ ગયેલો પાપડ પણ ક્રન્ચી બની જશે. જેથી તમારે પાપડને ફેકી નહીં દેવો પડે.
👉 માઇક્રોવેવના ઉપયોગ દ્વારા :- હવાઈ ગયેલા પાપડને ફરી ક્રન્ચી કરવા માટે તમે માઇક્રોવેવનો ઉપયોગ કરી શકો છો. જો તમારા ઘરમાં માઇક્રોવેવ અવેલેબલ હોય તો તમે આ ઉપાય કરી શકો છો. જેના માટે તમારે સૌપ્રથમ માઇક્રોવેવની પ્લેટમાં પાપડ રાખી અને તેને અંદર મૂકી દેવો ત્યાર બાદ માઇક્રોવેવને 110 ડિગ્રી તાપમાન સુધી વધારો અને તેમાં 30 સેકન્ડનો ટાઈમર સેટ કરો.
👉 ત્યારબાદ માઇક્રોવેવમાંથી ડિશને બહાર કાઢી લેવી. તેમાંથી તમે પાપડ કાઢી થોડી વાર ઠરવા દેવો. તમે જોશો કે પાપડ એકદમ ક્રન્ચી બની ગયો હશે. જેથી તમે આ પાપડને પૂરા આનંદથી ખાઈ શકશો અને તમને જરા પણ પાપડ હવાઈ ગયેલો નહીં લાગે.
👉 તળવાના પ્રયોગ દ્વારા ( ડીપ ફ્રાઈ ) :- આ પ્રયોગ કરવાથી તમે હવાઈ ગયેલા પાપડને ખૂબ સરળતાથી ક્રન્ચી બનાવી શકો છો. જેમાં તમારે પાપડને ડીપ ફ્રાઈ કરી શકો છો. આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ એક કડાઈ લેવી અને તેમાં તેલ નાખી અને ગરમ કરવા મૂકી દેવું. ધ્યાન રાખવું કે તેલ ફ્રેશ લેવું, એક વાર યુઝ થયેલું ન લેવું, જેનાથી પાપડનો ટેસ્ટ અલગ થઈ જશે જે તમને ભાવશે નહીં.
👉 તેલ જ્યારે ગરમ થઈ જાય ત્યારે તમારે તેમાં હવાયેલા પાપડ નાખી અને તળવાના રહેશે. આખા પાપડ તળાઈ ગયા બાદ તમે તેને બહાર કાઢી શકો છો. મિત્રો, આ પાપડ ઠંડા થઈ જાય પછી જો તેનું સેવન કરવામાં આવે તો તમને એક ક્રન્ચી અને ટેસ્ટ ફૂલ પાપડ લાગશે.
👉 મિત્રો, આ રીતે તમે હવાઈ ગયેલા પાપડને પણ ફરી ક્રન્ચી કરી શકો છો. જેથી તમારે હવાઈ ગયેલા પાપડને ફેકી દેવા નહીં પડે જેથી અનાજનું વેસ્ટ થતાં રોકી શકાશે. આ પ્રયોગ કરવા ખૂબ સરળ છે.
જો આ હવાઈ ગયેલા પાપડને ક્રન્ચી વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.