🌶️ દોસ્તો, દરેક વસ્તુઓની એક સિઝન હોય છે એ પછી ફ્રૂટ હોય કે શાકભાજી એ સિઝનમાં મળે તેવું આઉટ સિઝનમાં નથી મળતું તેથી લોકો એ વસ્તુઓને સ્ટોર કરીને રાખે છે જેથી તેને તે ગમે ત્યારે ઉપયોગ કરી શકે. હાલ શિયાળો ચાલી રહ્યો છે અને મરચાંની પણ સિઝન છે તો ઘણા મરચાંના શોખીન લોકો તેને સ્ટોર કરવાનું વિચારે છે તો આજે અમે તમને તેની થોડી વિશેષ માહિતી આપવાના છીએ જેનાથી એ સ્ટોર કરેલ મરચા એવા જ ફ્રેશ અને લીલા જ રહે છે. તો ચાલો જોઈએ તેને માટે આપણે શું કરવું.
🌶️આપણે જ્યારે બજારમાંથી લીલા મરચા લઈને તેને 7 થી 8 દિવસ ફીઝમાં રાખીએ છીએ એટલા દિવસમાં એ મરચા સુકાવા લાગે છે કે પછી તે લાલ થવા લાગે છે. આમ લીલા મરચા જો આપણે ફ્રીઝમાં રાખીએ તો પણ તે ઝડપથી ખરાબ થાય છે. તો આ મરચાંને લાંબો સમય તાજા રાખવા એવું તે શું થઈ શકે કે તે ફ્રેશ જ રહે. તો તેના માટે પણ એક સુંદર ટ્રિક છે. એવી રીતે મરચા સ્ટોર થાય તો તે લોંગ ટાઈમ સાચવી શકાય છે. આ રીતે મરચાં સાચવવા ખૂબ જ સરળ છે.
🌶️ જો તમારે 15 દિવસમા મરચાંનો ઉપયોગ કરવો છે તો તેના માટે સ્ટોર કરવાની રીત : જો તમારે 15 દિવસ મરચાંને એવા જ તાજા રાખવા છે તો તેના માટે બજારમાંથી મરચાં લાવીને તેને સાફ પાણી વડે ધોઈને ટુવાલમાં કે કોઈ પણ કોટનમાં કોરા કરી લો. ત્યાર બાદ તે મરચામાં જો કોઈ ખરાબ મરચું છે તો તેને પહેલા તો દૂર કરો, સ્ટોર કરવાના મરચાં તમામ સારા જ હોવા જોઈએ. બાદ તેના ડિટા કાપી લો. આટલું કર્યા બાદ એ મારચાને પેપર ટીશુંથી બરાબર રેપ કરો અને તેને જીપલોક પોલીથીન બેગમા ભરીને ફ્રિઝમાં સ્ટોર કરો આવી રીતે સ્ટોર કારાયેલ મારચા 15 દિવસ એકદમ તારોતાજા જ રહે છે.
🌶️ જો તમારે 15 દિવસ કરતા વધારે દિવસ મરચાંને તાજા રાખવા છે તો તેના માટે આ રીત અજમાવો : જો તમે 15 દિવસ કરતાં પણ વધારે દિવસ માટે મરચાંને સાચવવા માંગતા હોય તો તેના માટે પણ મરચાંને ચોખ્ખા પાણીમાં ધોઈને પછી ટુવાલમાં કોરા કરીને તેના પણ ડિટા કાપીને જો તેમાં ખરાબ મરચુ આવી ગયું છે તો તેને દૂર કરો.
🌶️ હવે કોઈ પણ એક પ્લેટમાં ક્લીન ફિલ્મ રેપ કરો અને તેમાં તમામ મરચાંને નાખો. હવે તેને ઉપરની બાજુથી પણ ક્લીન રેપ કરી લો. હવે આ મરચાંને ફ્રીઝમાં થોડા કલાક માટે જમાવવા માટે રાખી દો. ત્યારબાદ આ મરચાંને એક ફ્રિઝર સેફ એવી બેગમા સ્ટોર કરો અને એક સ્ટ્રો વડે બેગમા રહેલ વધારાની હવાને પણ દૂર કરો. આ રીતે 15 દિવસથી પણ વધારે દિવસ મરચાં તાજા રહેશે.
🌶️ મરચાંની પેસ્ટ બનાવીને પણ તમે તેને સ્ટોર કરી શકો : મરચાંને તમે અનેક રીતે સ્ટોર કરી શકો છો જેમ કે મરચાંની પેસ્ટ બનાવીને તેને પણ લોંગ ટાઈમ સ્ટોર કરી શકાય છે. તેના માટે તમારે સારામાં સારા મરચાં લાવીને તેના ડિટા કાઢીને તેને મિક્સરમાં પીસીને એક પેસ્ટ તૈયાર કરવાની છે.
🌶️હવે આ પેસ્ટને તમારે ક્લીન ફિલ્મ વાળી ટ્રે માં નાના નાના આકારમાં નાખીને ફ્રિઝરમાં જમાવી લો. તેની ઉપર પણ તમારે ક્લીન ફિલ્મ નાખવાની છે. ત્યાર બાદ થોડી કલાક માટે તેને ફ્રીઝમાં જ રાખીને પછી તેને બહાર કાઢીને કોઈ ફ્રીઝર સેફ એવી બેગમાં ફેરવી નાખો અને તેને સ્ટ્રોની મદદ વડે જે એકસ્ટ્રા હવા છે તેને બહાર કાઢી લો.
🌶️ આ પેસ્ટને તમે થોડા મહિનાઓ સુધી એવીને એવી જ તાજી સ્ટોર કરી શકો છો. જ્યારે પણ તમારે તેને ઉપયોગમાં લેવી છે તો તે લઈ શકાય છે. આ રીતે તમારા મરચાંની પેસ્ટ લાંબો સમય સુધી તરોતાજા જ સાચવી શકાશે.
જો આ મરચાં વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.