🥭 મિત્રો, હવે ઉનાળાની સિઝન આવી ચૂકી છે. જેમાં લોકો ગરમીથી બચવા અનેક કાર્યો કરે છે. જમવામાં સાથે ઠંડી છાશ અને દિવસ દરમિયાન આઇસક્રીમ, ગોલા, શરબત જેવી વગેરે વસ્તુઓનું સેવન કરી શરીરને ઠંડુ રાખતા હોય છે.
🥭 ઉનાળાની સિઝનમાં લોકોને ઠંડી વસ્તુ સિવાય એક ખૂબ પ્રખ્યાત વસ્તુની પણ અનહદ પ્રતિક્ષા હોય છે. કેરી જેને ફળોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. કેરી બધા લોકોને ખૂબ પ્રિય હોય છે. જેથી લોકો તેનું ભોજન સાથે રસ બનાવી અથવા તેની સ્લાઈસ કરીને સેવન કરતાં હોય છે. પરંતુ લોકોને સૌથી વધુ ત્યારે બેચેની અનુભવાય કે જ્યારે ઉનાળાની સિઝન પૂરી થાય અને કેરી પણ બજારમાં મળતી બંધ થઈ જાય. જેના કારણે તેઓ પોતાનું પ્રિય ફળ ખાઈ શકતા નથી.
🥭 આજ કાલ બધા લોકોના ઘરમાં ફ્રીઝ કંપલસરી જોવા મળતું જ હોય છે. જેમાં તેઑ અનેક વસ્તુઓને વધુ સમય સુધી સાચવી શકે છે. જેથી લોકો નોર્મલ રીતે ફ્રીઝમાં કેરી રાખી દેતા હોય છે. છતાં તે ખરાબ થઈ જાય છે. જેનું મુખ્ય કારણ સાચી રીતે કેરીને સ્ટોર ન કરવી હોય છે. જો સાચી રીતે તમે કેરીને સ્ટોર કરશો તો ઘણા લાંબા સમય સુધી તમે તેને સાચવી શકો છો અને સિઝન વગર પણ કેરીનાં સેવનનો આનંદ માણી શકો છો.
🥭 કેરીને સ્ટોર કરવાની રીત :-
🥭 કેરીને સ્ટોર કરવા માટે તમારે સૌપ્રથમ બજારમાંથી કાચી કેરી ખરીદી અને ઘરે રાખી દેવી જે થોડા સમય બાદ પાકવા લાગશે જ્યારે પૂર્ણ રીતે પાકી જાય ત્યારે તમારે તેને સરખી રીતે પાણીથી સાફ કરી લેવી અને ત્યાર બાદ કેરીની છાલ કાઢી લેવી હવે. એક પાત્રમાં કેરીના નાના કટકા કરી અને તેમાં રાખવા. ત્યાર બાદ જે ગોટલાના ભાગમાં કેરીનો ગર્ભનો ભાગ હોય છે તેને ચાકુ વડે કાઢી લેવો.
🥭 હવે તમારે એક પ્લાસ્ટિકની બેગ લેવી અને તેમાં તમારે આ કેરીનાં કટકા નાખી દેવા. આ પ્લાસ્ટિકની બેગને હવા ચુસ્ત રીતે બંધ કરવી જેના માટે તમે દોરો પણ વીટાળી શકો છો અથવા રબ્બર પણ મારી શકો છો. ધ્યાન રહે કે, જરા પર બેગ ખૂલી રહેશે તો કેરી ખરાબ થવાના ચાંસ વધી જશે. આ સિવાય તમે હવા ચુસ્ત ડબ્બાની અંદર પણ કેરીને રાખી શકો છો.
🥭 પ્લાસીટકની બેગ અથવા ડબ્બામાં કેરી રાખ્યા બાદ તમારે તેને ફ્રીઝરના ખાનામાં રાખી દેવી જેને તમે ઘણા મહિના સુધી સાચવી શકો છો. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે ફરી આ હવા ચુસ્ત પ્લાસ્ટિકની બેગ અથવા ડબ્બાને ઓપન કરો છો તો તમારે તેમાં રહેલ બધી કેરીને વાપરી નાખવી જોશે કારણ કે, એક વાર ખોલવાથી તેમાં હવા જતી રહે છે અને તે ખરાબ થવા લાગે છે. જેથી વધારે પ્લાસ્ટિકની બેગ લઈ અને થોડી થોડી માત્રામાં બધામાં કેરી રાખીને સ્ટોર કરી શકો છો.
🥭 આ સિવાય તમે કેરીનો રસ પણ સ્ટોર કરી શકો છો. જેમાં તમારે પાકેલી કેરી લઈ અને તેની છાલ કાઢી લેવી હવે તમારે તેના કટકા કરી લેવા અને એક મધ્યમ સાઇઝની તપેલીમાં રાખવા હવે તેમાં ગોટલીમાંથી ચાકુ વડે કેરીનો ભાગ કરી અને તેમાં રાખવો ત્યાર બાદ બ્લેન્ડર લઈ અને તેનો રસ બનાવી લેવો.
🥭 ધ્યાન રહે કે તમારે આ રસમાં એક ટીપાં જેટલું પણ પાણી એડ કરવાનું નથી. કારણ કે, તેનાથી રસ ખરાબ થઈ જાય છે. હવે આ રસને તમારે એક હવા ચુસ્ત ડબ્બામાં રાખી અને ફ્રીઝરમાં મૂકી દેવો જેનાથી તમે લાંબા સમય સુધી આ રસને સ્ટોર કરી શકો છો.
જો આ કેરીને સ્ટોર કરવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.