👉 કેટલીક વખત ઘરમાં રહેલી બારી-બારણાં, સ્ટોપર, હેન્ડલ, તિજોરી, બાથરૂમના નળ તે સિવાય પણ કેટલીક એવી જગ્યા છે. જ્યાં કાટ લાગી જતો હોય છે. જે આપણા ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓની સુંદરતા ઓછી કરવાનું કામ કરે છે.
👉 ગમે તેટલી સફાઈ કરીએ, પરંતુ તે કાટ દૂર થતો હોતો નથી. તેમાં ખાસ કરીને નવી તિજોરી લાવ્યા હોઈએ અને તેમાં કાટ આવી જાય તે સૌ કોઈને પસંદ આવતું હોતું નથી. તો આ કાટને દૂર કરવા માટે તમને ઉપાય બતાવીશું. જે અજમાવશો તો ખૂબ જ સરળતાથી તમારી નવી તિજોરીને લાગેલો કાટ દૂર થઈ જશે.
👉 લોખંડ પર કાટ આ રીતે લાગે- જ્યારે લોખંડ ઓક્સિજન અને ભેજના સંપર્કમાં આવે, ત્યારે લોખંડ પ્રતિક્રિયા કરીને કેટલાક અનિચ્છનીય સંયોજનો બનાવી લેતું હોય છે. અને તે લોખંડ બગડવા લાગે છે. તેના કારણે તેનો રંગ બદલાય જાય છે. જેને આપણે લોખંડ પર કાટ લાગવો કહીએ છીએ. આ કાટના કારણે આપણા ઘરની કોઈપણ નવી વસ્તુ જૂની દેખાય સાથે રૂમનો લુક ખરાબ કરે છે. તો ચાલો સરળ રીતથી દૂર કરીએ કાટને ….
👉 લીંબુ અને મીઠાનો ઉપયોગ- લીંબુ અને મીઠાના ક્રિસ્ટલને સક્રિય કરવાનું કામ કરે છે. તેનાથી સારી રીતે તિજોરીમાં લાગેલા કાટને દૂર કરી શકાય છે. તો તેના માટે સૌ પ્રથમ જે જગ્યા પર કાટ લાગ્યો હોય ત્યાં મીઠું ઘસવું, અને તેની પર લીંબુનો રસ છાંટવો. મીઠું વધારે લેવું અને લીંબુનો રસ ઓછો છાંટવો. આ એક જાડું થર બને એ રીતે કરવું. હવે તેને 2-3 કલાક સુધી એમ જ રહેવા દો. પછી તેના પર લીંબુના છોતરાં ઘસવા. અથવા વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. તેમાં પણ લીંબુની જેમ ગુણ રહેલા હોય છે. તો વિનેગર રેડી કોટન કપડું ભીનું કરવું, હવે તેનાથી લૂછી નાખવું. કાટ ઝડપથી દૂર થઈ જશે.
👉 લીંબુ-ખાવાનો સોડા- બેકિંગ સોડાથી ઘરમાં રહેલી કોઈપણ વસ્તુ સરળતાથી સાફ કરી શકાય છે. કેમ કે તેમાં એક્સફોલિએંટિંગ નામનો ગુણ રહેલો છે. જે કોઈપણ વસ્તુને ઝડપથી સાફ કરી શકે છે. તેથી કાટ દૂર કરવા માટે લીંબુના રસમાં થોડું ગરમ કરેલું પાણી મિક્સ કરવું. હવે આ મિશ્રણમાં થોડો બેકિંગ સોડા એડ કરવો.
👉 તૈયાર થયેલા મિશ્રણ વડે લોખંડની તિજોરી સાફ કરી શકો છો. મિશ્રણ લગાવવા માટે જૂના ટૂથબ્રશનો ઉપયોગ કરી શકો છો. બરાબર તિજોરી સાફ થઈ જાય ત્યાર બાદ ચોખ્ખા પાણી વડે તિજોરી સાફ કરી લેવી. પછી કોટન કપડાં વડે લૂછી નાખવી. નવી લાવ્યા હોય તેવી દેખાશે.
👉 એરોસોલ- એરોસોલની મદદથી કોઈ પણ પ્રકારના ડાઘ દૂર કરી શકાય છે. એરોસોલ એક સ્પ્રેની બોટલમાં ભરવું અને જે જગ્યા પર ડાઘના નિશાન હોય તેની પર છાંટવું. થોડી વાર એમ જ રહેવા દઈ. તેને કોટન કપડાં પર સાફ કરી લેવું. તિજોરી ચમકવા લાગશે.
👉 વિનેગર અને એલ્યુમિનિયમ વરખ- વિનેગરથી કોઈપણ કાટ લાગેલી વસ્તુ ખૂબ જ ઝડપથી સાફ થાય છે. તેના માટે જે વસ્તુ પર કાટ લાગ્યો છે. તેને આખી રાત વિનેગરમાં ડૂબાડી રાખવી, કાટ સરળતાથી દૂર થઈ જાય છે. પરંતુ આટલી મોટી તિજોરીને વિનેગરમાં ડૂબાડવી અશક્ય છે. એટલા માટે જે જગ્યા પર કાટ લાગ્યો હોય ત્યાં વિનેગરનો છંટકાવ કરવો અને એલ્યુમિનિયમના વરખને વિનેગરમાં ડૂબાડી જ્યાં કાટ લાગ્યો હોય ત્યાં રાખવું.
👉 કાટ દૂર ન થાય ત્યાં સુધી સાફ કરતાં રહેવું. કાટ દૂર થતાં થોડી વાર લાગે, અમુક સમયે એવું પણ બને કે તમારે બીજી વખત આ ટ્રિક અપનાવવી પડે. આ રીતે તમારા ઘરમાં રહેલી લોખંડની તિજોરીને સરળતાથી નવી બનાવી શકો છો.
જો લોખંડની તિજોરી પરના કાટને દૂર કરવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.