🦟મોટાભાગની સ્ત્રીઓને ઘરમાં આવી જતાં જીવ-જંતુઓથી ડર લાગતો હોય છે. તેમાં ખાસ કરીને ગરોળી, વાંદા, ઇયળ જેવા જીવ આવી જાય તો આખું ઘર જાણે માથે કરી લેતી હોય છે. પરંતુ આ બધી વસ્તુથી ડરવાની કોઈ જરૂર હોતી નથી. આ બધા ઘરેલુ પ્રાણીઓ કહેવાય તેને આપણો ડર લાગતો હોય છે.
🦟તે દેખાવમાં ભલે ખતરનાક લાગે તે નુકસાન પહોંચાડતા હોતા નથી, ઉપરથી નાનું એવું જંતુ મચ્છર આપણને વધારે નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી ડર રાખવો જોઈએ. તેનો ડંખ એટલો ખતરનાક હોય છે કે તેનાથી ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવા તાવ આવી જતા હોય છે.
🦟તેમાં પણ ખાસ કરીને ઠંડકમાં તેનો ઉપદ્રવ વધી જતો હોય છે. ઘણાં મચ્છરો ચોખ્ખા પાણીમાં પણ થતાં હોય છે. એવું નથી કે ગંદકી હોય ત્યાં જ મચ્છર થાય. ચોખ્ખી જગ્યા પર પણ ઘણી વખત જોવા મળતાં હોય છે. ઘરમાં જો રાત્રે આવી જાય તો આખી રાત તે સૂવા દેતા નથી અને પરેશાન કરી મૂકે છે.
🦟સંશોધન દરમિયાન જાણવા મળ્યું છે કે મચ્છરથી ઘણી બધી બીમારીઓ ફેલાય છે અને તેનાથી 10 લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. તમને માનવામાં નહીં આવે મચ્છરની 3000થી પણ વધારે પ્રજાતિ છે. તેમાંથી કેટલીક મનુષ્ય માટે જાન લેવા સાબિત થતી હોય છે. તો તેનાથી છુટકારો મેળવવા માટે ઉપાય જણાવીશું. જેનાથી ઘરમાં મચ્છર આવતાં બંધ થઈ જશે.
🦟તેના ઉપાય જાણીએ- મચ્છર ભગાડવા માટે બજારમાં મોટાભાગની પ્રોડક્ટ મળતી હોય છે. તે ઘણી વખત આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. તો તમે ઘરે કપૂર અને લીમડાનું તેલ મિક્સ કરી દીવો કરી શકો છો. આ દીવો રોજ રાત્રે સૂતી વખતે તમારા બેડ નીચે કરવાનો રહેશે. જેની સુગંધથી એક પણ મચ્છર તમારી નજીક નહીં આવે અને તે કરડવાથી ઉજાગરા થવાની સમસ્યા પણ નહીં રહે.
🦟-ઘણી વખત લોંગ જર્ની હોય ત્યારે આપણે બસ કે ટ્રેનમાં ટ્રાવેલ કરતાં હોઈએ છીએ. ત્યારે પણ સીટ નીચે રહેલા મચ્છર આપણને પરેશાન કરી મૂકે છે. તેનાથી છુટકારો મેળવવા લીમડાનું તેલ, નારિયેળનું તેલ, લવિંગનું તેલ, પેપરમીટ ઓઇલ, નીલગીરીનું તેલ આ બધા તેલ મિક્સ કરીને નેચરલ લોશન બનાવો.
🦟જ્યારે પણ બહાર જવાનું થાય ત્યારે શરીરનો જે ભાગ ખુલ્લો રહેતો હોય ત્યાં લગાવી લેવું. એકપણ મચ્છર તમને કરડશે નહીં. લીમડો મચ્છરને દૂર કરવા માટે કારગર સાબિત થાય છે. તમાલપત્ર, લીમડાનું તેલ લો. તેમાં કપૂરનો ભૂકો કરો. હવે આ તેલમાં કપૂરનો ભૂકો મિક્સ કરી લો. આ ત્રણે વસ્તુને એક સ્પ્રેની બોટલમાં ભરી લો.
🦟જે જગ્યા પર વધારે મચ્છર રહેતા હોય ત્યાં છાંટવું જોઈએ. આ બધી વસ્તુમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા હોવાથી કોઈ પ્રકારનું નુકસાન પહોંચતું નથી. ઉપરથી તેમનાથી દાગ, ખંજવાળ, દાદર જેવી સ્કીનને લગતા કોઈપણ પ્રકારના રોગ થતાં હોતા નથી.
🦟-છેલ્લી રીત છે, તમાલપત્રના પાન, લીમડાનું તેલ અને સરસવનું તેલ. એક વાસણમાં લીમડાનું તેલ, સરસવનું તેલ અને તેમાં તમાલપત્રના પાન નાખો. હવે તેમાં કપૂરનો ભૂકો ઉમેરો. આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી નાખો.
🦟પછી તેને દીવાસળી વડે સળગાવો. વાસણમાં રહેલી બધી વસ્તુ સળગી ઉઠશે. અને જ્યારે તે સળગશે ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો રૂમમાં રહેલા મચ્છરને 10 સેકન્ડમાં મારી નાખશે અથવા ઘરની બહાર જતાં રહેશે.
🦟આ ધુમાડાથી માત્ર મચ્છર જ નથી ભાગી જતાં મગજ પણ શાંત રહે છે. તેનાથી રાત્રે ઉંઘ પણ સારી આવશે. તે સિવાય માથાનો દુખાવો, માથં ભારે લાગે, કોઈ વાતને લઈ સ્ટ્રેસ, ટેન્શન હશે તો પણ તે દૂર થઈ જશે. આટલા ઉપાયથી ઘરમાં રહેલા મચ્છર દૂર જતાં રહે છે. અને આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
જો મચ્છર ભગાવવાની આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.