💸 આજના સમયમાં ઘણા લોકો નોકરીના પ્રેશરમાંથી છૂટી અને પોતાનો ધંધો વિકસાવવા માંગતા હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે, ધંધો નાનો હોય કે મોટો પરંતુ તેમાં માણસ જેટલી મહેનત કરે એટલી વધારે પોતાને આમદની પ્રાપ્ત થાય છે અને નોકરીમાં ગમે તેવી મહેનત કરે છતાં બાંધ્યો પગાર પ્રાપ્ત થાય છે. જેથી લોકો એવું ઇચ્છતા હોય કે કયો ધંધો કરવાથી વધારે ફાયદો પણ થાય અને વધુ ઇન્વેસ્ટ પણ ન કરવું જોઈએ.
💸 મિત્રો, આજે અમે તમારા માટે ખુદનો ધંધો શરૂ કરવાની એવી ટિપ્સ લઈને આવ્યા છીએ. કે, જેનાથી તમારે ખુદનો ધંધો પણ થઈ જશે ઉપરાંત તમારે તેમાં વધારે પૈસા ઇન્વેસ્ટ પણ નહીં કરવા પડે અને સૌથી મહત્વની વાત કે આ એવો ધંધો છે જેમાં તમે મહિનાના 50,000 હજાર સુધી કામી શકો છો. તો હવે આપણે જાણીશું. કે, કયો ધંધો કરવાથી આટલા ફાયદા થઈ શકે.
💸 બિઝનેસ કયો છે, તેની શરૂઆત કઈ રીતે કરવી :- મિત્રો, અમે વાત કરી રહ્યા છીએ, કાર સર્વિસ એન્ડ કાર વોશ કરવાના બિઝનેસની જેમાં તેની શરુરાતમાં તમારે 15,000 રૂપિયાથી ઇન્વેસ્ટ કરી શકો છો. જોકે આ બિઝનેસની મશીનરી વધારે મોંઘી પણ આવે છે. પરંતુ તમે શરૂઆતમાં ઓછા પૈસાથી સ્ટાર્ટ કરી શકો છો. ત્યાર બાદ તમારો બિઝનેસ આગળ વધે તેમ મશીનરી હાઈટેક બનાવી શકો છો.
💸 બિઝનેસ શરૂ કરવાં માટે જરૂરી સામાન :- આ કાર વોશિંગ એન્ડ સર્વિસનો બિઝનેસ ખૂબ ઓછી વસ્તુથી શરૂ થઈ શકે છે. જેમાં તમારે સૌપ્રથમ કાર વોશિંગ માટે પાણીનો પ્રેશર પંપ જે તમે શરૂઆતમાં 2 હોસ પાવરનો ખરીદી શકો છો જે આશરે 12,000 થી 15,000 સુધીમાં મળી રહે છે.
💸 તદ્દ ઉપરાંત તમારે શેમ્પૂની મોટી બોટેલ, શાઈનર, બ્રશ અને બ્લોવર જેનાથી તમે કારની અંદર જ્યાં તમારો હાથ પહોંચી ના શકે ત્યાંથી તમે ધૂળ-કચરો કાઢી શકો, આટલી વસ્તુ તમને 2000 થી 3000 સુધીમાં ખરીદી શકો છો. હવે મિત્રો સૌથી મહત્વની વાત કે જે જગ્યાએ તમે બિઝનેસ શરૂ કરો છો તેની જગ્યા થોડી મોટી હોવી જોઈએ, જેથી બધી કારને તમે ત્યાં રાખી શકો જેથી રોડ પર રાખવી ન પડે.
💸 બિઝનસથી પ્રાપ્ત થતી આમદની :- આ બિઝનસની શરૂઆત તમે નાના પાયા પર કરી શકો છો. છતાં તમને મહિને ઘણી આવક પ્રાપ્ત થશે. જેમાં એક કારની સર્વિસ ચાર્જ મિનિમમ 200 થી 500 હોય છે. જેમાં તમે એક કારના 300 રૂપિયા વોશિંગના લ્યો તો રોજની જો તમે 6-7 કાર વોશિંગ કરો તો પણ તમને મહિને 50,000 કે તેથી વધારે પૈસાની આવકની પ્રાપ્તિ થઈ શકે છે. એવામાં જો તમે મેકેનિક હોય તો તમે કાર સર્વિસિંગ પણ કરી શકો છો અને એન્જિનનું કોઈ પણ કાર્ય કરીને સારા એવા પૈસા કામી શકો છો.
💸 આ બિઝનેસ કરવાની 2 રીત :- આ બિઝનસ એવો છે. કે, તેને તમે પાર્ટનરશીપમાં પણ કરી શકો છો અને ભાડાની જગ્યા રાખીને પણ કરી શકો છો. ઉપરાંત જો તમારે એકલા હાથે બિઝનેસ કરવો હોય તો પણ તમે કરી શકો છો.
💸 જો તમારા પાસે આ લાઇનનો જરા પણ અનુભવ ન હોય તો તમે કોઈ મેકેનિક સાથે પાર્ટનરના રૂપમાં પણ બિઝનેસ કરી શકો છો. જેથી તમને અનુભવની પ્રાપ્તિ પણ થશે અને તમે સારા એવા પૈસા પણ કામી શકો છો.
💸 તો મિત્રો, આવી રીતે તમે નાના પાયાના બિઝનસ પણ વધુ ફાયદો કરાવતા બિઝનસને શરૂ કરી શકો છો. જેમાં તમે મહિને આરામથી 30,000 થી 60,000 સુધીની કમાઈ કરી શકો છો. ઉપરાંત આ બિઝનસ તમારો ખુદનો હોવાથી તમે તેમાં જેટલી મહેનત વધારે કરશો એટલો વધાર ફાયદો થશે.
જો આ નાના પાયાના ધંધા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.