🍋 દોસ્તો, આપણી રસોઈમાં વપરાતી દરેક ચીજનું ઘણું જ મહત્વ રહેલું છે. અમુક વસ્તુ એવી હોય છે કે જેનો આપણે રોજ ઉપયોગ કરતાં હોઈએ છીએ. લીંબુ પણ એવી જ વસ્તુ છે જેનો આપણે રોજની રસોઈમાં ઉપયોગ કરીએ છીએ. લીંબુ જો એકદમ તાજા હોય તો તેનો સરળતાથી રસ કાઢી શકાય છે પરંતુ જો લીંબુ થોડા સમય પડ્યા રહે તો તેની છાલ કડક થઇ જાય છે અને તેનો રસ સરળતાથી કાઢી શકાતો નથી.
🍋 લીંબુના રસને જો આપણે સ્ટોર કરીને રાખી દીધો હોય તો બીજી ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે. અને સરળતાથી તાજો લીંબુનો રસ પણ તમે મેળવી શકો છો. લીંબુના ફાયદા અનેક છે તે ભોજનને તો રૂચિકર બનાવે જ છે સાથે તમારી હેલ્થ માટે પણ ફાયદે મંદ છે.
🍋 લીંબુ કુદરતી શક્તિનો સ્ત્રોત માનવામાં આવે છે. તેમાં રહેલા અનેક તત્વો શરીરને એનર્જેટિક બનાવે છે. આરોગ્ય માટે ફાયદાકારક એવા લીંબુમાં વિટામિન-સી, વિટામિન-બી, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ જેવા અનેક તત્વો સમાયેલા હોય છે. તો ગુણનો ખજાનો એવા લીંબુના રસને સ્ટોર કરવાની વિવિધ રીત જોઈએ. આ રીત તમને ઘણી જ ઉપયોગી બની શકે છે. તો ચાલો જોઈએ.
🍋 પ્રથમ રીત : લીંબુના રસને સ્ટોર કરવા માટે જે લીંબુ પસંદ કરો તે તાજા અને બરાબર પાકેલાં હોવા જોઈએ. આ તમામ લીંબુનો રસ કાઢીને તેને ગાળી લો એટલે રસમાંથી બીજ સરળતાથી દૂર કરી શકાય. આ રસને એક સાફ એવી કાચની બોટલમાં ભરી લો.
🍋 જ્યારે તમે રસ બોટલમાં ભરો ત્યારે બોટલને પૂરી નથી ભરવાની થોડી ઓછી ભરીને તેને પેક કરો. હવે આ બોટલને તમે ફ્રીજમાં રાખી દો. રસને ફ્રીજમાં સ્ટોર કરવા માટેની આ ખૂબ જ આસન એવી રીત છે. આ રસને તમે વધુમાં વધુ 2 અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર કરીને તેને વાપરી શકો છો.
🍋 બીજી રીત : લીંબુના રસને સ્ટોર કરવા માટે સૌથી પહેલા તો લીંબુનો રસ કાઢીને તેને ગાળી લો. હવે આ રસને તમારે આઈસ ક્યૂબ ટ્રે માં ભરવાનો છે. બાદ તેને ફ્રિજરમાં જમાવવા માટે રાખી દો. જ્યારે ટ્રેમાં રસ જામી જાય તે પછી તેને ફ્રિજર માંથી બહાર કાઢીને તે તમામ ક્યૂબને એક જીપ લોક પોલીથીનમાં ભરીને ફરી તેને ફ્રિજરમાં રાખી દો. જ્યારે પણ જરૂર હોય ત્યારે તેને જરૂર મુજબ બહાર કાઢીને તેનો ઉપયોગ કરો. આ રીતે તમે લાંબો સમય લીંબુના રસને સ્ટોર કરી શકો.
🍋 ત્રીજી રીત : જો તમે લીંબુના રસને એક મહિના જેટલો સમય સાચવવા માંગતા હોય તો આ રીત ખૂબ જ બેસ્ટ છે. આ રીતમાં તમારે લીંબુના રસમાં મીઠ્ઠુ ઉમેરવાનું છે. જેમ કે 1 કપ લીંબુનો રસ છે તો 3 ચમચી જેટલૂ મીઠ્ઠુ ઉમેરવું. આમ કરવાથી લીંબુના રસનો સ્વાદ જળવાયેલો રહે છે. તેને આ રીત મુજબ જો તમે સાચવો તો પણ તેને બોટલમાં ભરીને ફ્રીજમાં જ રાખો અને જેમ જરૂર હોય તે મુજબ બહાર કાઢીને ઉપયોગ કરો.
🍋 લીંબુના રસને સાચવવા માટેની આ ત્રણેય રીત ખૂબ જ બેસ્ટ છે. તે તમને ઉનાળાના સમયમાં જ્યારે લીંબુનો ઉપયોગ વધારે હોય તે સમયે ખૂબ જ ઉપયોગી બનશે.
જો લીંબુના રસ સ્ટોર કરવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.