🥗 દોસ્તો, શિયાળાની સિઝનમાં લોકો પોતાના સ્વાસ્થ્યને સુધારી લેવાનું કામ કરે છે કેમ કે આ ઋતુમાં એવો ખાસ ખોરાક લોકો લે છે જેનાથી શરીરને ફાયદા થાય. શિયાળામાં લોકો વિવિધ પાક અનેક ઓસડિયા નાખીને ખાતા હોય છે તેની સાથે આ ઋતુમાં શાકભાજી પણ તમામ પ્રકારના બજારમાં મળી રહે છે.
🥗 શિયાળામાં લોકો ઊંધિયું તો ખાસ પસંદ કરે છે અને ઊંધિયું લીલા વટાણા વગર તો બને જ નહિ. તેથી આજે અમે તમારા માટે એક સુંદર અને તમને ઉપયોગી એવી વટાણાને 12 માસ ફ્રેશ કેવી રીતે સ્ટોર કરવા જોઈએ તેની રીત લઈને આવ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો તેમાં માટે તમારે આર્ટિકલને પૂર્ણ વાંચવો ખૂબ જ જરૂરી છે.
🥗 વટાણાનો સ્વાદ દરેક લોકોને પસંદ હોય છે તે માત્ર સ્વાદથી જ નહીં પરંતુ ગુણમાં પણ ઉત્તમ છે. તે ઊંધિયા સિવાય બીજા શાકમાં પણ લોકોને પસંદ છે તેથી જો આપણે તેને એક એવી રીતે સ્ટોર કરીને રાખી શકીએ કે તે આપણને આઉટ સિઝનમાં પણ તાજા જ મળે. વટાણામાં પ્રચુર માત્રામાં કાર્બોહાઈડ્રેટ રહેલું હોય છે. તેમાં વિટામીન્સ પણ ભારે માત્રામાં હોય છે. અને તેથી વટાણાના સેવનથી કોલેસ્ટ્રોલનું લેવલ નોર્મલ રહે છે. હાર્ટ માટે પણ આ વટાણા ખૂબ જ સારા છે.
🥗 વટાણાના શોખીન લોકો આ શિયાળાની સિઝનમાં મોટા પ્રમાણમાં વટાણા ઘરે લાવી તેને આખા વર્ષ માટે સ્ટોર કરીને રાખે છે પરંતુ જો તેને યોગ્ય રીત મુજબ સ્ટોર કરવામાં ના આવે તો તે ખરાબ થઈ જાય છે. માટે તેને યોગ રીતે સ્ટોર કરવા ખૂબ જ જરૂરી છે. તો ચાલો જોઈએ તેને કેવી રીતે આખું વર્ષ સાચવી શકાય અને તે પણ એકદમ ફ્રેશ.
🥗 વટાણાને સ્ટોર કરવાની રીત : જો તમે વટાણાને આખું વર્ષ તાજા જ સાચવવા માંગો છો તો સૌથી પહેલા તો વટાણા ને ફોલિને તેના દાણા છૂટા પાડો, તે દાણમાં જે નાના બીજ છે તેને વીણીને કાઢી લો. કેમ કે એ નાના અને કાચા દાણા આખું વર્ષ સાચવી શકાતા નથી તે બગડી શકે છે. માટે એક સરખા મોટા અને પાકા દાણા જ સ્ટોર કરો.
🥗 હવે તમારે ગેસ પર એક મોટા તપેલામાં ચોખ્ખું પાણી ગરમ કરવા મૂકવાનું છે તેમાં થોડી ખાંડ નાખીને પાણી ઊકળે ત્યાં સુધી તેને ગરમ કરવાનું છે ત્યારબાદ તેમાં વટાણા નાખીને માત્ર 3 મિનિટ જેટલો સમય પાણીમાં રાખીને તુરંત જ એક જાળીમાં કાઢી લો. અને તરત જ બીજા તપેલામાં જે ઠંડુ પાણી રાખેલું છે તેમાં વટાણાને ઠંડા કરો.
🥗 ઠંડા કરેલ વટાણાને એક કપડામાં નાખીને કોરા કરી લો. હવે કોરા કરેલા વટાણા એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં રાખી દો. જો ડબ્બો વધારે જગ્યા રોકતો હોય તો તમે ઝીપલોક પોલીથીન બેગમાં પણ વટાણા સ્ટોર કરી શકો છો. આ રીત મુજબ પ્રિઝર્વ કરેલા વટાણા ક્યારેય ખરાબ થતાં નથી. આખું વર્ષ તે તરોતાજા જ રહે છે.
🥗 વટાણાને તાજા રાખવા માટેની બીજી રીત : જો તમારે વટાણાને ગરમ કરીને સ્ટોર નથી કરવા અને આખું વર્ષ વટાણાને સાચવવા પણ છે તો તમે ફોલેલા વટાણાને સરસવનું તેલ લઈને બંને હાથે બરાબર મસળીને તમામ વટાણા ના બીજ ને તેલ બરાબર લાગી જાય તે રીતે મસળી લો.
🥗 આમ કરવાથી વટાણાના દાણાને બરફ નહીં ચોટી શકે અને તે બગડશે નહીં. આ પછી તેને તમે પોલીથીન કે એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રિજરમાં સ્ટોર કરી શકો. આમ કરવાથી પણ વટાણા એકદમ તાજા જ રહેશે.
જો વટાણા સ્ટોર કરવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.