ઘણા લોકોને ચાઈનીસ ફૂડ ફેવરીટ હોય છે. ભારતમાં બનતી ચાઈનીસ ડીશ લગભગ લોકોને ચાવથી ખાતા જોયા હશે. અહીં ભારતમાં બનતા ચાઇનીસ ફૂડમાં તમે અલગ જ પ્રકારના મસાલા અને સામગ્રી જોઈ હશે જે તેને બધાથી અલગ જ સ્વાદ પ્રદાન કરે છે. તમે જયારે ઘરે કોઈ ચાઈનીસ ડીશ બનાવો છો તો તેનો ટેસ્ટ બજાર જેવો નથી આવતો. શું તમે ક્યારેય વિચાર્યું છે એવું શા માટે ?
ઘણા લોકો એવું વિચારતા હોય છે કે તેમને બરાબર બનાવતા નથી આવડતું માટે તેનાથી ચાઇનીસ ડીશ ઘરે તેટલી ટેસ્ટી નથી બનતી. પરંતુ એવું નથી કારણ કે બજારમાં મળતા ચાઇનીસ ફૂડમાં આજીનો મોટો નાખવામાં આવે છે તેથી તે વધારે ટેસ્ટી લાગે છે. જો તમે ઘરે ચાઇનીસ ડીશમાં આજીનો મોટો ઉમેરો તો અવશ્ય તમારી ડીશનો સ્વાદ બજારમાં મળતા ચાઈનીસ ફૂડ જેવો જ લાગશે.
આજીના મોટાની શોધ ..આ રીતે વધારે છે સ્વાદ
આપણે બધા તેને આજીનો મોટો નામથી ઓળખીએ છીએ પરંતુ હકીકતમાં તેનું અસલી નામ એમએસજી (MSG) એટલે કે મોનોસોડીયમ ગ્લુકામેટ છે. સૌથી પહેલી વખત એક જાપાની કંપનીએ જણાવ્યું હતું કે એમએસજી અને આજીનો મોટો બંને એક જ વસ્તુ છે. જેનો મતલબ છે “એસેન્સ ઓફ ટેસ્ટ”
પહેલી વાર આજીના મોટાની શોધ 1909માં એક જાપાની જીવ રસાયણના જાણકાર વ્યક્તિએ કરી હતી જેનું નામ ઇકેડા હતું. ઇકેડાએ આ સ્વાદને ઉમામી ના રૂપમાં ઓળખ્યો જેનો અર્થ છે સુખદ સ્વાદ. ઘણા જાપાની સૂપમાં આજીના મોટાનો ઉપયોગ થતો હોય છે. તેનો સ્વાદ મીઠા જેવો હોય છે. અને દેખાવમાં તે ચમકદાર ક્રિસ્ટલ જેવો દેખાય છે. જેમાં પ્રાકૃતિક એમીનો એસીડ રહેલુ છે.
ઘણા લોકોના મનમાં એવો સવાલ સતાવતો હશે કે આજીનો મોટો એટલે કે મોનોસોડીયમ ગ્લુટામેટ કઈ રીતે જમવાનું સ્વાદિષ્ટ બનાવે છે ! તો તમને જણાવી દઈએ કે ગ્લુટામેટમાં પ્રાકૃતિક સ્વાદ વધારવાની ક્ષમતા હોય છે જે એકદમ અલગ જ હોય છે. સોડીયમ ગ્લુટામેટ મીઠું અને ખાંડ સાથે મળીને પોતાના ઉમામી ફ્લેવરને સક્રિય કરે છે. જે તમારા ટેસ્ટને વધારે છે. આ રીતે આજીનો મોટો ખાદ્ય પદાર્થનો સ્વાદ એકદમ બદલી નાખે છે.
આજીના મોટાથી થતા નુકશાન
આજીના મોટાનો ઉપયોગ ચીનમાં થતો હતો. પરંતુ ધીમે ધીમે તે ભારતમાં પણ ઘુસવા લાગ્યો છે. પરંતુ ધીમે ધીમે આપણા શરીરને નુકશાન પહોંચાડે છે. આજીનો મોટો નશાની લત જેવું કાર્ય કરે છે. તેથી તમે એક એકવાર આજીના મોટાયુક્ત ભોજન ગ્રહણ કરો છો તો તમે તે ભોજન નિયમિત ખાવા માટે તમે મજબુર થઇ જાવ છો. તેથી જ કદાચ જે લોકો ચાઇનીસ ખાતા હોય છે તેમને અવાર નવાર ચાઇનીસ ખાવાની ઈચ્છા થતી હોય છે.
વાંજીયાપણું
ગર્ભવતી મહિલાઓ ભૂલથી પણ આજીના મોટા યુક્ત ભોજનનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. કારણ કે તે બાળક અને માતા વચ્ચે ભોજન પુરતી માટે બાધા બની શકે છે. આ સાથે જ તેના મગજના ન્યુરોન્સ પર ખરાબ પ્રભાવ પડે છે. તે શરીરમાં સોડીયમની માત્રા વધારે છે જેના કારણે બ્લડ પ્રેસર વધવાનું જોખમ રહે છે. આ ઉપરાંત પગના સોજાની સમસ્યા પણ થવા લાગે છે. આ સમસ્યા ગર્ભવતી મહિલા માટે જોખમ ઉભું કરે છે. માટે ગર્ભવતી મહિલાએ આજીના મોટા યુક્ત ચાઇનીસ ફૂડના સેવનથી ખાસ બચવું જોઈએ.
માઈગ્રેન -છાતીમાં દુઃખાવો
જો નિયમિત કોઈ વ્યક્તિ આજીના મોટા યુક્ત ભોજનનું સેવન કરે છે તો તે માઈગ્રેનને પેદા કરી શકે છે જેને આપણે અધકપાલી પણ કહેવામાં આવે છે. જેમાં અડધું માથું દુખવાની સમસ્યા રહે છે. આજીના મોટાનું સેવન કરવાથી અચાનક છાતીમાં દુઃખાવો થવો, હૃદયના ધબકારા વધી જવા તેમજ હૃદયની માંસપેશીઓમાં તણાવ થવો વગેરે જેવી સમસ્યા પેદા કરે છે.
મોટાપાની સમસ્યા
આજીના મોટાનું વધારે સેવન કરવાથી મોટાપાની સમસ્યાનો ખતરો હંમેશા બની રહે છે. આપણા શરીરમાં લેપ્ટીન હોર્મોન હોય છે જે ભોજનના વધારે સેવનને રોકવા માટે આપણા મગજને સંકેત આપે છે. આજીના મોટાના સેવનથી આ પ્રક્રિયા પ્રભાવિત થઇ શકે છે. પ્રભાવિત થયા બાદ આપણે વધારે ભોજન કરવા લાગીએ છીએ અને ધીમે ધીમે મોટાપાનો શિકાર બનવા લાગીએ છીએ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.