પુરાણોમાં પણ પતિ-પત્ની વચ્ચે શરીર સુખની વાત કરવામાં આવી છે. બંનેનો સંબંધ ખૂબ જ પવિત્ર છે. પરંતુ આ સંબંધોમાં કેટલાક નિયમો બનાવેલા છે. તે નિયમનું પાલન કરવું જોઈએ, અને જો તેનું પાલન કરવામાં ન આવે તો પતિ-પત્ની વચ્ચે ગૃહ કલેશ વધતો જાય છે. જો તમારા ઝઘડા દિવસેને દિવસે વધી રહ્યા છે તો અમુક કામ તમે જે કરી રહ્યા છો તેને બંધ કરી દેવા જોઈએ અથવા તેનો સમય બદલી નાખવો જોઈએ. ચાલો જાણીએ પતિ-પત્નીએ કયા કામ ક્યારે અને કેમ ન કરવા જોઈએ.
- પુરાણો અને શાસ્ત્રોમાં કહ્યું છે કે ક્યા દિવસે શરીર સુખ બાંધવું અને ક્યા દિવસે ન બાંધવું તેનું વિશેષ મહત્ત્વ રહેલું છે.
(1) માંગલિક પ્રસંગો દરમિયાન- બાળક ગર્ભમાં હોય ત્યારે તેની માતાના ગર્ભ સંસ્કાર કરવામાં આવે છે. અને આપણા ત્યાં પહેલો પ્રસંગ શ્રીમંત સંસ્કાર આપવાનો હોય છે. એ સિવાય પણ ઘણી વખત હિંદુ ધર્મમાં ઘણા શુભ કાર્યો આવતા હોય છે. તે દરમિયાન આપણે પિતૃઓને પણ આમંત્રણ આપતા હોઈએ છીએ. તો તે માંગલિક પ્રસંગો દરમિયાન આપણે શરીર સુખ ન કરવું જોઈએ. તેનાથી દૂર રહેવું.
(2) કોઈ વ્રત કે ઉપવાસ હોય ત્યારે- આ દિવસે તલનું તેલ ન ખાવું જોઈએ. તેલ લગાવું પણ ન જોઈએ. ખોરાકમાં તલના તેલનો ઉપયોગ કરવાથી ઉત્તેજનામાં વધારો થાય છે. આ દિવસોમાં ઉપવાસ કરવાથી માનસિક અને શારીરિક લાભ થાય છે. આયુર્વેદમાં પણ તેનું ઘણું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. ઉપવાસથી ફેફસાની સફાઈ કરવાનું કામ કરે છે.
ઉપવાસ હૃદયની બીમાર સાથે જોડાયેલી ઘણી બીમારીઓમાં રાહત અપાવે છે. ઉપવાસથી મનની શાંતિ અને જીવનમાં સંતોષનો અહેસાસ થાય છે. એટલા માટે તે દિવસે શરીર સુખથી દૂર રહેવું જોઈએ. આ દિવસોમાં શરીર સુખ તો ઠિક પણ તેનો વિચાર ન કરવો જોઈએ. તે પાપ ગણાય છે.
(3) ચોથ અને અષ્ટમીના દિવસો- આપણા ત્યાં આ દિવસોને માંગલિક પ્રસંગો માટે શુભ માનવામાં આવે છે. આ દિવસે મોટાભાગની સ્ત્રીઓ અને પુરુષો ઉપવાસ રાખતા હોય છે. કહેવાય છે કે આ દિવસોમાં શિવજી અને પાર્વતીજી ચોપાટ રમતા હતા અને ભગવાન શિવએ પાર્વતીજીને હરાવી દીધા. પાર્વતીજી રમતમાં હારવાથી ભગવાન શીવજીથી વિમુખ થઈ ગયા અને શિવજીએ તેમના મનની શાંતિ માટે ગણેશજીની 21 દિવસ ઉપાસના કરવાનું કહ્યું,
ત્યારે પાર્વતીજીએ કાર્તિક મોટા પુત્ર સાથે મળીને ગણપતિજીની 21 દિવસ પૂજા કરી ત્યારે ગણેશજી પ્રસન્ન થયા. માટે આ દિવસે ગણેશજી વિવેક અને કાર્તિક સંયમનું ઉદાહરણ પૂરું પાડે છે. બંને ભાઈઓનું મિલન થયું. એટલા માટે ચોથ અને અષ્ટમીના દિવસે શરીર સુખ ન બાંધવા જોઈએ. તેથી પતિ-પત્નીએ અલગ સૂવું જોઈએ. તેથી આ દિવસોમાં બંનેએ સાચવું જોઈએ.
(4) શ્રાદ્ધ કે પિતૃપક્ષ દરમિયાન- હિંદુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષ આવે ત્યારે પિતૃઓની પૂજા વિધી કરવામાં આવે છે. તેમાં પિતા, દાદા, દાદી, કાકા કે ઘરના કોઈ વડીલનું મૃત્યુ થયું હોય અને તેની પાછળ તિથી ઉજવવામાં આવતી હોય છે. ત્યારે આપણે જમણમાં ખીર, પૂરી, દૂધપાક, કોઈપણ ગળી વાનગી બનાવતા હોઈએ છીએ. આ શ્રાદ્ધ પક્ષ 15 દિવસનું હોય છે. તે દરમિયાન આપણા પિતૃઓની એક દિવસ તિથી આવતી હોવાથી તે દિવસોમાં શરીર સુખથી દૂર રહેવું જોઈએ.
(5 ) પૂનમના દિવસનું મહત્ત્વ – પૂનમના દિવસને આપણે ખૂબ જ પવિત્ર માનતા હોઈએ છીએ. હિંદુ શાસ્ત્રોમાં આ દિવસે મોટાભાગના લોકો ઉપવાસ કરે છે અને મંદિરે પૂજા-પાઠ કરવા જતા હોય છે. કોઈ પણ શુભ કાર્ય પૂનમના દિવસે કરતા હોય છે. આ દિવસે બપોરના બાર વાગ્યા પછી સારા મુહૂર્ત શરૂ થતા હોય છે. પૂનમના દિવસે ચંદ્ર સંપૂર્ણ ગોળ હોય છે. તે દિવસે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે આ દિવસે શરીર સુખ ત્યાગવું અને સ્ત્રી અને પુરુષે અલગ અલગ સૂવું જોઈએ. કહેવાય છે કે ચંદ્રએ કામનું સ્થાન છે. માટે તે દિવસે તમે સંયમ રાખશો તો સ્વાસ્થ્ય સારું રહેશે.
શાસ્ત્રોમાં તેનું વર્ણન આ રીતે છે ચંદ્રમાંએ દક્ષની પુત્રી સાથે લગ્ન કર્યા હતા. અને ચંદ્રને એક કરતાં વધારે અપ્સરાઓ સાથે સંબંધ હતો. તેની જાણ એક વખત દક્ષ રાજાને થઈ અને તેમણે શ્રાપ આપ્યો કે તને ક્ષયનો રોગ થશે. અને ચંદ્રને ક્ષયનો રોગ શરૂ થઈ ગયો. ત્યાર બાદ તેણે ભગવાન શિવની ઉપાસના કરવાની શરૂ કરી અને શિવ ભગવાને તેનું નિરાકરણ કરતા 15 દિવસ ક્ષિણ અને 15 દિવસ વધવાનું વરદાન આપ્યું. આ કારણથી પતિ-પત્નીએ પૂનમના દિવસે કામનું પ્રતિક્રમણ વધારે હોય છે. તેથી શરીર સુખથી દૂર રહેવું જોઈએ.
(6) અમાસના દિવસનું મહત્ત્વ – હિંદુ ધર્મમાં આ દિવસે લોકો ઉપવાસ કરતા હોય છે, ઘણા ખરા લોકો મંદિરમાં અમાસ ભરવાની ટેક રાખતા હોય છે. જેના કારણે તેમની મનોકામના પૂર્ણ થતી હોય છે. ઘણી વખત પત્ની તેના પતિના લાંબં આયુષ્ય માટે આ દિવસે વ્રત પણ રાખતી હોય છે. આ દિવસનું એક આગવું મહત્ત્વ છે. અમાસના દિવસે ચંદ્રમાં દેખાતા હોતા નથી. ચંદ્ર પૂર્ણ કળા બાદ ધીમે-ધીમે ક્ષય ગ્રસ્ત થઈ જાય છે. એટલે 15માં દિવસે તે સંપૂર્ણ અલિપ્ત હોય છે. અમાસના આગળના 14 દિવસોને આપણે અંધારિયા તરીકે ઓળખીયે છીએ. અમાસના દિવસે શાસ્ત્રોમાં આપણને શરીર સુખ બાંધવાની ના પાડવામાં આવી છે. કેમ કે અમાસના દિવસે પિતૃઓના મોક્ષ માટે પીપળાની પૂજા કરવામાં આવે છે. તે દિવસને આપણે ઘણા પવિત્ર કામો પણ કરતા હોઈએ છીએ.
(7) મકરસંક્રાતિના દિવસે શરીર સુખ બાંધવું કે નહીં- વેદોમાં એવું જાણવા મળે છે કે સંક્રાંતિના દિવસે બે રાશીઓના ગ્રહોનું મિલન થતું હોય છે. જેનો સંપૂર્ણ આધાર સૂર્ય પર રહેલો છે. ઘણા પતિ-પત્ની આ દિવસે ખુશીને સારો માહોલ હોવાથી સંબંધ બાંધતા હોય છે. પરંતુ તે સંબંધ દ્વારા જો સંતાનની પ્રાપ્તિ થાય તો ખોડખાંપણ વાળું બાળક જન્મે છે. કહેવાય છે કે સંક્રાંતિ કાળ દરમિયાન શારીરિક સંબંધને સંપૂર્ણ વર્જ્ય માનવામાં આવે છે.
સૂર્ય સંક્રાંતિ ખરેખર 12 હોય છે, પરંતુ આપણે મુખ્ય મકરસંક્રાતિ ગણતા હોઈએ છીએ. અને ત્રણ સંક્રાંતિ મેષ, કર્ક, તુલા છે. તે દિવસં સૂર્ય દક્ષિણ દિશા તરફ પ્રયાણ કરે છે. માટે બને ત્યાં સુધી તમારે તે દિવસે સૂર્ય સામે ન જોવું જોઈએ. શરીર સુખ પણ ન બાંધવું જોઈએ.
(8) નવરાત્રી દરમિયાન ધ્યાન રાખવું- આપણા દેશમાં નવરાત્રીનું અનેરું મહત્ત્વ છે. તે દિવસોમાં મોટાભાગના લોકો નવ દિવસ ઉપવાસ અને માતાજીની ઉપાસના કરતા હોય છે. વ્રત, ઉપવાસ અને ઉપાસના સમયે સંયમ રાખવો જોઈએ. સંયમ રાખવાથી સ્વાસ્થ્યમાં પણ સુધારો થતો હોય છે.
માતાજીએ અસુરોનો નાશ કર્યો હતો એટલે નવરાત્રીમાં માતાજીના પૂજા પાઠ ખાસ કરવામાં આવે છે. સાથે તે દિવસોમાં કામ નામના અસુરનો નાશ કરવો જોઈએ. નવરાત્રીમાં ખાસ કરીને સંબંધોથી પતિ-પત્નીએ દૂર રહેવું જોઈએ. બે નવરાત્રી આખા વર્ષમાં આવે છે. તે દરમિયાન આપણે સંયમ રાખવો જોઈએ.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. જો ગમી હોય તો કોમેન્ટમાં “જય શ્રીકૃષ્ણ” જરૂર લખો. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.