આજકાલ ભાગદોડ વાળી અને દેખાદેખી વાળી લાઇફના કારણે ઘણા લોકો પાસે સૂવાનો પણ સમય નથી હોતો. જેના કારણે લોકોને અલગ અલગ બીમારીનો સામનો કરવો પડતો હોય છે. આ સમસ્યા ખાસ કરીને નાની ઉંમરના લોકોને થાય છે. દેશ અને દુનિયામાં દિવસેને દિવસે અલગ અલગ ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. જેના કારણે માણસનું મગજ પણ એ રીતે ચાલતું થઈ ગયું છે.
આ જીવનશૈલીના કારણે લોકોને નવી નવી બીમારીઓ થવા લાગી છે. તે બીમારી છે ઉંઘમાં માણસને ઝટકા આવે છે. આ બીમારીને હાઈપેનીક જર્ક પણ કહેવામાં આવે છે. અથવા સ્લીપ સ્ટાર્ટર તરીકે ઓળખે છે. ઘણી વખતે આપણે ઉંડી ઉંઘમાં સૂતા હોઈએ ત્યારે અચાનક આપણને ઝટકો આવવાનો અહેસાસ થતો હોય છે. વધારે પડતા સ્ટ્રેસ, ચિંતા, તણાવ વગેરેના કારણે આ સમસ્યા છે. જાણો ઊંઘમાં ઝટકા આવવા પાછળનું કારણ અને તેને દુર કરવાના ઉપાયો..
- ઝટકા આવવાના લક્ષણો-
આ એક પ્રકારની બીમારી અથવા નર્વસ સિસ્ટમ ડિસઓર્ડર છે જે સ્વાસ્થ્યની દ્રષ્ટિથી હાનિકારક નથી. સૂતી વખતે જ્યારે તમને હાઇપનીક જર્ક આવે છે ત્યારે તમે તે ઓળખ નથી કરી શક્તા કે તમે સૂઈ રહ્યા છો કે જાગી રહ્યા છો. ઘણી વાર જાગતા હોવા છતાં ઝટકાનો અનુભવ થાય છે.
કહેવાય છે કે જ્યારે તમારી નસો સંકોચાય છે ત્યારે આપણે સમજી શકતા નથી અને એકદમ ઝટકો લાગે છે. એ ઝટકો અમુક સમયે તમે સૂતા હોય અથવા સપનાં પણ આવતા હોય છે. તમે જે પણ સપનું જુઓ છો તો સાચું લાગે છે જેના કારણે તમે એકદમ ડરી જાવ છો અને અચાનક પથારીમાં બેઠા પણ થઈ જાવ છો. ઘણા લોકો માને છે કે આ એક સામાન્ય સમસ્યા છે પણ તમને કોઈ વાર બેચેની કે કોઈ વાતને લઈ ગભરાહટ હોય ત્યારે ખાસ કરીને ઝટકા આવે છે.
આખા દિવસ દરમિયાન થાકી જાવ અને કોઈ વાતને લઈ વધારે પડતી ચિંતા રહેતી હોય જેથી માનસિક થાક અનુભવો છો. તે સમયે આ વસ્તુ વધારે અસર કરતી હોય છે. પરંતુ અમુક લોકોને આ તકલીફ જેનેટિક્સ પણ હોય છે. એટલા માટે ધ્યાન રાખવું કે પૂરતી ઉંઘ લેવી બને ત્યાં સુધી ઊજાગરા ન કરવા. થાક ઓછો લાગે તેવું કામ કરવું. જોબ અથવા ટ્રાવેલિંગના કારણે ઘણા વ્યક્તિ એવા હોય છે જેમની ઉંઘ પૂરી થતી નથી અને તેના કારણે વારંવાર થાક અનુભવાય છે. એટલે ખાસ કરીને યાદ રાખવું કે બને તો પૂરતી ઉંઘ લેવી જેથી શારીરિક થાક ઉતરી જશે.
- આ ઝટકાની સમસ્યા શું છે?
બીજી પણ એવી કેટલીક સમસ્યા જીવનમાં વધી રહી છે જેના કારણે માણસને સ્ટ્રેસ, ચિંતા, ઓફિસમાં વધારે પડતા કામને કારણે થાક લાગવો આવા અનેક કારણોને લીધે રાત્રે તરત ઉંઘ આવતી નથી. અથવા ઉંઘ પણ આવી જાય તો ઝટકા આવતા હોય તેવું લાગે છે.
આ બધા કારણોને લીધે તમે પૂરતો ખોરાક પણ લઈ શકતા નથી. જો પૂરતો ખોરાક ન લેવામાં આવે તો શરીરમાં કેલ્શિયમ, આર્યન, મેગ્નેશિયમ, મિનરલ્સ વગેરેની શરીરમાં ઉણપ થવા લાગે છે. જેના લીધે તમારું શરીર સ્વસ્થ રહી શકતું નથી.
કેટલીક વાર એવું પણ બનતું હોય છે કે ઘણી વાર વધારે પડતા થાકી ગયા હોવ તો જમ્યા વગર ગમે તે પરિસ્થિતિમાં સૂઇ જવાના કારણે સ્નાયુઓ દબાય જાય છે. સ્નાયુઓ દબાવવાના કારણે ઘણી વખત ડૉક્ટર પાસે પણ જવું પડે છે.
ઉંઘમાં ઝટકા કેમ આવે છે તેનું સચોટ કારણ કોઈ જાણવા મળ્યું નથી. કેટલાક સંશોધકો કહે છે કે મનમાં મૂંઝવતા પ્રશ્નો અને સૂતી વખતે ચિંતા હોવાથી આ તકલીફ થાય છે. આ બધું થવા પાછળ આપણી રહેણીકરણી મુખ્ય કારણ છે. જો લાઇફસ્ટાઇલમાં થોડો ચેન્જ લાવીએ તો શરીર સ્વસ્થ રહે અને હાઇપનીક જર્ક જેવી સમસ્યા પણ થશે નહીં.
આ સમસ્યાના અલગ અલગ કારણો જણાવે છે લોકો. કેટલાક લોકોને શરીરમાં ઝટકા આવે ત્યારે સપનામાં પડી ગયા હોય અથવા કોઈ મુશ્કેલીમાં ફસાયા હોય છે. સાથે એવું પણ જાણવા મળ્યું છે કે માંસ પેશીઓમાં ખેંચાણ થવાનું કારણ સાઉન્ડ અને લાઇટ હોય છે.
એક સ્ટડી મુજબ જાણવા મળ્યું છે કે 60 ટકાથી વધારે લોકોને સૂઇ ગયા બાદ ઝટકાનો અનુભવ થાય છે. આ ઝટકા ત્યારે આવે જ્યારે કોઈ પણ વ્યક્તિ કાચી ઉંઘમાં હોય છે. આ તકલીફ થાય ત્યારે ઘણી વાર હાર્ટ બીટ ઓછી થઈ જાય છે અને શ્વાસ પણ ધીમી ગતિએ ચાલતો હોય છે.
- ઉંઘમાં તમને ઝટકા ન આવે તે માટે આ પગલા ભરો
ઉંઘમાં ઝટકા ન આવે તે માટે પહેલા તો સૂતી વખતે મનમાં કોઈપણ જાતની ચિંતા, પ્રશ્ન કે સ્ટ્રેસ રાખવો નહીં. રાત્રે સૂવાનો સમય નક્કી કરો. જો તેનાથી અડધો કલાક મોડું થાય તો ચાલે, પરંતુ રોજ મોડા સૂવું નહીં. તેનાથી તમારું સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે.
જે રીતે સૂવાનો સમય નક્કી હોય તે રીતે ઉઠવાનો સમય પણ નક્કી હોવો જોઈએ. સવારે વહેલા ઉઠીને યોગ, પ્રાણાયામ, નોર્મલ કસરત કરવી જોઈએ. સાંજના સમયે અથવા સૂતા પહેલા એક્સરસાઈઝ બિલકુલ ન કરવી જોઈએ. આ કારણના લીધે પણ ઘણી વખત તમને ઝટકા આવી શકે છે.
આગળ જણાવ્યું એ મુજબ કેલ્શિયમ, મેગ્નેશિયમ, પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે તે રીતે ખોરાકનું સેવન કરવું જોઈએ. જો તમે ડાયેટ કરતા હોવ તો ડૉક્ટરની સલાહ લઈને જ જમવાનું કે કસરત કરવી. વધારે પડતો શરીરને કષ્ટ આપીને કસરત ન કરવી જોઈએ.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.