તમારા ચહેરાને પણ તમારે સુંદર બનાવવો હોય તો તમે પણ અપનાવો આ વસ્તુ જે તમારા ઘરમાંથી મળી આવશે જેના માટે તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડશે નહી તો આવો જાણીએ તેના વિશે માહિતી. આ વસ્તુ છે “બરફનો ટુકડો” જેનાથી આપણે આ પ્રયોગ કરવાનો છે.
તમે આજ સુધી બરફનો ઉપયોગ ફક્ત પાણી ઠંડુ કરવા માટે અથવા શરબત બનાવવા માટે કરતા હશો પણ બરફથી આપણા ચહેરાને સુંદર બનાવવાના ઘણા ઉપાય છે. દરેક મહિલા તેના ચહેરા પરથી દાગ,ખીલ અને કરચલી દુર કરવા માંગતી હોય છે. તેના માટે તે મોંઘા ક્રીમ અને કોસ્મેટીક નો પણ ઉપયોગ કરતી હોય છે. છતાં પણ ચહેરો ખરાબ થતો જાય છે. આજે અમે તમને બરફના એવા પ્રયોગ જણાવીશું જેનાથી તમારી સ્કીન ગોરી અને બેદાગ દેખાશે. આ ઉપાય માટે તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડશે નહી.
ઘણાં લોકોને તેનો ચહેરા પર ચરબી જામી ગઈ હોય તે ગમતું નથી ચરબી જામવાથી ચહેરો એકદમ ગોળ અને મોટો લાગે છે. ચહેરા પરની સુંદરતા ઘટવા લાગે છે. તો ચહેરા પરની ચરબી દુર કરવા માટે બરફએ મહત્વનો ભાગ ભજવે છે. થોડા બરફના ટુકડા એક બાઉલમાં લેવા પછી તેનું પાણી થવા દેવું જયારે બરફમાંથી પાણી થઈ જાય પછી તે પાણીથી ચહેરો ધોઈ લેવો આ પ્રયોગ 15 દિવસ સુધી કરવો આમ કરવાથી તમારા ચહેરા પરની ચરબી ધીમે-ધીમે દુર થશે. અને ચહેરો સુંદર દેખાશે.
જે લોકોને આંખની પ્રોબ્લમ હોય તે લોકો માટે પણ બરફ ફાયદા કારક છે. આખો દિવસ ઓફિસમાં કમ્પ્યુટર પર કામ કરવાથી આંખો થાકી જતી હોય છે. અને ઘરે આવીને પણ ટીવી અને મોબઈલના લીધે આંખો વધારે થાકી જાય છે. તો આંખો નો થાક ઉતારવા માટે એક બરફનો ટુકડો લેવો અને તેની માલીશ આંખો અને ચહેરા પર કરવી માલીશ કરવાથી આંખોનો થાક દુર થાય છે. અને ચહેરા પર તાજગીનો અનુભવ થાય છે.
વધારે ટેન્શન લેવાથી ચહેરા પર કરચલી થવા લાગે છે. અને નાના હોવા છતાં પણ વધારે ઉમર દેખાવા લાગે છે. જે લોકોને આવી પ્રોબ્લમ હોય તેને પોતાના ચહેરા પર બરફથી રોજે માલીશ કરવી જોઈએ તેનાથી સ્કીન કડક અને ટાઈટ થશે અને કરચલી ધીમે-ધીમે દુર થશે.
અત્યારે બધા વધારે પડતા મોબાઈલના વપરાશ ના કારણે આંખ નીચે કાળા દાગ સર્કલ પડી જતા હોય છે. જે કોઈ પણ દવા કે કોસ્મેટીકથી દુર થતા નથી આવા જીદ્દી દાગ સર્કલને દુર કરવા માટે પણ બરફ મહત્વનો ભાગ ભજવે છે. એક બાઉલમાં એક ગ્લાસ પાણી લેવું તેમાં એક કાકડીનો રસ મેળવવો આ બન્નેને બરાબર મિક્સ કરી અને બરફની ટ્રે માં નાખી અને ફ્રીજમાં જમવા મૂકી દેવો. રોજે નહાવાના સમય પહેલા ટ્રે માંથી એક બરફનો ટુકડો લેવો અને આંખ નીચે બરાબર માલીશ કરવી પછી ચહેરાને સાફ પાણીથી ધોઈ લેવો આ ઉપાય દાગ સર્કલ દુર થાય ત્યાં સુધી કરવો આનાથી દાગ દુર થવા લાગશે.
આ પોલ્યુશન વાળા જમાનામાં બધાના ચહેરા પર ખીલની થતા જ હોય છે. ખીલની સમસ્યા અત્યારે બધાને જોવા મળે છે. ખીલ અને મુહાસાને ઝડથી દુર કરવા માટે એક કોટનના કપડામાં એક બરફનો ટુકડો બાંધી લેવો અને તેનાથી ચહેરા પર ધીમે-ધીમે માલીશ કરવી તેનાથી ખીલ ગાયબ થવા લાગશે અને ચહેરો સ્વચ્છ બનશે.
એક વસ્તુનું ધ્યાન રાખવું કે, બરફનો કે બરફના પાણીનો ડાયરેક્ટ છંટકાવ આંખમાં ના કરવો કેમ કે, તે બહુ ઠંડુ હોય છે. ચહેરા પર પણ જયારે તમને અતિ ઠંડુ લાગવા માંડે ત્યારે થોડો સમય રોકાઈ જવું. ત્યાર બાદ વળી થોડા સમય બાદ આ કાર્ય શરુ કરવું. વધુ એક વાત કે, કોઈ પણ પ્રયોગ 5-10 મિનીટ જ કરવો. તેનાથી વધુ સમય ના કરવો. ત્યાર બાદ આવતી કાલે પ્રયોગ આગળ વધારવો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.