👉 કોઈ પણ સારા પ્રસંગમાં જો મહિલાઓના હાથમાં મહેંદી ન મૂકેલી હોય તો તેમને લગ્નનો રંગ ફીકો લાગે છે. બધી મહિલાઓ પોતાના હાથમાં હરખથી મહેંદી મુકાવતી હોય છે. જેમાં સારો રંગ આવવાને કારણે સુંદરતા વધી જાય છે. જેથી મહિલાઓ અનેક ડિઝાઇન વાળી મહેંદી મુકાવતી હોય છે.
👉 મહેંદી મુકાવવામાં મહિલાઓને સૌથી મોટો પ્રોબ્લેમ મહેંદીનો રંગ ન આવવાનો થાય છે. જેથી મહિલાઓ ખૂબ પરેશાન થાય છે અને રંગ ઘાંટો લાવવા માટે અનેક પ્રયાસો કરતી હોય છે, છતાં મહેંદીનો રંગ આવતો નથી. તમારી આ સમસ્યાને દૂર કરવા અમે આ આર્ટીકલમાં એવી ટિપ્સ લઈને આવ્યા છીએ, જેનાથી તમારા હાથ-પગની મહેંદીનો રંગ એકદમ ઘાટો આવી જશે અને લાંબા સમય સુધી મહેંદી ટકી રહશે.
👉 મહેંદીને વધુ દિવસો સુધી રાખવા :- મહેંદીને વધુ દિવસો સુધી ટકાવી રાખવા માટે મહેંદી લગાવ્યા બાદ તેને 10 કલાકથી વધુ સમય આપવો જેથી તે સરખી રીતે ચામડીમાં ઉતરી શકે. મહિલાઓને દિવસ ભર કામ રહેતું હોય છે તેથી તેમણે બને તો રાત્રે મહેંદી મૂકવાનું રાખવું જોઈએ. ત્યાર બાદ જયારે મહેંદીને રિમૂવ કરવાની હોય ત્યારે બંને હાથમાં ચોંટેલી મહેંદી પાણી વગર કાઢવી તેના માટે તમે બંને હાથ એક બીજા પર ઘસી મહેંદી રિમૂવ કરી શકો છો.
👉 જ્યારે હાથમાંથી ચોંટેલી મહેંદી દૂર થઈ જાય ત્યારે તમારે તમારા હાથને ઠંડા પાણીમાં 5 મિનિટ સુધી પલાળી રાખવા. ત્યાર બાદ તમે હાથ પરથી પૂરી રીતે મહેંદીને પાણી વડે રિમૂવ કરી શકો છો. આ રીતે કરવાથી તમારા હાથોમાં લાગેલી મહેંદી ઘણા દિવસો સુધી ટકી રહેશે.
👉 મહેંદીનો રંગ ઘાટો કરવા માટેના ઉપાયો :-
👉 બીટનો પ્રયોગ :- બીટ જેટલું સ્વાથ્ય માટે ફાયદાકારક છે. એટલું જ મહેંદીનો કલર ઘાટો કરવા માટે ઉપયોગી છે. તેમાં રહેલા કુદરતી કલર એજન્ટ મહેંદીને ઘાટી કરવા સક્ષમ હોય છે. આ પ્રયોગ કરવા માટે તમારે સૌપ્રથમ અડધું બીટ લેવું અને તેનું જ્યુસ કાઢી લેવું. ત્યાર બાદ તમે મહેંદીના મિશ્રણમાં એડ કરી સરખી રીતે મિક્સ કરી લેવું. જેનાથી મહેંદીનો રંગ આવશે એકદમ ઘાટો.
👉 એસેન્સિયલ ઓઇલ :- જો તમારે હાથમાં લાગેલી મહેંદીનો રંગ વધારે ઘાંટો અને આકર્ષક કરવો હોય તો. હાથમાં મહેંદી લગાવતા પહેલા એસેન્સિયલ ઓઇલ લગાવી લેવું. ત્યાર બાદ હાથમાં મહેંદી લગાવવી જેનાથી મહેંદીનો રંગ ઘાટો આવશે. તદ્દ ઉપરાંત તમે હાથમાં યુકેલિપ્ટસનું ઓઇલ પણ લગાવી શકો છો. આ ઉપાય સિવાય તમે હાથમાં મહેંદી કર્યા બાદ લીંબુનો રસ પણ લગાવી શકો છો.
👉 ચારકોલ પાવડરનો પ્રયોગ :- ઘણા લોકો મહેંદીનો રંગ ઘાટો કરવા અનેક પ્રયાસો કરતાં હોય છે. પરતું જો તેમાં ચારકોલના પાવડરનો ઉપયોગ કરવામાં આવે તો મહેંદીનો રંગ ઘાટો આવી જાય છે. તેના માટે તમારે મહેંદીના મિશ્રણમાં 1 ચમચી ચારકોલ પાવડર એડ કરી સરખી રીતે હલાવી લેવું. આ પ્રયોગથી મહેંદીનો રંગ એકદમ ઘાટો આવશે.
👉 ચાનો પ્રયોગ :- મહેંદીનો રંગ ઘાટો કરવા માટે તમે ચાનો પ્રયોગ પણ કરી શકો છો. ચાના પ્રયોગથી મહેંદીનો રંગ ઘાંટો આવવાનું મુખ્ય કારણ ચામાં રહેલું ટેનિન નામનું તત્વ છે. જે મહેંદીનો રંગ ઘાટો કરવા સક્ષમ હોય છે. જેથી આ પ્રયોગ કરવા માટે તમારે સૌપ્રથમ એક કપ પાણીમાં 2 ચમચી ચા નાખી તેને ઉકાળી લેવું. ત્યાર બાદ તેને મહેંદીના મિશ્રણમાં એડ કરી લેવું. આ પ્રયોગ કરવાથી મહેંદી એકદમ ઘાટી આવવા લાગશે.
👉 કોફીનો પ્રયોગ :- લોકોને મહેંદીમાં નારંગી અથવા લાલ કલર વધારે ગમતો હોય છે. જેને લાવવા માટે તમારે કોફીનો પ્રયોગ કરવો જોશે. તેના માટે એક કપ પાણીમાં 1 ચમચી કોફી નાખી પાણી ઉકાળી લેવું ત્યાર બાદ આ પાણીને મહેંદીના મિશ્રણમાં નાખી દેવું અને હલાવી નાખવું. આ પ્રયોગ કરવાથી મહેંદીમાં ઘાંટો લાલ અથવા નારંગી કલર આવી જશે.
👉 આ બધા પ્રયોગમાંથી કોઈ પણ એક પ્રયોગ અપનાવવાથી તમારા હાથોની મહેંદીમાં આવશે ગજબનો ઘાટો અને આકર્ષક કલર આવશે. જેથી તમારી સુંદરતામાં ચાર-ચાંદ લાગી જશે. ઉપરાંત તમારા હાથમાં લાગેલી મહેંદી વધુ દિવસો સુધી પણ રહેશે.
જો મહેંદીનો રંગ ઘાટો લાવવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.