આપણા ઘરમાં રોજ અલગ-અલગ વાનગીઓ જમવા માટે બનતી હોય છે. પરંતુ કોઈ પણ વાનગી હોય તેની સાથે દાળ-ભાત અવશ્ય હોવા જોઈએ. જે લોકો જમવામાં ખૂબ પસંદ કરે છે. જો ક્યારેય જમવામાં દાળ-ભાત ન હોય તો જમવાનું અધૂરું લાગે છે. પરંતુ ઘણી વાર ભાત આસાનીથી બનાવવા માટે કૂકરમાં રાંધવામાં આવે છે. જેમાં ગેસ પર મૂકેલા કુકરનું ધ્યાન ન રહેતા અમુક વાર ભાત બળી જતાં હોય છે અને તે કુકરના તળીએ ચોંટી જાય છે.
કુકરના તળિયે ચોંટેલા ભાત ઉખાડવા અને કુકર સાફ કરવું ખૂબ મુશ્કેલી ભર્યું કાર્ય છે. ઘણી વાર ઘસવા છતાં તળીયે ચોંટેલા ભાત દૂર થતાં નથી. મહિલાઓ તેનાથી ખૂબ પરેશાન હોય છે. કારણ કે, ભાત રાંધ્યા બાદ કુકરનો અન્ય વાનગી બનાવવા માટે ઉપયોગ લેવાનો હોય છે. પરંતુ આ દાગ જતાં નથી એટલા માટે રાંધવામાં પણ ઘણી સમસ્યા થાય છે. આ સમસ્યાને દૂર કરવા અમે એવા ઉપાય લઈને આવ્યા છીએ જેનાથી કુકરના તળિયે ચોંટેલા ભાત આસાનીથી દૂર થઈ જશે. આવો શું છે આ ઉપાયો તે જાણીએ.
કુકરનાં તળીયે ચોંટીને બળી ગયેલા જિદ્દી ભાતને દૂર કરવાના સરળ ઉપાયો :-
લીંબુનો પ્રયોગ :- આપણા બધાના ઘરમાં લીબુ સરળતાથી મળી આવે છે. ઉપરાંત આપણે લીંબુનો રસોઈમાં વધારે ઉપયોગ કરતાં હોઈએ છીએ. પરંતુ તમને જણાવી દઈએ કે, લીંબુ માત્ર રસોઈમાં સ્વાદ વધારવા માટે નહીં પરંતુ લીંબુ સફાઇ માટે પણ ખૂબ ઉપયોગી બને છે.
આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ 2 લીંબુ લેવા જોશે અને દરેક લીંબુના 4 ભાગ થાય એવી રીતે કાપો. ત્યાર બાદ લીંબુને કુકરમાં નાખી અને તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરવું. હવે કુકરને ગેસ પર રાખી ગરમ કરવું. થોડી વાર બાદ અંદર રહેલું પાણી ઉકળવા લાગશે. ત્યારે ગેસ બંધ કરી કુકરને 5 મિનિટ ઠરવા દેવું. હવે આ કુકરને તમે નોર્મલ વાસણ સાફ કરો એવી રીતે સાફ કરવું. જેમાં આરામથી ચોંટેલા ભાત અને તેના જિદ્દી દાગ દૂર થઈ જશે.
બેકિંગ સોડાનો પ્રયોગ :- કુકરના તળિયે જો બળી ગયેલા ભાત ચોંટી ગયા હોય તો તમે બેકિંગ સોડાનો પ્રયોગ કરી શકો છો. બેકિંગ સોડાથી કુકરમાં જામેલા જિદ્દી દાગ પણ આસાનીથી દૂર થઈ જશે. આ ઉપાય કરવા માટે તમારે બે વસ્તુની જરૂર પડશે બેકિંગ સોડા અને વિનેગર.
આ પ્રયોગ કરવા માટે તમારે સૌપ્રથમ એક ગ્લાસ પાણીમાં વિનેગર અને બેકિંગ સોડા નાખી એક મિશ્રણ તૈયાર કરી લેવું. ત્યાર બાદ આ મિશ્રણને કુકરમાં નાખી 15 મિનિટ સુધી રહેવા દેવું. હવે જેમ તમે નોર્મલ વાસણ ઉટકો એવી રીતે તમે કુકરને ઉટકી નાખો. તમે જોશો કે, આસાનીથી જિદ્દી દાગ અને ભાત દૂર થાય છે અને કુકર એકદમ ક્લીન થઈ જશે.
વિનેગરનો પ્રયોગ :- કુકરના તળિયે ચોખા ચોંટી ગયા હોય તો તેને દૂર કરવા તમે વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો. આ ઉપાય કરવા માટે સૌપ્રથમ એક બાઉલમાં 1 કપ વિનેગર અને 1 કપ પાણી મિક્સ કરો અને સરખી રીતે હલાવી નાખો. હવે આ મિશ્રણને તમારે કુકરમાં નાખવું. ધ્યાન રાખવું કે વિનેગર અને પાણીની માત્રા એટલી હોવી જોઈએ કે કુકરનું તળિયું ડૂબી જાય.
હવે તમારે મિશ્રણથી ભરેલા કુકરને ગેસ પર મૂકી ગરમ કરવું. જેમ કુકરમાં રહેલું પાણી ગરમ થઈ અને ઉકળવા લાગશે એટલે તમે જોશો કે, બધા ચોખા આપ મેળે ઊખળવા લાગશે. ત્યાર બાદ કુકરને તમારે ગેસ પરથી ઉતારી અને 10 મિનિટ સુધી ઠરવા દેવું અને ત્યાર બાદ આ કુકરને નોર્મલ વાસણો જેમ સાફ કરતાં હોય તેમ સાફ કરવું. આ ઉપાયથી કુકરનું તળિયું એકદમ ક્લીન થઈ જશે.
જો તમારે પણ રસોઈ બનાવતી વખતે આવી સમસ્યા થાય છે અને ભાત કુકરના તળિયેથી ઊખડતા નથી તો તમે આ ઉપાયો અપનાવી શકો છો. જેથી આસાનીથી કુકર એકદમ ક્લીન થઈ જશે અને તમને કોઈ વધારે ખર્ચ વગર આ સમસ્યા માંથી છુટકારો મળી રહશે.
જો બળેલા ભાત ઉખાડવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.