👉 ઘણી વાર એક જ સ્થિતિમા આખી રાત સૂતું રહેવું અથવા અમુક વિટામીન્સની ખામીને કારણે હાથ અથવા પગની નસો દબાઈ જતી હોય છે, જે અસહ્ય દુખાવો કરે છે અને હાથ-પગ પણ તમે હલાવી શકતા નથી. પરંતુ જો એવામાં ડોકની નસ દબાઈ તો ખૂબ દુખાવો થાય છે અને ઘણી વાર ડોકની હલન-ચલન પણ બંધ થઈ જાય છે.
👉 નસ દબાઈ જવાની સમસ્યાથી ઘણી પીડા થાય છે. આ સમસ્યા માટે અમે આર્ટીકલમાં તમારા માટે એવા ઉપાયો લઈને આવ્યા છીએ કે, નસ દબાવાની સમસ્યા એક ઝાટકામાં દૂર થઈ જશે અને તમને અસહ્ય દુખાવો પણ નહીં થાય.
👉 ડોકની નસ દબાવાના કારણો :- ઘણી વાર એક જ સ્થિતિમાં વધુ સમય માટે સુવાથી અથવા ગાળાની માંસપેસીમાં રહેલી નસોની સ્થિતિ ખોરવાઇ જવાથી આ સમસ્યા થાય છે. આ નસ દબાઇ જવાથી સીધી આપણી તંત્રીકાતંત્ર પર અસર થાય છે. જેથી હાથની આંગળીઓમાં ઘણી વાર ખાલી ચડી જાય, ખંભામાં દુખાવો અને ગાંઠ થઈ જાય વગેરે સમસ્યા થાય છે.
👉 ડોકની નસ દબાઈ જાય ત્યારે સૌથી પહેલું કામ :- ગાળાની નસ ઘણી વાર એકી સાથે વધારે વજન ઉચકવો અથવા ખોટી રીતે આંચકા દ્વારા ઊભા થવાથી થાય છે એવામાં તમારે સૌપ્રથમ તમારે એક જગ્યાએ સ્થિર બેસી જવું અથવા તો સૂઈ જવું. ત્યાર બાદ તમારે નીચે દર્શાવેલ ઉપાય કરવા.
👉 ચીન ટક :- આ એક પ્રકારની એક્સરસાઇઝ છે. જેમાં તમારા ગળાની માંસપેસી અને નસોની સ્થિતિસ્થાપકતા આવે છે. સૌપ્રથમ હાથની આંગળીઓને ડોક પર પાછળના ભાગે રાખવી અને થોડું પ્રેશર આપી ડોકને છાતી તરફ નમાવવી. આ એક્સરસાઇઝ તમારે 3 સેકન્ડ સુધી કરવી. ત્યાર બાદ હાથ હટાવી લેવા અને હાથના ઉપયોગ વગર આ એક્સરસાઈઝ કરવી. આવી રીતે તમે 4 વાર આ એક્સરસાઇઝ કરો તો દબાયેલી નસ છૂટી જાય છે અને અસહ્ય દુખાવામાંથી રાહત મળે છે.
👉 યોગ અને સ્ટ્રેચ :- ડોકની નસ દબાતી હોય અને તેના અસહ્ય દુખાવાથી રાહત મેળવવા માંગતા હોય તો તમે યોગ અથવા સ્ટ્રેચ કરી શકો છો જેનાથી નસ છૂટી પડી જશે. પરંતુ ધ્યાન રાખવું કે, યોગ અથવા સ્ટ્રેચ કરતી વખતે દુખાવો થાય તો તમારે આ ઉપાય તરત રોકવો જોઈએ. કારણ કે, તેનાથી મોટું નુકશાન થઈ શકે છે. ઉપરાંત તમે યોગાસનના જાણકાર હોય તો જ યોગ કરવા ખોટી રીતે કરવામાં આવતા યોગથી પણ નુકશાન થઈ શકે છે.
👉 ટેપ સ્ટ્રેચ :- આ એક્સરસાઈઝ તમારા ડોકની પાછળ આવેલા ટ્રેપેજીયસ નામની પેશીમાં ઘણી વાર નસ જકડાઈ જતી હોય છે. તેથી આ ટેપ સ્ટ્રેચ કરવાથી ત્યાંની માંસપેસી નરમ થાય છે અને નસોને છૂટી કરે છે. તેથી દબાયેલી નસ આ એક્સરસાઈઝ કરવાથી છૂટી પડી જાય છે અને અસહ્ય દુખવાથી રાહત મળે છે. આ એક્સરસાઇઝ કરવા માટે તમારે ડાબા હાથને સાથળ પર રાખવો અને જમણા હાથથી તમારા માથાને ધીમેથી તમારી ડાબી બાજુ નમાવો. આવું તમારે 30 સેકન્ડ કરવાનું રહેશે.
👉 ડોકની નસ છૂટી કરવા માટેના આયુર્વેદિક ઉપાય :-
👉 સિંધાલનું મીઠું :- નસ છૂટી કરવા માટે સિંધાલનું મીઠું અકસીર ઈલાજ છે. આ ઉપાય કરવા માટે તમારે સ્નાન કરવાના પાણીમાં 2 ચમચી સિંધાલનું મીઠું એડ કરી ઓગાળી લેવું. ત્યાર બાદ તમારે આ પાણીથી સ્નાન કરવું. જેનાથી દબાયેલી નસ આરામથી છૂટી થઈ જશે. જેનું મુખ્ય કારણ છે, સિંધાલના મીઠામાં રહેલું મેગ્નેશિયમ. જે માંસપેસીને નરમ કરે છે અને નસ છૂટી પડે છે.
👉 એરંડિયાનું તેલ :- ડોકની નસ દબાઈ જાય તો તમે એરંડિયાના તેલનો પ્રયોગ કરી શકો છો. તેના માટે તમારે સૌપ્રથમ એક વાટકીમાં 2-3 ચમચી એરંડિયાનું તેલ લેવું અને તેને ડોકના નસ દબાયેલા ભાગ પર લગાવી હળવે હાથે મસાજ કરવી. આ મસાજ તમે 3-4 મિનિટ સુધી કરી શકો છો. ઉપરાંત તમે શેક પણ કરી શકો છો.
👉 હળદર :- જો તમારી ડોકની નસ દબાઈ ગઈ હોય અને તેનો અસહ્ય દુખાવો તમને ખૂબ પરેશાન કરતો હોય, તો તમારી આ સમસ્યા માટે રામબાણ ઈલાજ હળદર છે. જેમાં તમારે એક વાટકીમાં 1 ચમચી હળદર, 1 ચમચી દૂધ અને 1 ચમચી મધ નાખી સરખી રીતે હલાવી લેવું. ત્યાર બાદ આ મિશ્રણનું 1 ગ્લાસ પાણી સાથે સેવન કરવું. જેનાથી અસહ્ય દુખવાથી રાહત મળશે.
👉 તો મિત્રો, આ રીતે એક્સરસાઈઝ અને ઘરેલૂ આયુર્વેદિક ઉપાયો અપનાવી અને તમે દબાયેલી નસ છૂટી કરી શકો છો અને તેના અસહ્ય દુખાવામાંથી પણ રાહત મેળવી શકો છો. જેના માટે તમારે મોંઘી દવાઓ લેવાની જરૂર નહીં પડે આ ઉપાયો તમે ઘરે બેઠા અપનાવી શકો છો.
જો ડોકની નસના દુખાવાના ઈલાજ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.