🌞 મિત્રો, આપણે બધાએ વહેલું ઊઠવું જોઈએ. કારણ કે, વહેલું ઊઠવાથી આપણા શરીરમાં અલગ જ સ્ફૂર્તિનો અહેસાસ થાય છે. આપણા મહાન શાસ્ત્રોમાં પણ વહેલું અર્થાત બ્રહ્મમહુર્તમાં ઊઠવાનું કહેવામાં આવ્યું છે. આ બ્રહ્મમહુર્તમાં ઊઠવાથી માઇન્ડમાંથી નેગેટિવિટી દૂર થાય છે અને સારા વિચારોનું સિંચન થાય છે.
🌞 આપણે કેટલીય મહેનત કરીએ છતાં બ્રહ્મમહુર્તમાં વહેલા ઉઠી શકતું નથી. તેનું મોટું કારણ છે આપણી જીવન શૈલી. આજના સમયમાં બહારના ભોજનના કારણે અને સમયસર ભોજન ન લેવાના કારણે પણ આ તકલીફ થાય છે. ઉપરાંત અમુક લોકોને રાત્રે મોડે સુધી જાગવાની ટેવ હોય છે. જેના કારણે સવારે ઍલારમ રાખવા છતાં ઉઠી શકતા નથી.
🌞 આપણા આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે. કે રોજ સમયસર ભોજન કરવું અને સમયસર ઊંઘી જવું. જેથી તમારું આરોગ્ય સારું રહે છે. પરંતુ આજના સમયમાં લોકો સવારે 10-11 વાગ્યે ઉઠે છે અને નાસ્તો કરે છે. તો બોપોરના ભોજનનો સમય ચુકાય જાય છે. જેથી તમને અલગ-અલગ બીમારીઓ થઈ શકે છે. એટલા માટે રોજ સમયસર ભોજન લેવું જોઈએ.
🌞 રાત્રે વહેલા સુવાથી સવારે તમે નિર્ધારિત સમય પર ઉઠી શકો છો. આજે અમે તમને એવી ટિપ્સ આપીશુ કે થોડા જ સમયમાં તમે બ્રહ્મમહૂર્તમાં ઉઠી શકશો જેનાથી તમારો પૂરો દિવસ આનંદમય જશે. તો આવો જાણીએ શું છે આ ટિપ્સ.
🌞 બ્રહ્મમહુર્તમાં ઉઠવાના ઉપાયો :-
👉 સૌથી પહેલા વાત આવે છે વહેલા ઊઠવાની તો તમારે તેના માટે પહેલા તો મોડે સુધી જાગવાની આદત છોડવી પડશે. ત્યારબાદ જો તમે વહેલા સૂઈ જશો તો જ વહેલા ઉઠી શકશો. મનુષ્યના શરીરને 6 કલાકની પૂરી નિંદરની આવશ્યકતા હોય છે. જો તમે વહેલા સૂઈ જાવ તો તમે નિશ્ચિત સમય જેમ કે બ્રહ્મમહુર્તમાં 4:30 વાગે ઉઠી શકસો. આવી જ રીતે રાત્રે સૂવાનો સમય નક્કી કરવો જોઈએ.
👉 આ વહેલા ઊઠવાનો પ્રયોગ એક દિવસમાં નથી કરવાનો કારણ કે આવી રીતે સીધું આ પ્રયોગ કરવાથી તમારા શરીરમાં તકલીફ થઈ શકે છે. જેમ કે માથું દુખવું જેવી સમસ્યા થઈ શકે છે. એટલા માટે રોજ તમારે ઊઠવાના સમયથી 20 મિનિટ વહેલા ઊઠવું. જેમ કે રોજ તમે 7 વાગ્યે ઉઠો છો તો 6:40 ઊઠવાની ટ્રાય કરવી જોઈએ. ત્યાર બાદ સમય વધારતો જવો.
👉 હવે બીજો ઉપાય એ છે કે, જો તમને રોજ રાત્રે સૂતા સમયે મોબાઈલ અથવા ટીવી જોવાની ટેવ હોય તો તેને દૂર કરવી જોઈએ અને તેના સિવાય કોઈ પુસ્તક વાચવાનું રાખવું. જેનાથી તમારા મગજમાં નેગેટીવિટી દૂર થઈ જશે અને સમયસર ઊંઘ પણ આવી જશે.
👉 તમને થતું હશે કે, રાત્રે તમને વહેલા ઊંઘ કેમ નથી આવતી તો તેમાં તમારો થાક પણ તમને ઊંઘ આવવા દેતો નથી. આખો દિવસ કામ કરીને જ્યારે તમે ઘરે આવો છો તો પહેલા તમારે સ્નાન કરવું જોઈએ જેથી શરીર હળવું થઈ જાય અને દિવસ દરમિયાન લાગેલી થકાન દૂર થઈ જાય છે. જેનાથી તમને રાત્રે સારી ઊંઘ આવશે અને વહેલા ઉઠી પણ શકશો.
👉 રાત્રે 20-25 મિનિટ વહેલા સુવાની ટ્રાય કરવી અને સવારે એટલી મિનિટ વહેલા ઊઠવું આવું 15 દિવસ કરવું. ત્યાર બાદ સવારે વહેલા ઊઠવાના સમયમાં વધારો કરતો જવો. આ પ્રયોગ કરવાથી તમે પણ રોજ બ્રહ્મ મહૂર્તમાં ઉઠી શકશો.
👉 તમે ઘણી વાર એવું અનુભવ કર્યું હશે કે, સવારે કોઈ પણ ખૂબ મહત્વનું કાર્ય હોય અને તમારે ત્યાં પહોંચવું ખૂબ જરૂરી હોય તો રાત્રે તમે નક્કી કરીને સૂવો છો કે આટલા વાગ્યે ઊઠવું છે. તો સવારે ઍલારમ વાગ્યા પહેલા તમારી ઊંઘ ઉડી જાય છે. એવી જ રીતે તમે સવારે વહેલૂ ઊઠવાની રોજ ટેવ પડશો અને નક્કી કરશો કે સવારે બ્રહ્મ મહુર્તમાં ઊઠવું છે તો તમે નિશ્ચિત સમયે ઉઠી શકશો.
જો બ્રહ્મમહુર્તમાં ઉઠવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.