💸ન્યાયના દેવતા અને કર્મો અનુસાર ફળ આપનાર ભગવાન શનિની કૃપાથી વ્યક્તિનું જીવન દરેક સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે છે. જો શનિદેવ કોપાયમાન થાય તો બધું તહેસનહેસ કરી નાખતા હોય છે. શનિદેવની ખરાબ દ્રષ્ટિથી તમારું જીવન બરબાદ થઈ જતું હોય છે. તમારા કર્મોને લઈ શનિદેવ એક વખત નારાજ થઈ ગયા તો તમારી સાડાસાતી બેસાડી દે છે.
💸જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શનિવારના દિવસને લઈ લોકોને અનેક શંકાઓ મનમાં થતી હોય છે. અમુક વ્યક્તિ શનિવારના દિવસને શુભ માનતા હોતા નથી. પરંતુ જો શનિદેવ પાસે તમે ભૂલની માફી માંગી લો તો તમને ધનવાન બનાવી દે છે.
💸તેમાં પણ ખાસ કરીને શનિવારના દિવસે ગરીબો અને વૃદ્ધો સાથે વ્યવહાર કરો તો તમને ફળ જરૂર આપે છે. જે રીતે જીવનમાં શનિના અશુભ થવાના સંકેતો સ્પષ્ટ દેખાય છે, તેવી જ રીતે શનિના શુભ હોવાના પણ કેટલાક સંકેતો હોય છે. તેમાં શનિવારના દિવસે કેટલાક સંકેતો મળે તો સમજવું કે શનિદેવની કૃપા થવા લાગી છે. તમને પણ જણાવીએ આ સંકેતો વિશે.
💸ગરીબ કે નિર્ધન મળે– જ્યોતિષ શાસ્ત્રો અનુસાર શનિવારના દિવસે સવારમાં જો કોઈ નિર્ધન વ્યક્તિ કે ભિખારી તમારા ઘરના દરવાજા પાસે કે બહાર નીકળો ત્યારે સામે દેખાય તો સમજી લેવું કે શનિદેવની કૃપા તમારા પણ થવાની છે. તે વ્યક્તિને યથાશક્તિ પ્રમાણે દાન આપવું જોઈએ.
💸શનિદેવ દાન આપવાથી રાજી થાય છે. તેનું ફળ તમને અચૂક આપતાં હોય છે. તે પ્રસન્ન થશે તો ભાગ્ય વધારે સારું થવા લાગશે. એવું નથી કે તમે પૈસાનું જ દાન કરી શકો. કપડાં, અનાજ કે બીજી કોઈ પણ વસ્તુનું દાન પણ તમે કરી શકો છો. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું કે તે માણસને શનિવારના દિવસે તમારે નિરાશ ન કરવો જોઇએ.
💸સફાઈ કર્મચારી- શનિવારના દિવસે સવારમાં રસ્તા પર સફાઈ કર્મચારી ઝાડુ લગાવતા દેખાય તો શુભ સંકેત સમજવું. તેને કેટલાક રૂપિયા કે કાળા રંગનું કપડું જરૂર આપવું જોઈએ. આમ કરવાથી શનિદેવની કૃપા તમારા પર થવા લાગશે. તમે રંકમાંથી રાજા ક્યારે બનશો ખ્યાલ નહીં આવે. તે સિવાય તમારા જે પણ કામ હશે ઝડપથી પૂરા થઈ જશે અને સફળતા પણ પ્રાપ્ત થવા લાગશે.
💸કાળો કૂતરો- કોઈપણ વ્યક્તિ હોય કૂતરો દેખાય એટલે હેરાન થઈ જાય છે, પરંતુ જો તમને શનિવારના દિવસે કાળો કૂતરો દેખાય તો મંગલકારી સંકેત માનવો. કેમ કે કૂતરોએ શનિદેવનું વાહન હોવાથી તે શનિવારના દિવસે દેખાય તો રોટલી ખવડાવવી તેમં ઘી કે તેલ લગાવીને આપવી.
💸બિસ્કીટ પણ આપવું. તેના માથા પર હાથ ફેરવવો ડર રાખવો નહીં. અને ‘ઓમ શં શનૈચરાય નમ:’ નો જાપ કરવો. તેનાથી શનિદેવ તો પ્રસન્ન થાય છે સાથે સાથે રાહુ-કેતુ પણ પ્રસન્ન થશે. તમે દરેક કામમાં સફળ થશો.
💸ચંપલ ચોરાય- જો શનિવારના દિવસે તમારા બૂટ, ચંપલ, સેન્ડલ ચોરાય જાય તો સૌભાગ્ય ગણવું. કેમ કે શનિદેવ તમારા પર પ્રસન્ન થયા હશે અને અટકેલા કામ એક પછી એક થવા લાગશે.
💸પૈસા મળવા- ઘણા લોકોને રસ્તામાં ચાલતા જતાં હોય અથવા મુસાફરી કરતી વખતે કોઈ પણ જગ્યાએથી પૈસા મળતા હોય છે, તેને શનિદેવની કૃપા સમજવી જોઈએ. તમે ઝડપથી અમીર થવા લાગશો. કેમ કે શનિદેવ ધન અને ઐશ્વર્યના દાતા ગણાય છે. શનિદેવની સાથે કેટલાક ગ્રહો પણ આ પ્રમાણે કરવાથી ખુશ થાય છે. જીવનમાં તમે ઘણી પ્રગતિ મેળવી શકો છો.
જો આવી જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.