🧊 આજના આધુનિક યુગમાં અમુક લોકોના ઘરે જ કદાચ ફ્રીઝ ન હોય. કેમ કે, આજના સમયમાં લોકોને વસ્તુ સ્ટોર કરવી, શાકભાજી વધુ સમય રાખવા માટે પણ કામ આવે છે.છાસ, દૂધ વગેરેને વધુ સમય સુધી ખરાબ ન થઈ જાય એટલા માટે ફ્રીઝ આજે ફરજિયાત બધા ઘરમાં રાખવું પડે છે.
🧊 પરંતુ ફ્રીઝમાં બધાને એક વસ્તુની સમસ્યા થતી હોય છે.જેમાં ફ્રીઝના બરફ રાખવાના ફ્રીઝરમાં વધારે બરફ જામી જાય છે અને આ સમસ્યા વારં-વાર થતી જ હોય છે.જેથી આજે અમે તમારા માટે એવા ઉપાયો લઈને આવ્યા છીએ.જેનાથી તમારા ફ્રીઝરમાં થતી બરફની સમસ્યા દૂર થઇ જશે અને નોર્મલ તમે જે બરફની પ્લેટ રાખી હશે તેમાં જ બરફ જામશે.
👉 ગરમ કરેલ વસ્તુ સીધી ફ્રીઝમાં ન રાખો :- ઘણા લોકો ગેસ પર ગરમ કરેલ વસ્તુ સીધી જ ફ્રીઝમાં રાખી દેતા હોય છે.જેનાથી ગરમ વરાળ અને ફ્રીઝરની ઠંડી હવા બંને ભેગી થઈ જવાથી તેમાં ભેજ ઉત્પન્ન થાય છે.જેના કારણે આસપાસની જગ્યામાં બરફ વધારે જામવા લાગે છે.આ કારણે આખા ફ્રીઝરમાં ફરતી બાજુએ વધારે બરફ જામી જાય છે.આ સમસ્યાથી બચવા માટે જ્યારે તમે કોઈ વસ્તુને ગરમ કરો છો તો તેને બહાર રાખી અને નોર્મલ થવા દેવું,ત્યાર બાદ જ તેને ફ્રીઝરમાં રાખવું.
👉 ફ્રીઝરને આખૂ ભરી ન દેવું :- ઘણા લોકો એકથી વધુ વસ્તુ ઠંડી કરવા માટે બધી વસ્તુ ફ્રીઝરમાં એક સાથે રાખે છે અને આખું ફ્રીઝર ફૂલ કરી દે છે,તેમાં જગ્યા રહેતી નથી એટલા માટે આખા ફ્રીઝરમાં બરફ જામવાં લાગે છે.જેથી તમારે ફ્રીઝરમાં 2-3 વસ્તુઓ જ રાખવી જોઈએ. તેથી આવી વધુ બરફ જામવાની સમસ્યા ન થાય.
👉 વધુ સમય માટે દરવાજો ખૂલો ન રાખવો :- અમુક લોકો ફ્રીઝમાંથી વસ્તુ લેવા-મૂકવા માટે વધુ સમય માટે દરવાજો ખૂલો રાખતા હોય છે.ફ્રીઝના અંદરના સેન્સર તાપમાન પર ચાલતા હોય છે જેથી દરવાજો ખૂલો રાખવાથી અંદરની બધી ઠંડી હવા બહાર નીકળી જાય છે અને સેન્સર રીએક્ટ કરીને વધુ ઠંડી હવા ફેકવા લાગે છે.જેના કારણે ફ્રીઝરમાં વધુ બરફ જામવાં લાગે છે.એટલા માટે ક્યારેય વધુ સમય માટે દરવાજો ખૂલો ન રાખવો.ઉપરાંત કોઈ પણ વસ્તુ લેવી હોય તો વસ્તુ લઈને દરવાજો બંધ કરી દેવો જેથી તમારે બરફની સમસ્યા ક્યારેય નહિ થાય.
👉 ફ્રીઝને દીવાલથી 4’’ ઇંચ દૂર રાખો :- ઘણા લોકોના ઘરમાં ફ્રીઝ અને દીવાલ વચ્ચે સાવ અંતર નથી હોતું અને ઘણી જગ્યાએ ફ્રીઝ એવા સ્થાને રાખવામાં આવ્યું હોય કે જ્યાં હવા ઉજાસ ન હોય.આ કારણે ફ્રીઝમાંથી નીકળતી ગરમ હવાને જગ્યા નથી મળતી અને બીજી ઠંડી હવા તેમાં જઈ નથી શકતી.એટલા માટે ફ્રીઝરમાં વધુ બરફ જામવાં લાગે છે. તેથી ફ્રીઝ દીવાલથી 4’’ ઇંચ દૂર રાખવું અને જે જગ્યાએ હવાનું સર્ક્યુલેશન વધારે થતું હોય એવી જગ્યાએ રાખવું પછી ફ્રીઝરમા વધારે બરફ નહી જામે.
જો ફ્રીઝનો બરફ જામતો રોકવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.