👉 આપણી જીવનશૈલી એવી થઈ ગઈ છે, જેના કારણે લોકોને અનેક રોગનો સામનો કરવો પડી રહ્યો છે. અમુક સમયે પેટની સમસ્યા એક વખત થાય તો તે મહિના સુધી જવાનું નામ જ લેતી હોતી નથી. જેના કારણે ગેસ, એસિડિટી, અપચો, કે પાચનતંત્રને લગતી કેટલીક બીમારી થવા લાગતી હોય છે. તેમાંથી છુટકારો મેળવવા માટે ગમે તેટલી દવાઓ લઈએ કોઈ પ્રકારનો ફેર પડતો હોતો નથી.
👉 એટલું જ નહીં અમુક સમયે ખોરાક લઈએ છીએ તે ડાયજેસ્ટ ન થવાના કારણે પેટ ફુલવા લાગતું હોય છે. આ એક ગંભીર બીમારી કહી શકાય છે. કારણ કે અમુક સમયે પેટ ફુલવાથી દુખાવો શરૂ થઈ જાય છે અને પેટ સાથે જોડાયેલા રોગ થવા લાગે છે. તો આજે જણાવીશું પેટ ફુલવાની સમસ્યાથી તમે કેવી રીતે છુટકારો મેળવી શકશો.
👉 સૌથી પહેલા નજર કરીએ કે કયા કારણે પેટ ફુલવા લાગે છે :
👉 પેટ ફુલવાનું સૌથી પહેલું કારણ છે બેઠાડું જીવન. એકની એક જગ્યા પર વધારે સમય બેસી રહેવું, બ્રેડ, પીઝા, પાસ્તા વગેરે મેદાની વસ્તુનું સેવન, તળેલી વસ્તુનું વધારે સેવન જેવા કારણોને લીધે પેટ ફુલે છે. તે ઉપરાંત કસરતનો અભાવ, 9 વાગ્યા પછી જમવું અથવા ભૂખ લાગી ન હોય તો પણ ખોરાક લેવો, ભોજન સીધું ઉતારી જવું, કાચો ખોરાક ખાવો, વધારે સ્ટ્રેસ લેવો, વાસી ખોરાકનું સેવન વગેરે જેવા કારણોને લીધે તમારું પેટ ફુલે છે.
👉 કેવી રીતે ભોજન લેવું- બને તો સહેલાઈથી ડાયજેસ્ટ થઈ જાય તેવો ખોરાક રાત્રે લેવો જોઈએ. ભોજન માટેનો એક સમય નક્કી કરવો જોઈએ. ભોજન કરવા બેસો ત્યારે ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ. જરાપણ ઝડપ વગર ખાવું જોઈએ.
👉 બીજું કે જ્યારે પણ ભોજન કરવા બેસો ટીવી ન જોવું, મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો, વધારે પડતી વાતો ન કરવી. તે સિવાય પેટ ફુલવાની તકલીફ ઓછી કરવાની રીત જાણીએ જેને બ્લોટિંગ કહેવાય છે.
👉 આ રીતે પીવું- ઘણાં લોકો પાણી પીવે ત્યારે એક સમયમાં ઘણું બધું પાણી પી જતાં હોય છે તો તે ભૂલ છે. તેનાથી પેટ ફુલી શકે છે એટલે થોડું પાણી પીવું. થોડી થોડી વારે સીપ લેતા ફુદીનાનું પાણી પીવું જોઈએ. બને તો ભોજનના એક કલાક બાદ ઈલાયચી વાળું પાણી પીવું. ધાણાજીરું કે વરિયાળીની ચા બનાવી દિવસમાં ત્રણ વખત પીવો ફુલેલું પેટ બેસવા લાગશે.
👉 અજમાના બીજ- અજમો તમારું ફુલેલું પેટ અટકાવામાં મદદ કરશે. જો અડધી ચમચી અજમાના બી તમારે ગળી જવા અથવા તેની સાથે થોડું સિંધવ મીઠું કે હિંગ લઈ શકો છો. આ ત્રણેય વસ્તુ ગરમ પાણી સાથે લઈ શકો છો. ખોરાક લેવાનો હોય તેની 45 મિનિટ પહેલા આ પાણી પીવું જોઈએ. બને તો હલકો ખોરાક લેવો. રાતનું જમવાનું હેવી ન હોય તેનું ધ્યાન રાખવું.
👉 આ રીતે ચાવવું- કોઈપણ જાતના ખોરાકનું સેવન કર્યા બાદ તમારે શેકેલી વરિયાળી ખાવી જોઈએ. જેથી પેટ ફુલવાની તકલીફ દૂર થતી જણાશે.
👉 આ સમસ્યા રહ્યા કરતી હોય તો- જો પેટ ફુલવાની તકલીફ વારંવાર ચાલુ રહ્યા કરતી હોય તો આંતરડાને લગતી તકલીફ હોઈ શકે છે. ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ, અપચો, કબજિયાત જેવો પ્રોબ્લેમ હોઈ શકે છે. તે સિવાય પણ હોર્મોનલ ઇમ્બેલેન્સ, જાડાપણું, ઇન્સ્યુલિન, રેઝિસ્ટન્સ વગેરે હોઈ શકે છે. જો વધારે તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લઈ આ પ્રયોગ કરવો જોઈએ.
જો આ પેટ ફૂલવાની પ્રોબ્લેમ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.