🥛દૂધને સંતુલિત આહાર તરીકે જોવામાં આવે છે. કારણ કે તેમાંથી મોટાભાગના પોષક તત્ત્વો મળી રહે છે. એટલે આપણે બાળકને નાનપણથી જ દૂધ પીવાની ટેવ પાડતા હોઈએ છીએ. આપણા શરીરમાં જે કેલ્શિયમની ઉણપ હોય છે તે દૂધ પીવાથી દૂર થાય છે. તે ઉપરાંત હાડકાં મજબૂત બનાવે છે. દૂધ આપણને અનેક રીત ગુણ કરે છે.
🥛પરંતુ ડાયાબિટીસના દર્દીએ કેવા પ્રકારનું દૂધ પીવું જોઈએ તે મોટો પ્રશ્ન છે. તે સિવાય પણ ઘણી વસ્તુ એવી હોય છે જે ખોરાકમાં લેવાની મનાઈ હોય છે. ઘણી વસ્તુની તેમણે પરેજી પાડવી પડતી હોય છે. તેવી જ રીતે ડાયાબિટીસના દર્દીએ કેવા પ્રકારનું દૂધ પીવું જોઈએ. તેની માહિતી આજે આપીશું. અને પીવું તો કેટલા પ્રમાણમાં પીવું વગેરે જાણકારી આજે તમને જણાવીશું.
🥛વિષેજ્ઞનો કહે છે કે ડાયાબિટીસના દર્દી હોય તેમણે એક વખતનું જે ડાયેટ હોય તેમાં 45થી 60 ગ્રામ કાર્બ્સની માત્રા રાખવી જોઈએ. તેમાં સાચી રીતે એ છે કે 60 ગ્રામ કાર્બ્સ તેમના માટે ઘણું કહેવાય. માટે જો કોઈ વ્યક્તિ સવારે નાસ્તમાં દૂધનું સેવન કરે છે તો એક ગ્લાસ દૂધમાં 15 ગ્રામ કાર્બ્સ લે છે. માટે કેલેરીઝનો એક ભાગ રાખવો જોઈએ. માટે કોઈપણ વસ્તુનું સપ્રમાણમાં સેવન કરવું જોઈએ. ઘણી વખત તેની અસર ડાયાબિટીસ પર પણ પડે છે. તેના માટે આ દર્દીઓએ કેવું દૂધ પીવું તે જોઈએ.
🥛ક્યા પ્રકારનું દૂધ લેવું- મોટાભાગના ઘરોમાં ગાય અને ભેંસના દૂધનો ઉપયોગ થતો હોય છે. પરંતુ તેની અંદર ફેટ અને કેલેરીઝની માત્રા ઘણી વધારે હોય છે. તેથી જો ડાયાબિટીસના દર્દી તેનું સેવન કરશે તો નુકસાનકારક સાબિત થશે. માટે એક રિસર્ચમાં જાણવા મળ્યું કે અનસ્વીટેન્ડ બદામ ડાયાબિટીસના જે દર્દી હોય છે, તેમના માટે બેસ્ટ ઓપ્શન છે. કેમ કે તેની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ રહેલું હોય છે.
🥛બદામના એક કપ દૂધમાં 40 કેલેરીઝ અને જીરો સેચુરેટેડ ફેટ અને 2 ગ્રામ કાર્બ્સ રહેલું હોય છે. એટલે તમે સવારમાં બદામના દૂધને નાસ્તમાં હોલ ગ્રેન બ્રેડ સાથે લઈ શકો છો.
🥛ટાઈપ-2 ડાયાબિટીસ માટે કેવું દૂધ યોગ્ય– જે લોકોને ટાઈપ-2નો ડાયાબિટીસ હોય તેમણે કાચું દૂધ પીવું જોઈએ. કેમ કે આ દૂધમાં પામીટોલીક એસિડ હોય છે, જે ઇન્સ્યુલિનને સુધારવાનું કામ કરે છે. એક રિસર્ચ મુજબ જાણવા મળ્યું છે કે જે વ્યક્તિને હાઈ ફેટ હોય અને ડેરી ઉત્પાદનોનો ખોરાકમાં વધારે ઉપયોગ કરે તેમને ટાઈપ-2 પ્રકારનો ડાયાબિટીસ થવાની સંભાવના 44 ટકા ઓછી રહેતી હોય છે.
🥛કોઈ વ્યક્તિ લો ફેટ વાળા ડેરી ઉત્પાદનોનું સેવન કરે છે. તેમને ટાઈપ-2 ડાયાબિટીસનો ખતરો વધુ રહેતો હોય છે. બીજી વાત કે આ દર્દીના શરીરની પ્રક્રિયા ક્યારેય એક સમાન રહેતી હોતી નથી. માટે આ વિષય પર અધ્યયન જરૂરી બની રહે છે.
🥛નાસ્તમાં દૂધ લેવું કે નહીં- રોજ સવારે આપણે નાસ્તો લગભગ 8 કે 9 કલાક પછી કરતાં હોઈએ છીએ. ત્યારે ટાઈપ-2 ડાયાબિટીસ જે વ્યક્તિને હોય તેને પેન્ક્રીયાજનું પૂરતી માત્રામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું નથી. પણ જો તમે કોઈ એક પ્રકારનો નાસ્તો કરો છો તો ટાઈપ-2 ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. સવારના નાસ્તાને આખા દિવસનું સૌથી મહત્ત્વનું મીલ ગણવામાં આવે છે.
🥛એક રિસર્ચ અનુસાર જાણવા મળ્યું કે ટાઈપ-2 ડાયાબિટીસ હોય તેમણે સવારે જરૂર દૂધ પીવું જોઇએ. તે લોહીની અંદર રહેલા શુગર લેવલને સારી રીતે સંતુલિત કરે છે. તે ઉપરાંત તમારું વજન પણ કંટ્રોલ કરશે. બીજા પણ ઘણા ગુણ રહેલા છે.
🥛ઉંટડીનું દૂધ કેમ પીવું- ઘણાં લોકો કેમલ દૂધનો ઉપયોગ કરતાં હોતા નથી, પરંતુ તે સૌથી બેસ્ટ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઈ રિસર્ચમાં જાણવા મળ્યું કે ટાઈપ-1 ડાયાબિટીસનો જે દર્દી હોય છે. તેમણે આ મિલ્કનું અવશ્ય સેવન કરવું જોઈએ. આ દૂધ શુગરના લેવલને વ્યવસ્થિત કરે છે. તે ઉપરાંત ડાયાબિટીસના કારણે દર્દીના જે લિવર અને કિડની હોય તેની પર પડતાં પ્રભાવને ઓછું કરવાનું કામ કરે છે.
🥛કેટલું યોગ્ય છે દૂધ લેવું- રિસર્ચ પ્રમાણે જાણવા મળ્યું છે કે ડેરી ઉત્પાદનોના સેવનથી તમે ટાઈપ-2ના ડાયાબિટીસથી બચી શકો છો. તે સિવાય ચોક્કસ પ્રમાણે માહિતી જાણવા મળી નથી કે ડાયાબિટીસના દર્દી માટે દૂધ પીવું કેટલું યોગ્ય છે. તમે ફેમિલી ડૉક્ટરની સલાહ લઈ તેનું સેવન કરી શકો છો.
જો આ ડાયાબિટીસના દર્દીએ દૂધ લેવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે. ઉપરની માહિતીનો પ્રયોગ કરતાં પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો.