👉 લગ્નની સીઝન ચાલી રહી છે સાથે વિકેન્ડમાં દરેક વ્યક્તિ રજા હોય તો ફરવા જવાનો પ્લાન બનાવી લેતા હોય છે. તેમાં પણ ફુલ ગુલાબી ઠંડી જેમાં દરેકને ફરવા જવાની ઇચ્છા થાય. કારણ કે ગરમીમાં સૂર્યના તાપથી મોટા ભાગના લોકો દૂર રહેવાનું પસંદ કરતાં હોય છે. ન્યુ મેરીડ કપલ તો ખાસ કરીને ફરવા જતાં હોય છે, તો એવા કેટલાક ડેસ્ટિનેશન છે જે તમારા જીવનમાં યાદગાર બની રહેશે.
👉 જો તમે આ હરિયાળીવાળા વાતાવરણમાં ફરવા જવાનું વિચારી રહ્યા હોવ તો નજર કરો અહિંયા. જેમાં તમારું બજેટ પણ ખોરવાશે નહીં અને ફરવા જવાની પણ મજા આવશે. એવા કેટલાક શહેરો જેના નામ જાણીએ.
🇲🇲 મ્યાનમાર- આ દેશમાં મોટાભાગના લોકો વેકેશન એન્જોય કરવા આવે છે. કેમ કે અહીં ઘણા પ્રાચીન સ્થળો આવેલા છે. જે એક અનોખો ઇતિહાસ અને સંસ્કૃતિને દર્શાવે છે. જે દરેકનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. (નીચેની તસ્વીર)
🇧🇹 ભૂટાન- ભૂટાન હિમાલયમાં આવેલું છે જેમાં કેટલાક સહેલાણીઓ ફરવા જવાનું પસંદ કરે છે. અહીં ફરવા માટે વધારે ખર્ચો થતો નથી. ભૂટાન દેશ કેટલાક કારણોને લીધે એક મોડેલ કંટ્રી બની રહ્યો છે. અહીં ફરવા આવનારની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. કારણ કે અહીં કેટલીક અજાણી વાતો જાણવા મળે છે જે ક્યારેય આપણે કોઈના મુખે સાંભળી ન હોય. (નીચેની તસ્વીર)
🇻🇳 વિયેતનામ- એશિયામાં આવેલું આ સ્થળ ઘણું ફેમસ છે. ઓછા ખર્ચમાં એકદમ સહેલાઈથી તમે રજાની મજા લઈ શકો છો. ત્યાં તમને ઘણાં સાંસ્કૃતિક નજારા, બીચ, અદ્દભૂત ગામો પણ જોવા મળશે. શિયાળાની રજાઓનો આનંદ તમે માણી શકો છો. (નીચેની તસ્વીર)
🇱🇰 શ્રીલંકા- જો તમારે કુદરતી અને રમણીય વાતાવરણ જોવાનો શોખ છે તો શ્રીલંકા બેસ્ટ ઓપ્શન છે. અહીં આવેલા બીચ તમને માનસિક રીતે શાંતિ આપવાનું કામ કરે છે. કારણ કે આ પ્રકૃત્તિથી ભરપૂર દેશ છે. (નીચેની તસ્વીર)
🇰🇭 કમ્બોડિયા- કમ્બોડિયા પણ આ દેશની જેમ જ છે. ત્યાં જોવા માટે જૂની પુરાણી જગ્યાઓ છે સાથે અજોડ અને આશ્વર્ય પમાડે તેવા નજારા પણ વધારે છે. તે સિવાય અહીં આવેલું અંગકોર વાટ મંદિર ખૂબ જ મહત્ત્વનું છે. ફરવા માટે આ સ્થળ ઘણું સુંદર છે. (નીચેની તસ્વીર)
🇹🇭 થાઈલેન્ડ- ઘણા ન્યુ મેરિડ કપલ અહીં હનીમૂન માટે જાય છે. સાથે કેટલીક પાર્ટીઓ પણ કરવામાં આવે છે. થાઈલેન્ડના બીચ આકર્ષણ જમાવે છે. કેટલાક લોકો અહીં એકલા સમય પસાર કરવા પણ આવે છે. થાઈલેન્ડનું ભોજન વખણાય છે. આ એક અમેઝિંગ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. (નીચેની તસ્વીર)
જો આ ફરવા જવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.